________________
ઉપદેશસંગ્રહ-૧
૨૨૩ પ્રભુશ્રી—કૃપાળુદેવને અમે વાત પૂછેલી તો કહે, “હવે શું છે ?” થપ્પડ મારી. હું તો શાંત થઈ ગયો કે વાહ ! પ્રભુ વાહ ! બહુ આનંદ થયો. આ જીવ બધું સાંભળેલું, વાંચેલું ભૂલી જાય છે પણ તે તો બધું આવરણ. જ્ઞાન છે તે તો આત્મા છે, તે ભુલાય નહીં. બાકી બીજું બધું મૂકવાનું છે. આ બધા બેઠા છે તેને કહીએ કે આત્મા મૂકીને આવો તો મુકાશે ? નહીં મુકાય. બીજાં બઘાં આવરણનાં તાળાં છે. અને જો કૂંચી હાથ આવી તો તાળાં ઊઘડશે. વહેવારમાં મોટા માણસ શેઠિયાની ઓળખાણ હોય તો અડચણ ન પડે. તેમ ઘણી સાચો કરવાનો છે.
૧. મુમુક્ષુ–અમારો ઘણી મોટો છે. પ્રભુશ્રી“ધિંગ ઘણી માથે કિયા રે, કુણ ગંજે નર પેટ ? વિમલ'
આ વાત કોણ ગણે છે ? મર્મ ન સમજે ત્યાં તુંબડીમાં કાંકરા, આ તો પાતાળનું પાણી; તે નીકળે તો થઈ રહ્યું. કર્તવ્ય તો છે. આવો અવસર ક્યાં મળશે ? “આજનો લહાવો લીજિયે રે કાલ કોણે દીઠી છે ?” ગાંડી ગાંડી વાતો છે અને કહેશે કે એમાં શું ? પણ એમ નથી કરવાનું. વાત ખરેખરી છે, રામનું બાણ પાછું ન ફરે તેમ. આમ કે આમ કશું જોવાનું નથી અને ગભરાવા જેવું નથી. જગતમાં મોતથી ભૂંડું કંઈ છે ? પણ તેને તો મહોત્સવ માન્યો ! કેટલું ફરી ગયું ? તમે ગમે ત્યાં જાઓ પણ આત્મા હોય તો શું લેવું છે ? શહેરમાં જોવા જાય તો આ લેશે તે લેશે; પણ અહીં તો આત્મા. તે હોય તો બીજાની શી જરૂર છે ? “જ્યાં લગી આતમા તત્ત્વ ચિન્યો નહીં, ત્યાં લગી સાધના સર્વ જૂઠી” (મુનિ માનસાગરજીને) કેમ મુનિ, કેમ વાત થાય છે ? ઠીક છે ને ? કંઈ બીજું હોય તો કહેજો.
માન–ઠીક છે, બરોબર છે. પ્રભુશ્રી- “જિહાં લગે આતમ દ્રવ્યનું લક્ષણ નવિ જાણ્યું,
તિહાં લગે ગુણઠાણું ભલું કેમ આવે તાણ્યું?' યોગદૃષ્ટિ બઘા બોલતા હોય; પણ બોલવા બોલવામાં ય ફેર છે. તેમાં મેળવણ જોઈએ. કોઈ ચીજમાં એવું મેળવણ નાખે છે કે જેથી બળ-વીર્ય બધું વધે. તેમ તેવી વસ્તુ છે. શી વસ્તુ છે ? કોનાં ગાણાં ગાવાં છે ? મોટા પુરુષે તો વાત કરી દેખાડી; પણ તેમાં ભાવના અને માનવું કે તમારું કામ છે. તો કે વાત સમજ્ય છૂટકો. બીજું સમજ્યો તે નહીં. અહીં બીજું જુદું સમજવું છે. સદ્ગુરુની આજ્ઞા અને જિનદશા. તમારી વારે વાર. એ સાચું છે. વચન પાછું ન ફરે. કેવળજ્ઞાન થયું તેણે જાણ્યું. તેમ આ વચન છે.
૧. મુમુક્ષ“તમારી વારે વાર' તે તો ખરું; પણ અમારે શી રીતે તૈયાર થવું ? પ્રભુશ્રી–કારભારી ખરો ને ? કેવી વાત કાઢે છે ? ૧. મુમુક્ષુ–અમારી ગુંજાશ નથી. કૃપાળુદેવ જ તૈયાર કરે છે પણ અમારે શું કરવું ?
પ્રભુશ્રી આ પ્રશ્નનો ઉત્તર સુગમ છે–વાત માન્યાની છે. એની વારે વાર છે. તૈયાર થવું જોઈએ ને ? વહેવારમાં જેમ કોઈને કહ્યું હોય કે જવાનું છે માટે તૈયાર થઈને આવજે; અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org