________________
ઉપદેશસંગ્રહ-૧
૧. મુમુક્ષુ—“અનાદિ સ્વપ્નદશાને લીધે ઉત્પન્ન થયેલો એવો જીવનો અંહભાવ-મમત્વભાવ તે નિવૃત્ત થવાને અર્થે આ છ પદની જ્ઞાનીપુરુષોએ દેશના પ્રકાશી છે. તે સ્વપ્નદશાથી રહિત માત્ર પોતાનું સ્વરૂપ છે એમ જો જીવ પરિણામ કરે તો સહજ માત્રમાં તે જાગૃત થઈ સમ્યગ્દર્શનને પ્રાપ્ત થાય. સમ્યગ્દર્શનને પ્રાપ્ત થઈ સ્વ-સ્વભાવરૂપ મોક્ષને પામે.''
પ્રભુશ્રી—જેને ખબર પડી, પછી મળ્યા અને માહિત થયો તો થયું. જેને ન મળ્યા હોય તેણે માહિત થવું. કૃપાળુદેવે મને બધેથી મીઠું મુકાવ્યું કે તમે ક્યાંય જશો નહીં; બધા તમારી પાસે આવશે. હવે છે શું ? માટે આ બધો વ્યવહાર કરીએ તે આનંદમાં ! બનનાર છે તે ફરનાર નથી અને ફરનાર છે તે બનનાર નથી.
૨૩૫
૧. મુમુક્ષુ અમારે ‘“તો પછી અન્ય ઉપાધિને આધીન થઈ પ્રમાદ શું ઘારણ કરવો ?''
પ્રભુશ્રી–પ્રમાદને ધારણ ન કરવો એ તો એનું વીર્ય કહ્યું. તે વીર્ય તો નથી મૂકવું. જ્ઞાની હોય, સૂઝે તેવી વ્યાધિપીડા આવે પણ એનું માનેલું છે તે બીજું ન થાય. આ તો સહજ સમજવાને માટે કહું છું. એમ કહ્યું હોય કે માંસ ન ખાવું, દારૂ ન પીવો, બ્રહ્મચર્ય પાળવું; તો તે શું ન પાળવું? આ વગર બીજી વાત હોય ? માટે તે વસ્તુમાં ફેર પડે એમ નથી. કૃષ્ણ મહારાજને દેવે લડાઈમાં કીધું કે આપણે પૂંઠેપૂંઠ લડીએ. તો કહે, “ચાલ, ચાલ; એમ નહીં. સામે મોઢે આવી જા.'' સામે મોઢે લડાય.
મૂકો, મૂકો, અને મૂકવાનું કહ્યું, તો શું આત્મા મૂકવો છે ?
૧. મુમુક્ષુના, ના. પર છે તે મૂકવું. આત્મા તો કંઈ થોડો મુકાય છે ? તે તો છે જ.
પત્રાંક ૭૧૦ નું વાંચન :—
“આત્મા સચ્ચિદાનંદ.’
મુમુક્ષુજીવ આત્મપ્રાપ્તિ માટે ઘણો પ્રયત્ન કરે છે, પણ સત્પુરુષના આશ્રય વગર તે બનતું નથી અને ઊલટી કલ્પના થાય. માટે સત્પુરુષો અહીં આત્માનો લક્ષ કરાવે છે.
તા. ૧૫-૧-૩૬, સાંજના
તું સત્ ચિત્ આનંદરૂપ છું, તું એક છે, બીજા કોઈ તારી સાથે નથી, એમ જ્ઞાની પુરુષો આત્માનો નિશ્ચય કરાવે છે. આવી દૃઢ પ્રતીતિ થાય ત્યારે સમ્યગ્દર્શન થાય.
પ્રભુશ્રી—જીવ લૌકિક દૃષ્ટિમાં પ્રવર્તે છે, અલૌકિકમાં પ્રવર્તતો નથી. બાઈ હોય, ભાઈ હોય, પણ મનુષ્યભવ ખરો ને ? માટે તારાથી બને તે કરી લે. કાગડા-કૂતરાના અવતારમાં નહીં બને. જન્મ, જરા અને મરણ, બધી વ્યાધિ, વ્યાધિ અને પીડા છે.
Jain Education International
જીવ એમ વિચારે કે મારા વંશમાં કોઈ નથી, એક દીકરો હોય તો ઠીક. મેર ! ભૂંડા, તારું કંઈ નથી. ‘મારું, મારું' કરીને દોડ કરી રહ્યો છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org