________________
ઉપદેશસંગ્રહ-૧
૨૨૯ ૧. મુમુક્ષ–આ કાળમાં મોક્ષ નથી એમ કહીને બઘાને શિથિલ કરી નાખ્યા છે. તેનો આ ભેદ તોડી નાખ્યો. વેદાંતમાં ચરમશરીરી અને અહીં એકાવતારીપણું કહ્યું તો સહેજમાં મોક્ષે ચાલ્યો જાય તેવું છે.
પ્રભુશ્રી–પાંચ સમવાય કારણો કહ્યાં : કાળ, સ્વભાવ, નિયતિ, પૂર્વત અને પુરુષાર્થ. તે હોય તો કર્મ મોટાં જબરાં હોય પણ તે ઊડી જાય અને મોક્ષ થાય. શોઘવાનું આ મનુષ્યભવ પામીને આટલું છે. વ્યવહારમાં દરેક પ્રકારના રસ્તા શોધે છે, કમાવા વગેરેના, તે બધું કરવા જ્ઞાની પુરુષે કહ્યું નથી. તે તો બઘાં કર્મ અને પૂર્વનો સંચય છે. અત્યારે મનુષ્યભવ છે, તે વળી મેમાન જેવો. માટે સમજો. કાગડા-કૂતરા નહીં સમજે. પૂર્વત અને પુરુષાર્થની સામગ્રી જોઈએ. તે હોય તો સમજાય તેવું છે. કહેવાની મતલબ કે કાલ સવારે ભેસાડિયો થઈ જશે. એ તો થાવું હોય તે થાશે. તમને બધાને અહીં કોણ લાવ્યું છે ? એ તો એ જ. સમજાય ત્યારે આત્મહિત થશે. “હું” અને “મારું” મઢ્યું નથી. તે જ કર્યા કરે છે. વેપાર ધંધાની દોડ કરે છે પણ મૂકીને જવાનું છે બધુંય. પછી આ બાજી હાથ નહીં આવે. આ જોગવાઈ સામગ્રી કેટલી આવી મળી છે? માટે તે સામગ્રી વખતે ભૂલવા જેવું નથી. ભરત, ચેત ! ભરત રાજાએ એક માણસ રાખેલો તેને સવારના સામે આવીને એટલું કહેવાનું કે ભરત ચેત. એવા માહિતગાર હતા, જાણકાર હતા પણ ચેતવાનું નિમિત્ત રાખેલું. શરીર વિષે અશાતા બહુ છે અને તેને સારું નરસું થઈ જવાથી તેને જ માનવું થયું છે : “આ મારો હાથ, આ મારો પગ– બધું “મારું” “મારું”. અત્યારે શાતા અશાતા વેદે છે આત્મા. તે માન્ય નથી થયું. આત્મા કેવો છે ? કોઈએ નક્કી કર્યો છે? જગતમાં મા-બાપ, કુટુંબ-પરિવાર, પૈસો-ટકો મળ્યાં તેથી શું વધ્યું? એ જાણનાર છે તેને જાણ્યો? એકાવતારીપણું છે એમ કહ્યું તો આશા આવી કે છે. માટે ખાસ કરીને આ દોડ કરવાની છે. દોડ કરે છે પણ બીજી અને બધું બફમમાં જાય છે. નથી કરવાનું તે કરે છે. અને કરવાનું પડ્યું રહે છે. બીજામાં દોડ કરે છે તે બધાં થોથાં. પ્રારબ્ધમાં હોય તે મળે; પણ દોડ ત્યાં જ કરે છે. કરવું છે તેની સમૂળગી ખબર નથી. બીજું બધું માને છે તે ખોટું. જેની ખોજ કરવાની છે તે શું છે ? “હું કોણ છું ? ક્યાંથી થયો ? શું સ્વરૂપ છે મારું ખરું ?” આ વિચારે તો કામ થાય. બીજું બધું પડ્યું રહેશે. કોઈ સાથે નહીં આવે. મૂકવું પડશે. કર્મની વિચિત્ર ગતિ છે. આ કાળમાં કામ કરી લેવું હોય તો છાતીમાં આટલું લખી રાખો : “સત્સંગ અને બોઘ'. તે કર્યા કરવું. કંઈ ન સંભળાતું હોય, ગાંડીઘેલી વાતો હોય પણ તે સત્સંગ. અનાદિકાળથી આત્માને આત્મારૂપે જાણ્યો હોય તેમ નથી થયું. જ્ઞાનીએ જાણ્યો, તે વગર કોઈ ધેવા સમર્થ નથી. આ ભવમાં એનો ખપી થાય અને શોધક થાય તો ઘન્યભાગ્ય ! પ્રત્યક્ષ પુરુષનું કહેલું અને જેણે જાણ્યો અને જેને મળ્યા તેનું કહેવું મને માન્ય છે, એ જ માન્યતા. મને તો કંઈ મળ્યા નથી અને ખબર નથી તેથી એની માન્યતાએ માન્ય; તે જ કર્તવ્ય છે અને તેથી કામ થઈ જાય. તે હિતકારી થશે. ભલે જાણતો હોય, ન જાણતો હોય પણ તેની માન્યતા કયાં છે? અને તેનું અંતઃકરણ પણ ક્યાં છે? એ જ એક ઘારણા સાચાની રહી, તો તે કામ કાઢી નાખે. આ ભવમાં પામવાનું આટલું છે. ઓળખાણ કરી લે; ઓળખ્યો તો જીત્યો. જેમ તેમ વાત નથી, મહા દુર્લભ છે. કરવું જોઈએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org