________________
ઉપદેશામૃત
૧. મુમુક્ષુ આપ કહો ત્યાં.
પ્રભુશ્રી—કેમ કરવું? કહો. આણે તો પ્રશ્ન કરી નાખ્યો. તેનો ઉત્તર તો કહેશો ને ? હવે ક્યાં જવું ? કહ્યું તે તો ખરું,
૨૩૪
૪. મુમુક્ષુસેનાનો નાયક જ્યાં લઈ જાય ત્યાં જઈએ.
૧. મુમુક્ષુ—અમારાથી ના બને તે અમારો દોષ. જેમ કહો તેમ કરીએ અને જઈએ. પ્રભુશ્રી—જ્ઞાની કહે તેમ.
૫. મુમુક્ષુ—ત્યારે જીવ જવામાં વાર શું કરવા લગાડે છે ? જ્ઞાનીએ તો કહેવામાં બાકી નથી રાખ્યું અને વળી કહે છે કે ક્યાં જઈએ અને શું કરીએ ?
૧. મુમુક્ષુદોષ તો અમારો છે તેમાં ના નહીં. પણ આશરો છે તેને કંઈ કાઢી નખાય છે ? પ્રભુશ્રી—આવા બધા બેઠા છો, તો કહો કે હવે કોની પાસે જવું કે જેથી ‘હાશ’ એમ થાય ? ૧. મુમુક્ષુ આત્માની પાસે, બીજે ક્યાં ?
પ્રભુશ્રીએ કોણે જાણ્યો અને ભાળ્યો ? જ્ઞાનીએ. તો તેની પછવાડે જવાય. અને પૂછવાનું પણ એ જ છે.
૧. મુમુક્ષુ
‘પાયાકી એ બાત હૈ, નિજ છંદનકો છોડ; પીછે લાગ સત્પુરુષકે, તો સબ બંધન તોડ.''
જવાનું તો સત્પુરુષની પછવાડે.
પ્રભુશ્રી—છે એમ, પણ આત્મામાં; બીજે ક્યાં જવું હવે ? જેમ જગતમાં શહેરમાં, ગામડામાં, બાગ-બગીચા વગેરે ઠેકાણે જાય અને આનંદ માને, તેમ અહીં ક્યાં જવું છે ? અને કરવું છે શું ?
૧. મુમુક્ષુબીજામાં છે ત્યાંથી પોતામાં,
૪. મુમુક્ષુ આપ જ કહો છો કે એંજિન છે તેને ડબ્બા જોડાય તો લઈ જાય છે; જોડાયો ન હોય તે પડ્યો રહે. માટે જો સાંકળ ભરવાઈ ગઈ તો જવાનો.
પ્રભુશ્રી—એમ જ છે. કેટલી વાર ? તો કે તારી વારેવાર. બીજું કંઈ કામ નથી, આટલું જ છે. સ્ત્રી, પુરુષ, ઘરડો, જુવાન, સુખી, દુઃખી—બધું દુ:ખ જ; માત્ર આત્મા છે, એ વસ્તુ છે. ત્યાં મળવું, આવવું-જવું, બેસવું-ઊઠવું. એની કૃપા થઈ જાય તો અત્યારે, વાર ક્યાં છે ? આની ઉપર જે દી તે દી એની કૃપા થશે ત્યારે વળશે. એના વગર એક સળીના બે કકડા નહીં થાય. એ હોઈને બધું છે. બોલીએ ચાલીએ એને લઈને; બાકી બધું ધૂળ ! જડ છે, આત્મા નથી. કચાશ છે યોગ્યતાની, ત્યાં અટક્યું છે.
૨. મુમુક્ષુ—ગુરુની નાવમાં બેસી જવું.
પ્રભુશ્રી—ખરું કહે છે, એના જ ઉદ્ધાર થયા છે, એમ ન કર્યું હોય તો ન જવાય. ૧. મુમુક્ષુબેસી જાય તો ને ? સાંકળ જોડાય તો ને ?
પ્રભુશ્રી—તેર મણનો તત્તો આડો આવ્યો. મૂક્યા વગર છૂટકો નથી; મૂકવું પડશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org