________________
ઉપદેશસંગ્રહ-૧
૧. મુમુક્ષુ- “રે આત્મ તારો, આત્મ તારો, શીઘ્ર એને ઓળખો; સર્વાત્મમાં સમવૃષ્ટિ દ્યો, આ વચનને હ્રદયે લખો.''
તેને જ ઓળખવાનો છે.
પ્રભુશ્રી—આ વાત તો ખરી ને ?
૨. મુમુક્ષુવાત તો ખરી છે; પણ પ્રથમ તો સત્પુરુષને શોધવા પડશે. તે સિવાય બનતું નથી. ૧. મુમુક્ષુ ઉપરની ગાથામાં તે બધો ખુલાસો કર્યો છે.
“હું કોણ છું ? ક્યાંથી થયો ? શું સ્વરૂપ છે મારું ખરું ? કોના સંબંધે વળગણા છે ? રાખું કે એ પરહરું ? એના વિચાર વિવેકપૂર્વક શાંતભાવે જો કર્યાં; તો સર્વ આત્મિક જ્ઞાનનાં સિદ્ધાંતતત્ત્વ અનુભવ્યાં. તે પ્રાપ્ત કરવા વચન કોનું સત્ય કેવળ માનવું ? નિર્દોષ નરનું કથન માનો ‘તેહ' જેણે અનુભવ્યું.' તે વચન માનો. શું માનવું ? તો કહે,
“રે! આત્મ તારો, આત્મ તારો, શીઘ્ર એને ઓળખો; શી રીતે ઓળખવું ?
સર્વાત્મમાં સમદ્રષ્ટિ દ્યો, આ વચનને હૃદયે લખો.''
૩. મુમુક્ષુ—પહેલાં ‘નમુન્થુળ' ના પાઠમાં ‘નીવવયાળ' એમ બોલતા હતા; પણ જીવનો દાતા હવે મળ્યો ત્યારે સમજાય છે. શરૂઆત તો દાતાથી થઈ.
પ્રભુશ્રી—આ ‘બહુ પુણ્યકેરા'નું પદ શું આશ્ચર્યકારક વાત નથી ? એની સમજણ જુઓ ! એનો ઉલ્લાસ જુઓ ! એની વાતુ જુઓ ! કેવો મર્મ ! શું સમજવા જેવું નહીં ? ત્યાં નિર્જરા કીધી. આ જીવને તે કરવાલાયક છે. વસ્તુનું માહાત્મ્ય નથી જાણ્યું. દરેક વચન એકે એક માહાત્મ્યવાળું છે. આ ‘અમૂલ્ય તત્ત્વવિચાર'ની પાંચ ગાથાનું માહાત્મ્ય મર્મવાળું છે. પહેલાં અમે બધા બોલતા અને લોકો વાહ વાહ કરે; પણ કાંઈ નહીં ‘તુંબડીમાં કાંકરા' જેવું. ન લેવા, ન દેવા અને ઊલટા ક્યાં જવાય ? તો કે માનમાં. દેવકરણજી જેવાને માન પોષાય કે મારો કંઠ કેવો સારો છે, મારા જેવું કોણ બોલી ને ગાઈ શકે અને તેથી બધું કેવું શોભે છે ? લો, આ બગડ્યું અને બીજું જ માંહી ઘાલ્યું. જે સમજવું છે તે ન સમજાણું. ઘણી વખત બોલવું થાય પણ કંઈ નહીં.
પછી જ્યારે કૃપાળુદેવ મળ્યા અને કહે કે આનો મર્મ શું છે તે વિચારો. પછી સમજાણું. એમના કહેવાથી તે મીઠું સાકર જેવું લાગ્યું. કહેનાર કોણ છે ? સમજાવનાર કોણ છે ? અને શું છે ? તેની ખબર નથી. જેમ ઊંડાણમાંથી ગ્રહણ કર્યું હોય એવું કહેનાર ના મળે. પાંચ ગાથાનો અર્થ અને તેમાં કીધેલો બધો સમાસ, વિસ્તાર જેવો તેવો નથી, ભારે છે હોં !
15
૨૨૫
Jain Education International
“મારગ સાચા મિલ ગયા, છૂટ ગયે સંદેહ; હોતા સો તો જલ ગયા, ભિન્ન કિયા નિજ દેહ.’
For Private & Personal Use Only
www.jainelibrary.org