________________
ઉપદેશસંગ્રહ-૧
૨૨૭
તા. ૧૪-૧-૩૬, સવારના ૧. મુમુક્ષ-ચોથી દ્રષ્ટિમાં એમ કહ્યું છે કે “ઘર્મ ક્ષમાદિક પણ મટેજી, પ્રગટ્ય ઘર્મસંન્યાસ અને આઠમી દ્રષ્ટિમાં એમ કહ્યું કે “ચંદનગંઘ સમાન ક્ષમા ઇહાં, વાસકને ન ગવેષેજી તો તે કેમ ? અને શું સમજવું ?
૨. મુમુક્ષુદશલક્ષણ યતિધર્મ અને ક્ષમા તે બેનાં લક્ષણ સમજાય તો પ્રશ્ન ન રહે. પ્રભુશ્રી–ત્રણ ગુતિ અને દશ યતિઘર્મ તે વસ્તુ ક્યાં હોય ?
૨. મુમુક્ષુ ક્રોઘ ન હોય તો ક્ષમા ગુણ પ્રગટ્યો. સમ્યગ્દર્શન જ્ઞાન અને ચારિત્ર આત્મામાં છે. પણ ક્ષમા તે આત્માનો મૂળ ગુણ નથી, તે અહીં કહેવું છે. ઘર્મસંન્યાસ તે યોગ છે. ઇચ્છાયોગ, શાસ્ત્રયોગ અને સામર્થ્યયોગ એમ ત્રણ યોગ છે. ઘર્મસંન્યાસ સામર્થ્યયોગમાં સમાય છે. સંપૂર્ણ ઘર્મસંન્યાસ તો સયોગી કેવળી સુધી છે. જેટલો આત્માનો ગુણ પ્રગટ્યો તેટલી ક્ષમા છે. પૂરી ક્ષમા નથી આવી. આત્માનો ગુણ તો જ્ઞાન-દર્શનચારિત્ર છે. અહીં ક્ષમા મૂળભૂત ગુણ નથી.
૩. મુમુક્ષુ આત્માનો ત્રણ પ્રકારે ઉપયોગ છે : શુભ, અશુભ અને શુદ્ધ. શુદ્ધમાં તો આત્મામાં રમણતા છે. મારે ક્રોધ ન કરવો, ક્ષમા રાખવી, આમ કરવું, તેમ કરવું તે તો શુભ થયો. ક્ષમા ઘર્મ છે તે તો મુનિનો ઘર્મ છે. શુદ્ધ ઉપયોગમાં તો આત્માની સ્થિરતા છે. મુનિને શુદ્ધ ભાવનો લક્ષ હોવાથી તે શુભ (ક્ષમા) પણ કાર્યકારી છે. સંસારમાં શુભ કહેવાય છે તે નહીં. શુદ્ધના લક્ષે શુભ કાર્યકારી છે. તેથી ઉપચારથી ખરો ક્ષમાઘર્મ ત્યાં નથી એમ કહ્યું. આત્માના બે પ્રકારના ગુણ છે : અનુજીવી અને પ્રતિજીવી. હવે સિદ્ધના આઠ ગુણ. તેમાંથી ચાર-અનંત જ્ઞાન, દર્શન, વીર્ય અને સુખ તે–અનુજીવી ગુણ થયા. બીજા ચાર–સૂક્ષ્મત્વ, અગુરુલઘુત્વ, અવ્યાબાઘતા, અવગાહના એ પ્રતિજીવી. એક વસ્તુમાંથી ડાઘ જતો રહ્યો તો તે ડાઘ હતો, પણ મૂળ વસ્તુના સ્વભાવમાં ડાઘ ન હતો. અહીંયાં બે અપેક્ષા લીધી : એક સ્વભાવની અને બીજી આવરણની.
૨. મુમુક્ષુ–કેવળીમાં સંજ્વલન કષાય નહીં તેથી ક્ષમા કહેવાણી, પણ આત્માનો ક્ષમા ગુણ નથી. પરિણામની વાત તો આત્મા જાણે અને ભોગવે. વાત તો ગુણની અને વ્યવહારધર્મની થાય છે.
પ્રભુશ્રી–વ્યવહાર, તે પણ લેવો પડશે.
૩. મુમુક્ષુ–ક્ષમાં બે પ્રકારની કહી : વ્યવહારધર્મ ક્ષમા અને આત્માના પરિણામરૂપ ક્ષમા. મોહનીયના ક્ષયથી જેટલા ગુણો પ્રગટે તે આત્માના સ્વભાવરૂપ જ છે. અહીં સ્વભાવની ક્ષમા કહેવી છે અને બીજી વ્યવહાર ક્ષમા.
પ્રભુશ્રી–મૂળ વસ્તુ તોડી ફોડીને જોવું છે. આ વાત બરોબર છે? એમ કેમ ન હોય? એ કેવી રીતે સમજવું ? શું કાઢી નાખવું ? (મુમુક્ષુને) કેમ, બેસે છે ?
૪. મુમુક્ષુ–મને બરાબર બેસતું નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org