________________
૨૨૪
ઉપદેશામૃત પછી આવે ને કહે, હું તો મારી બચકી ભૂલી ગયો. તે લેવા જાય તો રહે. તેમ અહીં બરોબર તૈયાર થઈને આવે તો થયું, નહીં તો પછી રામ રામ ! તેવું છે; વિચારવા જેવું છે. વાંચી જાય તેમ નહીં; વિચારશે તો માંહી માગ આપશે. કૃપાળુદેવ કહેતા કે વિચારો; પણ બીજું કંઈ કહે નહીં. માટે એ તો એ જ.
૧. મુમુક્ષુ–એમાં જ માહાભ્ય છે ! પ્રભુશ્રી–ભૂતભાઈ જાણે ! કોણ માને ? પણ જ્ઞાનીની ગતિ તો જ્ઞાની જ જાણે.
તા.૧૩-૧-૩૬, સાંજના
પત્રાંક ૮૧૯ નું વાંચન :
“ખેદ નહીં કરતાં શૂરવીરપણું ગ્રહીને જ્ઞાનીને માર્ગે ચાલતાં મોક્ષપાટણ સુલભ જ છે.”
૧. મુમુક્ષુ –આ જીવને આર્ત-રીદ્ર ધ્યાન વર્તે છે તે ખેદ છે. સંસારના અનેક કારણોને લઈને ખેદ થઈ જાય છે, તે આર્તધ્યાન છે. ત્યાંથી જ્ઞાની બચાવે છે.
પ્રભુશ્રી–વેદનીનું દુઃખ કંઈ ઓછું છે ? તે દુઃખ કોઈ વૈદ પણ મટાડવાને સમર્થ નથી. ૧. મુમુક્ષુ–તે તો કર્મનો રોગ ! જ્ઞાની મોટા વૈદ છે, તે જ મટાડશે.
પ્રભુશ્રી–ખામી છે સમજવાની, પકડવાની. કોઈ દ્રષ્ટિ પડી તો પછી પકડવા જેવી છે, મૂકવા જેવી નથી. દુઃખ, વ્યાધિ વગેરે દેહમાં થાય છે. ઘણા પ્રકારના રોગ થાય છે તે કોઈ મટાડવા સમર્થ નથી. કહો, મટાડશે ?
૨. મુમુક્ષુ-જ્ઞાની કર્મરોગ મટાડશે. રોગ બે પ્રકારના : દ્રવ્યરોગ અને ભાવરોગ. દ્રવ્યરોગ શરીરને થાય; ભાવરોગ મનનો છે, તે ઠેઠ સુધી છે. તે ગયા વગર દ્રવ્યરોગની શક્તિ ઘટતી નથી અને તે ગયા પછી દ્રવ્યરોગની શક્તિ ટકતી નથી. ભાવરોગ મટાડનાર જ્ઞાની છે; માટે આપ જ તે મટાડી શકો, બીજા નહીં.
પ્રભુશ્રી–તાવ આવે, માથું દુઃખે, ચૂંક આવે, પીડા થાય, ઊંઘ ન આવે તેવું શરીરના સંબંધે થાય છે. પછી તે ભાવ જો મટી ગયો તો બધું મટી ગયું. તે કોઈ કહેનાર છે ? કહેનાર કોઈ ન મળે. જાણવાવાળો કહે. જાણવાવાળો હોય અને ભાન ન હોય તો ન કહી શકે. તેને કોણ કહે ? એક જ્ઞાની; તેનાથી કંઈ છાનું નથી. તે ક્યાં છે ? કહો.
૩. મુમુક્ષુ-જ્યાં જ્ઞાન છે ત્યાં જ્ઞાની છે. પ્રભુશ્રી–જ્ઞાની વેદે જ્ઞાનમાં. જ્ઞાન ક્યાં છે ? શાનીમાં.
“મા વિટ્ટદ, મા સંપૂદ, મા વિંદ જિં વિ, ને તો થિરો |
अप्पा अप्पम्मि रओ इणमेव परं हवे झाणं ॥" ત્યાં છે; કોઈ ઠેકાણું, બીજું નથી. આ જીવ માત્રને શું શોઘવાનું? તે વિચારો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org