________________
૨ ૨૬
ઉપદેશામૃત બોલી ગયા, પણ મર્મ સમજાય નહીં તો શું કામનું ? આવું બોલનાર અને કહેનાર કોણ છે ? આ તો રાંકના હાથમાં રત્ન આવ્યું. લૌકિકમાં ન કાઢો, અલૌકિક દ્રષ્ટિથી ગ્રહણ કરો.
ફેણાવમાં અમે ગયેલા. ત્યાં છોટાલાલભાઈ હતા, તેના ભાઈઓ વગેરે હતા. તેનો મેળાપ થયેલ. અંબાલાલભાઈ (ખંભાતના મુમુક્ષુ) છોટાલાલ પાસે અવારનવાર જતા, કૃપાળુદેવની વાતો કહેતા અને સમજાવતા, માનવાને કહેતા; પણ સમજાય નહીં અને માન્ય ન થાય. પછી અમારો મેળાપ થયો અને અમારા ઉપર વિશ્વાસ એટલે અમને પૂછ્યું : “અંબાલાલભાઈ કહે છે કે આ માનો અને જ્ઞાની પુરુષના વચન પર લક્ષ દો. તે કેમ હશે ?” પછી મેં કહ્યું કે ભાઈ, આપણે ભૂલ્યા છીએ. અમે તે વખતે સ્થાનકવાસી વેષમાં અને અમારા ઉપર વિશ્વાસ એટલે કહે, “એમ કેમ ? આપણે ભૂલ્યા એમ કેમ કહો છો ?” અમે કહ્યું, “ભાઈ, આ મારગ જુદો છે ! સાચો છે; આત્મજ્ઞાનીનો છે અને સમજવા જેવો છે. માટે તે કહે છે તે કરવા જેવું છે.” મારી ઉપર વિશ્વાસ એટલે માની ગયો. મેં તેને આ “અમૂલ્ય તત્ત્વવિચાર'ની પાંચ ગાથા મોઢે કરવાની કહી, અને તે તેણે કરી. લક્ષ લીઘો અને બોલ્યા કરે. દેહ છૂટી ગયો ત્યાં સુધી એ જ ભાવ રહ્યો. ગતિ સારી થઈ. બીજાં કર્મનો ભૂંસાડિયો થયો અને ગતિ સુધરી ગઈ. આવી વસ્તુ, તેની જીવને ગણતરી નહીં અને લક્ષ નહીં !
વાત કહેવાની મતલબ શું છે! એક શ્રદ્ધા. જીવને શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ કરવાનું આટલું : પ્રતીતિ, વિશ્વાસ અને શ્રદ્ધા. કોઈ સ્વરૂપને પામેલા પુરુષે કહેલું હોય તો તે ગળી જવું, ઉતારી દેવું રોમરોમમાં; આ મોક્ષનો રસ્તો છે. મારી તો સમજ આ છે અને તે કહી બતાવી.
આવું છે ! માટે લક્ષમાં રાખજો. આ ટાણે તો કૃપાળુદેવે ઠામઠામ રત્ન પાથરી દીધાં છે માટે શું કહું ? આટલામાં આનંદ કરીએ છીએ. અમને કહેલું કૃપાનાથે કે તમારે ક્યાંય પૂછવા જવાનું નથી. માટે કંઈ વિચાર કે ફિકર કરવા જેવું નથી રહ્યું. ફિકરકા તો ફાકા ભર્યા. મને કહેલું કે “હવે છે શું ?” કારણ, ઓળખાણ પાડી દીધી અને સ્મૃતિ આપી દીઘી, બતાવી દીધું
થિંગ ઘણી માથે કિયા રે, કુણ ગંજે નર એટ; વિમલ જિન દીઠાં લોયણ આજ.” અભિમન્યુ કુમારને ભીમસેને મોકલ્યો કે તું જા કોઠા જીતવા, હું પણ આ આવ્યો. અભિમન્યુ બઘા કોઠા જીત્યો, પણ છાણ-માટીનો કોઠો હતો ત્યાં મૂંઝાણો અને ભીમસેનને બોલાવ્યો પણ તેને આવતાં વાર થઈ. અભિમન્યુ આવો બળવાન તેને છાણમાટીના કોઠામાંથી નીકળવું તેમાં શું ? પણ નીકળાણું નહીં. નીકળવાની ખબર ન હોવાથી મૂંઝાણો કે કેમ જીતવો અને તેથી નીકળણું નહીં. તેમ કંઈક સાચી સમજ જોઈએ છે અને કંઈક જોઈએ. વાણિયાઓ માટે કહેવાય છે કે “પાનું ફરે ને સોનું ઝરે.” શોધ્યું, પાનાં ફેરવ્યાં અને ખાતાં તપાસ્યાં તો કંઈક મળ્યું, હાથ આવ્યું; પણ જો ચોપડા મૂકી રાખે અને તપાસે નહીં તો કંઈ હાથ આવે ? ન આવે. તેમ આ જીવને વિચાર કરવાનો છે અને તેથી બેઠો થઈ જા. આટલો અવસર નીકળી ગયો તો થઈ રહ્યું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org