________________
ઉપદેશસંગ્રહ-૧
એની ‘હા’ એ ‘હા’, અને એની ‘ના’ એ ‘ના' એવો વિશ્વાસ આવવો જોઈએ.
૧. મુમુક્ષુ—એમ જ છે.
પ્રભુશ્રી—જો એમ જ થયું હોત તો પછી શું થયું ? શું આવો આત્મા જોશો ? ૧. મુમુક્ષુ જેવો છે તેવો જણાવશે.
પ્રભુશ્રી—એવો જણાવે છે. એ છે આત્મા.
પર્યાયસૃષ્ટિ ન દીજીએ, એક જ કનક અભંગ રે.’
એ જ છે; માટે હવે સમાધાન થાઓ, ચેતો હવે. બહુ કલ્પના અને મુઝવણ છે, પણ છેડો ન આવ્યો.
૨૩૧
૧. મુમુક્ષુ પર્યાયસૃષ્ટિ એવી છે કે સાતમા છાણમાટીના કોઠામાં અભિમન્યુ મરાયો છે. ખબર ન હોવાથી ત્યાં મરાયો, તેમ ગૂંચવાઈ જવાય. માટે પર્યાયદૃષ્ટિ કેમ છૂટે ?
પ્રભુશ્રી—છ કોઠા વજ્ર જેવા જીત્યા પણ હાર ન ખાધી, ત્યાં છાણમાટીના કોઠામાં હાર ખાધી. ત્યાંના અજાણ ! તે હવે નથી રહેવું, જાણ થવું. વાત છે માન્યાની.
૨. મુમુક્ષુ મહાવીર ભગવાને કૃપાળુદેવને જણાવ્યું અને કૃપાળુદેવે આપને જણાવ્યું તો તે મર્મ આપના સિવાય ભાંગે તેમ નથી. ઈડરમાં છત્રીઓ, પ્રતિમા જોઈ; પણ એ બધાનો ભાવાર્થ અને મર્મ તો આપની પાસે રહ્યો.
પ્રભુશ્રી—જ્ઞાનીની પાસે. આપણને તો જે મનાવ્યું તે માનવાનું અને જાણવાનું. માનવું તે પોતાના હાથમાં છે. જે દી તે દી ભાવથી થશે. ભાવ જોઈએ. કોનું કામ છે ? તારી વારે વાર. પકડ આવવી જોઈએ.
૧. મુમુક્ષુ આપ કહો છો કે અનાદિ કાળથી અજ્ઞાન છે અને અજાણ્યો છે. કેમ કરવું તે ખબર નથી. પણ માનવું તો એ જ છે જે કહો છો તે જ; અને તે તો મનાતું નથી, અને આવડતું નથી. તેનું શું કારણ ?
પ્રભુશ્રી—અનાદિથી પરભાવમાં છે, તે ફીટીને સ્વભાવમાં આવવાનું. ફીટીને પલટાવું; તે કર્યા વગર છૂટકો નથી. તે કોનું કામ છે ? “માનો, માનો’ કહેવાથી વળશે ? માટે તું પોતે સાચો થઈ જા.
૧. મુમુક્ષુ ચોખ્ખો થાય તો કૃપાળુદેવ તૈયાર છે. ‘જિન થઈ જિનને જે આરાધે, તે જિનવર હોવે રે.' પણ ચોખ્ખો કેમ થવું તે પ્રશ્ન હતો.
પ્રભુશ્રીતમો ડાહ્યા છો, સમજુ છો માટે સમજો. જનકવિદેહી પાસે શુકદેવજી આવ્યા તો કહે, “ચોખ્ખો થઈને આવ. પછી નાહી ઘોઈને આવે; પણ કહે “હજી ચોખ્ખો થઈને આવ. આમ સાત વખત આવ્યો તોપણ કહે કે “હજી ચોખ્ખો થઈને આવ.'' તેમ એ જ સમજશે અને એ જ કરશે. કંકુના કોને વહાલા ન હોય ? માટે તૈયાર થઈ જવું. સામગ્રી તો જોઈશે અને તે સામગ્રી હાથમાં છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org