________________
ઉપદેશસંગ્રહ-૧
૨૨૧
છે ત્યાંથી મુકાવું કર. તારો તો આત્મા. તે તો જ્ઞાન-દર્શન-ચારિત્રમય છે. તેની ભાવના કર. ભગવાને કહ્યું કે જ્યાં સુધી શાતા છે, દુઃખ-વ્યાધિ-વેદની નથી અને સુખ છે ત્યાં સુધી ધર્મ કરી લે; પછી નહીં બને. હાથમાંથી બાજી ગઈ તો નહીં બને. જ્યાં સુઘી મનુષ્યભવ અને શાતા છે, ત્યાં સુધી કરી લે. બધું ચિત્રવિચિત્ર છે. વેદની થાય, દુ:ખ-વ્યાધિ થયા કરે. માટે આ મનુષ્યભવ પામી કોઈ આત્મા સંબંઘી વાત સાંભળ, કાન ઘર; બીજી વાતો ઘણી થઈ છે, પણ આત્મા સંબંધી નથી થઈ તે કર. મોટા પુરુષે આ ઉપાય બતાવ્યો તે અમૃત જેવો છે. ‘મારું મારું' કર્યે પોતાનું થવાનું નથી. યથાતથ્ય એક જ વાત માનવાની છે. માને તો કામ થાય. કોઈ મારુંતારું, સારું નબળું, વાદવિવાદ તે કંઈ નહીં. ભાવ ચોખ્ખો કર. બીજા ભાવ ન લાવ. ‘વાની મારી કોયલ.’ ‘પંખીના મેળા,' આમ જતો રહેશે, વાર નહીં લાગે. માટે અવસર ગયો હાથ નહીં આવે. કર્તવ્ય આટલું છે.
હવે અવસ્થા થઈ, ૮૨-૮૩ વર્ષ થયાં. શરીરના સાંધા દુઃખે, સંભળાય નહીં, વેદના ખમાય નહીં, માંડ માંડ આટલે સુધી અવાય છે. જ્યાં સુધી ચાલે ત્યાં સુધી ચલાવીએ, દહાડા પૂરા કરવા છે. વાત કરવી છે સમભાવની ! ત્યાં રાગ-દ્વેષ ન આવે. જગત સામે દૃષ્ટિ નથી મેલવી. તે જોયે પાર નથી આવવાનો. સંકલ્પવિકલ્પ ત્યાં દુ:ખ છે, તેથી બંધાય છે.
મુમુક્ષુ
“ઊપજે મોહવિકલ્પથી, સમસ્ત આ સંસાર;
અંતર્મુખ અવલોકતાં, વિલય થતાં નહિ વાર.’’
પ્રભુશ્રી—આના ખપી થવું, એ જ જોવું. આત્મા ન હોય તો મડદું. જે જાણે છે એનો ઉપયોગ, વિચાર હોય તો ભાવના થઈ. જેવા ભાવ તેવા પ્રભુ ફળે. કંઈ નથી. સૌને ખમાવીએ. કોઈનો દોષ જોઈશ નહીં. બધાય રૂડા. પોતાને શું કરવું ? આત્મભાવ.
‘મા વિક્રૃત્ત, મા નંબē, મા ચિંતનૢ િવિ, ખેળ હોર્ થિરો ।
अप्पा अप्पम्मि रओ इणमेव परं हवे झाणं ॥ " આત્મભાવમાં રહ્યો તો તે જ કર્તવ્ય છે અને કામનું છે.
તા. ૧૩-૧-૩૬, સવારના
આઠમી દૃષ્ટિ વિષે ચર્ચા.
૧. મુમુક્ષુ આ દૃષ્ટિમાં બોધ અને ઘ્યાન અગ્નિ જેવાં હોય. પોતાનાં કર્મ તો બાળી નાંખે, પણ સમસ્ત જગતનાં કર્મ તેમાં હોમવામાં આવે તો પણ બાળીને ભસ્મ કરી નાખે એવું નિર્મળ અને બળવાન ઘ્યાન હોય છે; જો કે તેમ બનતું નથી, કોઈ કોઈનાં કર્મ લેતું દેતું નથી, એ તો સૌ સૌનાં પોતે જ ભોગવે છે. અહીં તો પોતાનાં કર્મ બાળીને કેવળજ્ઞાન થાય છે.
૧. હે વિવેકી જનો ! કાયાથી કંઈ પણ ચેષ્ટા ન કરો, વચનથી કંઈ પણ ઉચ્ચાર ન કરો, મનથી કંઈ પણ ચિંતવન ન કરો, જેથી ત્રણે યોગ સ્થિર થાય. આત્મા આત્મસ્વરૂપને વિષે સ્થિર થાય, રમણતા કરે તે જ નિશ્ચયથી પરમ ઉત્કૃષ્ટ ધ્યાન છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org