________________
ઉપદેશામૃત
૨૩૦
મુમુક્ષુ-બાપે ઘન દાઢ્યું હોય અને છોકરાને કહ્યું હોય તેને તેની ખબર હોય અને સાથે આજ્ઞા પણ કરી હોય તો તે જ બતાવે. માટે અહીં તો માથું મૂકીને કામ કરવા જેવું છે. જરાય ફિકર નથી અને નિરાંત છે. માટે તેને મળે તો છૂટકો થાય. બારોબાર પત્તો નહીં લાગે. મળવું જોઈએ.
પ્રભુશ્રી–આ વાંચો :
“હે ગૌતમ! તે કાળ અને તે સમયમાં છદ્મસ્થ અવસ્થાએ, હું એકાદશ વર્ષની પર્યાયે, છઠ્ઠ છઠું, સાવઘાનપણે, નિરંતર તપશ્ચર્યા અને સંયમથી આત્મતા ભાવતાં, પૂર્વાનુપૂર્વીએ ચાલતાં, એક ગામથી બીજે ગામ જતાં, જ્યાં સુષુમારપુર નગર, જ્યાં અશોક વનખંડ બાગ, જ્યાં અશોકવર પાદપ,
જ્યાં પૃથ્વીશિલાપટ્ટ, ત્યાં આવ્યો; આવીને અશોકવર પાદપની નીચે, પૃથ્વીશિલાપટ્ટ પર અષ્ટમભક્ત ગ્રહણ કરીને, બન્ને પગ સંકોચીને, લાંબા કર કરીને, એક પુલમાં દ્રષ્ટિ અડગ સ્થાપીને, અનિમેષ નયનથી, જરા શરીર નીચું આગળ ઝૂકી રાખીને, યોગની સમાધિથી, સર્વ ઇન્દ્રિયો ગુપ્ત કરીને, એક રાત્રિની મહા પ્રતિમા ઘારણ કરીને, વિચરતો હતો. (ચમર)”
પ્રભુશ્રી–લખ્યું તે વાંચી ગયો, પણ જે ભેદી છે તેની પાસેથી મર્મ ખૂલી જાય તેમ થવું જોઈએ. એમાંથી પોતે પકડી બેસે, પોતાની કલ્પનાએ તો એ નહીં; પણ એ તો એ કહે તે જ ખરું એમ કરે તો થાય.
૧. મુમુક્ષુ-આમાં કંઈ સમજાતું નથી. સમજવા જઈએ તો તે બધી કલ્પના.
પ્રભુશ્રી–અમે પણ ઈડર ગયેલા અને ત્યાં બઘી કલ્પના કરેલી, તે શિલા અને તે ડુંગરી જોયેલી. તેના ઉપર સોનેરી રેતી હતી, નદી હતી. દિગંબર મુનિની છત્રીઓ હતી. તે બધું જોઈને આશ્ચર્ય પામેલા.
૧. મુમુક્ષુ-કૃપાળુદેવે આપને જણાવેલું કે અમે મહાવીર સ્વામી સાથે અહીં વિચરેલા હતા. તે સિદ્ધશિલા, તે પુઢવી શિલા વગેરે પણ તમને બતાવેલ છે. તો આપને તે ખબર છે, તો તે આપ જ કહો.
પ્રભુશ્રી–જેટલું કહેવાય તેટલું કહેવાય. જે જગ્યા જોઈ તે વિષે કહી આપ્યું. શિલા તે પુઢવી શિલા કહેવાણી. ત્યાં વિચરેલા ય ખરા. પણ અહીં તો આત્માને જાણવો છે. બીજાથી ઉકેલ આવે તેવું નથી.
૧. મુમુક્ષુ–તેથી તો કલ્પના થાય અને આશાતના ય થાય. પ્રભુશ્રી–એક વચન એવું આવ્યું કે,
“વહ સાઘન બાર અનંત કિયો; તદપિ કછુ હાથ હજુ ન પર્યો. અબ ક્યોં ન બિચારત હૈ મનમેં; કછુ ઔર રહા ઉન સાઘનસેં. બિન સદ્ગુરુ કોય ન ભેદ લહે; મુખ આગલ હૈ, કહ બાત કહે ?”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org