________________
૨૨૮
ઉપદેશામૃત પ્રભુશ્રી–જેમ છે તેમ સમજવું. ક્ષમાનું નામ મોટું આવ્યું. વસ્તુગતે વસ્તુ છે. બીજો બોલે ક્ષમા' તે ક્ષમા નહીં. શુભ, અશુભ અને શુદ્ધ-ભેદ પડ્યા છે ને ? માટે વાત બરોબર વિચારી લક્ષમાં લેવી પડશે.
૧. મુમુક્ષુ મૂળ વસ્તુના બળ વગર ક્ષમા થતી નથી. સમભાવને લઈને ક્ષમા વગેરે બઘા ગુણ કહ્યા.
પ્રભુશ્રી–સમભાવ આત્મામાં છે. શુભ અને શુદ્ધમાં આભજમીનનો ફેર પડ્યો! તે માન્યા વગર છૂટકો નથી તે તો ખરું ને?
૪. મુમુક્ષુ–મને બેસતું નથી. અને બેઠા વગર કેમ મનાય ? શાસ્ત્રની રીત પ્રમાણે બેસતું આવતું નથી.
પ્રભુશ્રી–વીતરાગે જે કહ્યું તે સત્ છે. મૂળ વસ્તુ, વાત શું આવી છે ? ઘર્મ-સંન્યાસ તે આત્મા છે. “ઘર્મ ક્ષમાદિક પણ મટે' કહ્યું તેથી ઘર્મ મટી ગયો ? નહીં. લાયોપથમિક ક્ષમાદિક ગુણધર્મ મટ્યા, કારણ હવે ધ્યાન માંડ્યું, તેમાં બીજાં ધ્યાન મૂકી દીઘાં, પણ શુક્લ ધ્યાન લીધું. બીજાં કાઢી નાખ્યાં. દશા વધી ગઈ એટલે બીજું થઈ ગયું. એટલે ધ્યાન બીજું છેવટનું જ થાય છે. ઘર્મસંન્યાસથી ક્ષાયિક ભાવે ક્ષમાઘર્મ તો પોતે આત્મા આવ્યો.
૨. મુમુક્ષુ-સિદ્ધભગવાનને જે ધ્યાન હોય તેમાં તો બીજું કોઈ ધ્યાન રહ્યું નહીં. ચારે ધ્યાન મટી ગયાં–આર્ત, રૌદ્ર, ધર્મ અને શુક્લ. પ્રભુશ્રી– “જ્યાં જ્યાં જે જે યોગ્ય છે, તહાં સમજવું તેમ;
ત્યાં ત્યાં તે તે આચરે, આત્માર્થી જન એહ.” મુદ્દાની રકમ શી છે તે જોવી પડશે. તેનું નામ દીધું તો કબૂલ કરવું પડશે. આ સાધુ થઈને બેઠા અને વહેવાર વહેવાર કરે છે. એક ગિરધરભાઈ હતા તે કહે, “શું આમ નહીં ? તેમ નહીં ? આમ હોય !” વાહ! તારું સમકિત! સાચું ભાઈ, પણ મનમાં કહ્યું, “વાહ ! મૂર્ખ, આ શું ? જે કરવાનું છે તે મૂકી દે છે ” વાત તો અપૂર્વ છે ! જીવને રુચિ કરવાની છે. સમજણમાં ફેર હોય તો પણ માન્યતા તો ઘણીની છે. તો તે માન્યતાએ માન. માન્યતા તો કામ કાઢી નાખે. “સદ્ધી પરમ .” કોઈ પૂછે, માથે ઘણી છે ? તો કહે, હા. તો ફિકર નહીં. માથે ઘણી તો રાખવો.
તા. ૧૪-૧-૩૬, સાંજના ઉપદેશછાયા'માંથી વાંચન : -
વેદાંત વિષે આ કાળમાં ચરમશરીરી કહ્યા છે. જિનના અભિપ્રાય પ્રમાણે પણ આ કાળમાં એકાવતારી જીવ થાય છે. આ કાંઈ થોડી વાત નથી; કેમકે આ પછી કાંઈ મોક્ષ થવાને વઘારે વાર નથી. સહેજ કાંઈ બાકી રહ્યું હોય, રહ્યું છે તે પછી સહેજમાં ચાલ્યું જાય છે. આવા પુરુષની દશા, વૃત્તિઓ કેવી હોય? અનાદિની ઘણી જ વૃત્તિઓ સમાઈ ગઈ હોય છે, અને એટલી બધી શાંતિ થઈ ગઈ હોય છે કે, રાગદ્વેષ બઘા નાશ પામવા યોગ્ય થયા છે, ઉપશાંત થયા છે.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org