________________
૨ ૨૨
ઉપદેશામૃત પ્રભુશ્રી—કંઈ સમાધિની વાત જેવી તેવી છે ? પણ લૌકિકમાં કાઢી નાખ્યું. અજબગજબ વાત છે ! આ તો સંસારનું માહાભ્ય જાણ્યું છે. તે તો બધું આવરણ છે. તે આડું આવ્યું છે. તે બઘાથી મુક્ત એક ચૈતન્ય, આત્મા ! ભારે વાત કરી છે.
૧. મુમુક્ષુએ આઠમી દ્રષ્ટિવાળાની તો વાત જ જુદી હોય, અને પરિણામની ગતિ જ જુદી હોય ! આ દૃષ્ટિની વાત તો અમારાથી થાય તેવી નથી. તે તો અનુભવી જ જાણે.
૨. મુમુક્ષુ-અનંતા કાળથી અનંતા જીવો મોહમાં પરિભ્રમણ કરે છે, તે જેને ખસેડી શક્યા નથી તેને અહીં ક્ષીણ કરી નાખ્યો.
પ્રભુશ્રી–“વાત છે માન્યાની'. સને માનવું. અને એને માન્યો તો કંઈક ફરે છે અને થાય છે.
૨. મુમુક્ષુ–આઠ કર્મમાં મોહનીય કર્મ બળવાન છે, તે કર્મપુદ્ગલ ગ્રહણ કરીને આઠેયને વહેંચી આપે છે. તે જ બંધ કરે છે અને કર્મ બંધાવે છે. બીજામાં તેવું બળ નથી. મોહનીય કર્મના બે ભેદ છે. : દર્શન મોહનીય અને ચારિત્ર મોહનીય. ત્યાં વિપરીત માન્યતા થાય છે તે દર્શનમોહ. તે માન્યતા પુરુષના સંગે ફરે તો બધું ફરી જાય છે.
૧. મુમુક્ષુ યથાર્થ માન્યતા થાય ત્યાં સમકિત છે. અને તે આવ્યું તો પછી કેવળને આવવું પડે. સત્પરુષના જોગે વસ્તુને વસ્તુસ્વરૂપ માને તો થયું.
પ્રભુશ્રી–જુઓને, આ બધે શરીરે વા છે અને દુઃખે છે. તે જાણ્યું. આ બઘી જરા અવસ્થાની વાત દેખાય છે. આ વાતોમાં જડ કંઈ સાંભળશે ? એ તો એ જ. શું એને માન્ય ન કરવો ? આટલું કરવાનું કામ તે નથી કર્યું. સર્વ જ્ઞાનીઓ થઈ ગયા. તેમણે આ કર્યું. ઓળખાણ કરવાની અને માનવાનું. વહેવારમાં પણ કહેવાય છે કે આટલું માનને, ભાઈ, તો સારું થશે. તો કહે, બહુ સારું, માનીશ. તેમ આ પણ માન્ય કરવાનું છે. “વાત છે માન્યાની.” તેમાં ઊંડું રહસ્ય છે. મનુષ્યભવનું રહસ્ય ન જાણ્યું તો પશુવત્ છે. ભગવાનને પૂછ્યું કે હું ભવી છું કે અભવી ? તો કે ભવી. તમે બોલ્યા કેમ ? થઈ રહ્યું. તે તો ભવી જ હોય. આ કેટલી સામગ્રી છે ? જનાવર કંઈ સાંભળશે ? કોની બઘી સત્તા ? એ તો એની જ. બોલો : ચંદ્ર ભૂમિને પ્રકાશે છે...”
૧. મુમુક્ષુ–“ચંદ્ર ભૂમિને પ્રકાશે છે, તેના કિરણની કાંતિના પ્રભાવથી સમસ્ત ભૂમિ શ્વેત થઈ જાય છે, પણ કંઈ ચંદ્ર ભૂમિરૂપ કોઈ કાળે તેમ થતો નથી, એમ સમસ્ત વિશ્વને પ્રકાશક એવો આ આત્મા તે ક્યારે પણ વિશ્વરૂપ થતો નથી, સદા સર્વદા ચેતન્ય સ્વરૂપ જ રહે છે. વિશ્વમાં જીવ અભેદતા માને છે એ જ ભ્રાંતિ છે.”
પ્રભુશ્રી-કેવી વાત આ કરી કે ઠરીને હિમ થઈ જાય ! કોઈ પાસે આ સામગ્રી છે ? પદાર્થ માત્ર જડ અને તેના વળી અસંખ્યાતા ભેદ કહ્યા, પણ તે જડના જ. લૌકિક દ્રષ્ટિથી માન્ય કરે છે પણ અલૌકિક દ્રષ્ટિથી જોયું નથી. અહીં માર્ગ મૂક્યો તે ખબર પડે છે ? સરળતા. તે હોય તો ત્યાં મોક્ષ આવે; આવો માર્ગ છે. કામ થઈ જશે ! વાર કેટલી ? તો કે તારી વારે વાર.
૧. મુમુક્ષુ અમારે શી રીતે તૈયાર થવું ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org