________________
ઉપદેશસંગ્રહ-૧
૨૩૩ પામ્યા, રિદ્ધિસિદ્ધિ દેવલોક વગેરે પામ્યા. ઘણા ઘણા ભવ પામ્યા પણ એક આત્મા તેને ન જાણ્યો. તે જાણવાની જરૂર છે. આઠમી દૃષ્ટિનું બળ જબરું છે. જબરી છે તે દ્રષ્ટિ !
૧. મુમુક્ષુ-એ તો આ જગાયે જબરી છે. સંપ્રદાયમાં હતા ત્યારે વાંચતા હતા; પણ આવું નહોતું સમજાતું.
પ્રભુશ્રી–પહેલાં અમે પણ વાંચતા હતા, પણ અંજન ભરી આપ્યું ત્યારે સમજાણું.
૧. મુમુક્ષુ-જેની લખેલી હોય છે કે તેવા પ્રત્યક્ષ જ્ઞાની હોય ત્યારે તેની સન્મુખ તે સમજાય તેવું છે.
પ્રભુશ્રી—એમ જ છે. એક આત્મા ન હોય તો કંઈ કામ કરે ? કંઈ ખપ આવે? કશુંયે નહીં. આનો કંઈક ઊંડો વિચાર કરવા લાયક છે. શું કહીએ ? “કહ્યા બિના બને ન કછુ, જો કહીએ તો લwઈએ.”
૩. મુમુક્ષુ–પહેલાં સંપ્રદાયમાં એ જ વાંચતા હતા, ત્યારે શું આત્મા નહોતો ? ત્યાં રસ કેમ નહોતો આવતો ? અને હવે કેમ રસ આવે છે ?
પ્રભુશ્રી–કોઈને તાવ આવતો હોય અને માંદો હોય ત્યારે કંઈ ભાવે નહીં, રુચિ ન થાય, ગમે નહીં અને ખવાય નહીં, પણ બીજો નીરોગી હોય તેને કહો તો ? બેઉમાં ફેર પડી ગયો ને? આના ખાવામાં, પીવામાં, સ્વભાવમાં, રુચિમાં ફેર પડ્યો ને ? તેમ છે. એ તો એને ખબર નથી પડી અને આડો પડદો આવ્યો છે, આવરણ આવ્યું છે. વચમાંથી આવરણરૂપી પડદો જાય તો ખબર પડે. જુઓને, આ દેહમાં બેઠો છે તો બધું છે અને કેવો લાગે છે ! અને તે ન હોય તો ? વર્ણ, રસ, ગંઘ બધું ફરી જાય. એ જતો રહે તો મરણ થયું કહે અને બાળી મૂકે.
૧. મુમુક્ષુ–તો તો ઘરના ને ઘરના ઉતાવળ કરે કે એને જલદી લઈ જાઓ અને ઝટ બાળી આવો.
પ્રભુશ્રી–આ તો કોઈ અમૂલ્ય વાત છે. એને જાણવાની અને જોવાની વાત થશે ત્યારે અજબ ગજબ લાગશે. ૧. મુમુક્ષુ–ખરો ઉપકાર જ્ઞાનીનો શું છે, તે ત્યારે જ ખબર પડશે.
ષટું સ્થાનક સમજાવીને, ભિન્ન બતાવ્યો આપ;
માનથકી તરવારવતું, એ ઉપકાર અમાપ.” પ્રભુશ્રી યોગી (સદેહી) હોય તે અયોગી (મુક્ત) થઈ જાય. એની વાત અને એનું માહાત્ય તો એનામાં જ ! શું કહેવાય ? એ જ. આપ છો, અત્યારે બેઠા છો; એ છે તો બેઠા છો. બાકી આ દેહમાંથી બીજું કંઈ કાઢો જોઈએ ? જડ સિવાય શું નીકળશે ? વર્ણ, રસ, ગંઘ, સ્પર્શ સિવાય બીજું નહીં નીકળે.
“જડ તે જડ ત્રણ કાળમાં, ચેતન ચેતન તેમ;
પ્રગટ અનુભવરૂપ છે, સંશય તેમાં કેમ ?” આ તે શું કહેવું ? અને ક્યાં જવું ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org