________________
૨૩૨
ઉપદેશામૃત
તા. ૧૫-૧-૩૬, સવારના
[આઠમી દ્રષ્ટિ આટલું બધું તેમાં બળ છે ? તે કંઈ જેમ તેમ છે ? અનંત સત્તાનો ઘણી આત્મા છે અને તે જ કરશે. એને જાણે તો દીવો અને સમકિત કહેવાય; એને જાણ્યા વગર બધું કાચું છે. આ જે જીવ ખપી રહેશે તેને થશે. આટલાં આવાં વચન અમૂલ્ય તે કાનમાં પણ ક્યાંથી પડે ? આત્મા અનંત શક્તિનો ઘણી, કેવળજ્ઞાનવાળો છે ! આવો તે છે. કોટિ કર્મ ખપી જાય. એની જ તે તાકાત છે. કૃપાળુદેવનું વચન અમને સાંભરે છે, અમને કહે : હવે શું છે ? બીજી વાતો હવે શું કરવી ? માટે હવે જાગો, જાગ્યે છૂટકો. વસ્તુ વિષેનો વિચાર થયો નથી, મહા પુણ્ય વધે ત્યારે તે આવે છે. અનંતા કાળથી આવરણ કરીને ભાન ભૂલ્યો છે, આત્માની સત્તા તો બઘાની પાસે છે પણ જો અટક્યું હોય તો આવરણે કરીને.
૧. મુમુક્ષુ–બધો બોજો ઉતારીને હલકો થઈ જાય ત્યારે ને ? એમ આપ જ કહો છો. પ્રભુશ્રી–મને લાગે છે કે કંઈક ઘક્કો વાગવો જોઈએ. ૧. મુમુક્ષુ–અમે એની જ વાટ જોઈએ છીએ. પ્રભુશ્રી–કેવળીએ, જ્ઞાનીએ ઘક્કો માર્યો ત્યારે થયું.
૧. મુમુક્ષુ–“પ્રવચનઅંજન જો સગુરુ કરે દેખે પરમ વિઘાન, જિનેશ્વર.” છે ખરા. અને એને જ ખોળી કાઢવા છે.
પ્રભુશ્રી—“વ્યવહારસે દેવ જિન, નિહસે હૈ આપ.” પ્રતીતિ અને વિશ્વાસની ખામી છે; કહેશો? એક આ જ એમ નથી થયું, થાય તો કામ થઈ જાય. એ પ્રવચનઅંજન જ્ઞાની કોઈ જુદું જ ભોગવે છે; બીજા જેવું નય. કંઈક રંગ બદલાય, બદલાય છે ખરું. સારી હવામાં બેઠા હોઈએ તો સારી હવા આવે છે. ધન્યભાગ્ય કે આવો વીતરાગનો માર્ગ હાથ આવ્યો ! “અપૂર્વ વાણી તાહરી, અમૃત સરખી સાર' એવું પદ છે ને ? ૧. મુમુક્ષુ- “અનંત કાળ હું આથડ્યો, ન મળ્યા ગુરુ શુદ્ધ સંત;
દુષમ કાળે તું મળ્યો, રાજ નામ ભગવંત.” પ્રભુશ્રી–આ કાળ છે, તો તેમાં આત્માને એમ છે કે ન મળું? નહીં મળે એમ કંઈ છે ? મળી શકે; પણ તૈયાર થાઓ.
૨. મુમુક્ષુ-આપને તો સાક્ષાત્ પ્રભુ મળ્યા !
પ્રભુશ્રી–એટલી જ જરૂર છે—મળ્યાની, ઓળખાણની, બોઘની અને સત્સંગની. આ વાતના જ ખપી, ખપી અને ખપી થવું. સત્સંગ કર્યો છે ? તારી વારે વાર. કેવળજ્ઞાન થયું. તેની બીજાને કંઈ ખબર પડી ? ન પડી. એ તો એને જ, પોતાને ખબર પડી. ભાવના તો હવે એની જ કરવી; બીજી નહીં. કૃપાળુદેવે મને લખી દેખાડ્યું, “આતમભાવના ભાવતાં જીવ લહે કેવળજ્ઞાન રે." આમ થોડામાં ઘણો મર્મ સમજાય, પણ એ ઉકેલ આપે તો દી વળે. આત્મા વગર કોઈ આપી શકશે ? એ તો એ જ બોધ આપશે અને એનું જ કામ છે, બીજાનું નહીં. બીજા ઘણા ભવ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org