________________
૨૩૬
ઉપદેશામૃત “આત્મા સચ્ચિદાનંદ.”
આ વાણી તો જાણે તે જાણે અને જાણે તે માણે. મોટાં પુસ્તકો “ભગવતી' જેવાં હોય, પણ તે કરતાં ય આ (“શ્રીમદ્ રાજચંદ્ર' પુસ્તક) મોટું સિદ્ધાંતના સાર જેવું. પણ ભોળો ચેતતો નથી. કાલ સવારે મોત આવીને ઊભું રહેશે. “લીઘો કે લેશે થઈ રહ્યું છે. કોણ અમરપટો લખાવી આવ્યું છે? માટે ચેતો, આવો અવસર ફરી નહીં મળે. એક ઘર્મ સાર છે. કહો, આ જીવની સાથે શું છે ?
મુમુક્ષુ–ભાવ અને પરિણામ છે.
પ્રભુશ્રી–પહેલાં મૂળ જોઈએ. તે સત્ છે; આત્મા છે અને તેના ભાવ હોય. જડના ય ભાવ હોય પણ તે જડ, અને ચેતનના હોય તે ચેતન. ભાવ તો ખરા, પણ એક સના (આત્માના). હવે મેમાન, પરોણા, ચેતી લે. અમારી આટલી ઉમ્મર સુધીમાં કેટલા કેટલા ગયા તે સાંભરે પણ છે અને ભૂલી પણ ગયા. આખો લોક ત્રિવિધ તાપથી બળી રહ્યો છે, ક્યાંય સુખ નથી. વીતરાગ માર્ગ અપૂર્વ છે ! “શાંતિ પમાડે તેને સંત કહીએ.' સંત ક્યાં છે? “સત્' માં. અને “સત્' ક્યાં છે ? આત્મામાં. ભૂલ્યો ત્યાંથી ફેર ગણ. સમજ્યો ત્યાંથી સવાર. કરવા માંડને ભૂંડા ! દહાડા જાય છે, ક્ષણે ક્ષણે બધું છૂટી જશે. જીવને વૈરાગ્યની ખામી છે. જેવી કાળજી વેપારઘંઘામાં, પૈસાટકામાં, ખાવા પીવામાં હોય અને પાંચ ઇંદ્રિયના ભોગનો લોભ હોય–તેમાં તલ્લીન ! –તેવી કાળજી આત્મા માટે નથી; આત્મામાં, ઘર્મમાં તો પ્રમાદી ! વેરીમાં વેરી પ્રમાદ અને આળસ છે. માટે કર્તવ્ય છે તે કર; આવો દહાડો ફરી નહીં આવે.
“જ્ઞાનાપેક્ષાએ સર્વ વ્યાપક, સચ્ચિદાનંદ એવો હું આત્મા એક છું એમ વિચારવું, ધ્યાવવું.” | મુમુક્ષુ–આટલા જ શબ્દો અદ્ભુત છે! પણ આ તો દવા સોંઘી જેવું થયું. જેમ લોઢાના તપેલા તવા ઉપર પાણીના થોડા છાંટા પડે તો તરત જ બળી જાય, તેમ અનાદિકાળથી રાગદ્વેષથી તપેલો આ આત્મા, તેને આ શબ્દો તરત અસર કરતા નથી. જ્યારે અસર કરશે ત્યારે અપૂર્વ આનંદ આવશે. આપ કહો છો કે યોગ્યતા નથી તો પોતાના હૃદયને પૂછે કે યોગ્યતા શું, તો હૃદય કહેશે કે તું પાત્ર નથી. જે જાતના આત્માના ગુણો જોઈએ તે હજુ નથી પ્રગટ્યા.
પ્રભુશ્રી–રણ હોય અને તેમાં જાય છે ત્યારે ખૂબ પાણી ભરી લે છે ને ? વચમાં, અધવચમાં જો પાણી ન રહ્યું તો પછી ઝાવા મરે, કંઠ સુકાય અને કેવી વેદના થાય ? તે તો વેદે તેને જ ખબર. અઘવચમાં હોય એટલે ન આમ જવાય કે ન તેમ જવાય અને પાણી, પાણી” કરે તેવા સમયને વિષે જો એક મેઘવૃષ્ટિ થઈ અને પાણી ભરાયું તો પછી ત્યાં તરસ રહી? ન રહી. તેમ આ જીવને જોગવાઈ છે માટે ચેતવું; તે ઠેકાણે પાણી તો થાય છે એને અવસરે. તે અવસરે પાણી ભરી લેવું જોઈએ. તો પછી ખપમાં આવે, નહીં તો મોત થાય.
મુમુક્ષુ–અહીં મને પોતાને ત્રણ વર્ષ થયાં. પણ પરમકૃપાળુદેવની કૃપાથી એમ કહી શકાય છે કે હવે મને બીજી કંઈ આશા રહેતી નથી. એ જ ઇચ્છા છે કે પુરુષનાં વચનમાં દૃઢ શ્રદ્ધા થાય. ગરદન જાય તો ભલે, પણ તે જ વૃઢ થાઓ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org