________________
૨૨૦
ઉપદેશામૃત
છે તેમ છે. જ્ઞાનીએ જાણ્યો. બાકી બધાં સૌ સાધન સંસારમાં બંધનરૂપ છે. તેથી છૂટવાને જ્ઞાનીની દૃષ્ટિએ આત્મસ્વભાવ, આત્માનો વિચાર કરવો. આ બધા બેઠા છે. સૌના ભાવ અને ઉપયોગ છે. પરભાવમાં વર્ષે બંધન થાય. સ્વભાવ છે તે આત્મા છે તે ઉપયોગે પુણ્ય બંઘાય તથા નિર્જરા થાય. તેમાં લૂંટટ્યૂટ લેવાનું છે. સારો, નબળો, વાણિયો, બ્રાહ્મણ, પાટીદાર, બાઈ, ભાઈ તે જોવાનું નથી; બધા આત્મા. હવે તો અહીંથી છૂટવું. સંબંઘ અને સંજોગ છે. તે આત્મા નો'ય. આત્માને પરભાવથી મુકાવવો. તે કેમ થાય ? પ્રતિબંધ જેમ બને તેમ ઓછો કરવો. બધા સાથે ચાર ભાવનાએ વર્તવું—મૈત્રી, પ્રમોદ, કારુણ્ય અને માધ્યસ્થભાવના. જીવ સજ્ઝાયમાં, જ્ઞાન-ધ્યાનમાં, ધર્મધ્યાન, ચર્ચા, વાંચવા વિચારવામાં રહે તે ઉત્તમ છે. સૌથી શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ આ કાળને વિષે સત્સંગ છે. ત્યાં ધર્મની વાત હોય. બીજી કથા-વાર્તા કરે ત્યાં પાપ છે. સત્સંગમાં આત્માની વાત છે અને ત્યાં ઉપયોગ જાય છે. તે કર્તવ્ય છે. સત્પુરુષ કહે છે કે ગુણગ્રામ તો જ્ઞાનીના, વીતરાગ માર્ગના કર્તવ્ય છે. બીજી ચાર કથા–સ્રીકથા, ભોજનકથા, રાજકથા, દેશકથા; તેથી તો બંધન છે. આત્મધર્મની વાત, જ્ઞાન, ઘ્યાન, વૈરાગ્યની વાતો પોતાને હિતકારી છે અને પુણ્ય બંધાય છે.
“તે શ્રીમત્ અનંત ચતુષ્ટયસ્થિત ભગવતનો અને તે જયવંત ઘર્મનો આશ્રય સદૈવ કર્તવ્ય છે.”
જુઓ, બીજી વાત ન આવી. આ માયાના સ્વરૂપથી બંધન થાય છે. માટે ચેતવાનું છે. ક્ષણ લાખેણી જાય છે. મનુષ્યભવ દુર્લભ છે. લીઘો કે લેશે થઈ રહ્યું છે. વેદની અને અશાતા આવી તો કંઈ નહીં થાય. જાણે છે જીવ. માટે ઓળખાણ કરી લે. ઓળખ્યું છૂટકો.
“જેને બીજું કંઈ સામર્થ્ય નથી એવા અબુધ અને અશક્ત મનુષ્યો પણ તે આશ્રયના બળથી પરમ સુખહેતુ એવાં અદ્ભુત ફળને પામ્યા છે, પામે છે અને પામશે. માટે નિશ્ચય અને આશ્રય જ કર્તવ્ય છે, અધીરજથી ખેદ કર્તવ્ય નથી.’
આવા ભગવાનના ગુણગ્રામ કરવાથી, ભક્તિભાવનાથી આવા પણ સમ્યક્ત્વ પામે અને ક્રમે કરીને મુક્ત થાય. બીજી વાતો જવા દે; તે કાંઠાથી પાર ન આવે. આખો લોક ત્રિવિધ તાપથી બળી રહ્યો છે. કોઈ પુન્યાઈથી મનુષ્યભવ પામ્યા છો તો સાંભળો છો. ઢોરથી તે નહીં બને, માટે આ ભવમાં જેમ બને તેમ કરી લેવું. ‘લીધો તે લહાવ.’ ‘આજનો લહાવો લીજિયે રે, કાલ કોણે દીઠી છે ?'' ‘સમય ગોયમ મા પમાણુ.' એક આ જ શરણું, ભાવના આત્મભાવની કરી તો કેવળજ્ઞાન પમાડે. પ્રમાદ છોડીને હવે લક્ષ લેવા ભૂલવું નહીં. પ્રારબ્ધ આડું આવે—ખાવું પીવું, બોલવું ચાલવું, વગેરે તે તો બધાં આઠ કર્મ છે, તેને આત્મા ન જાણ. તેથી છૂટવાની ભાવના કરે તો બંધનથી મુકાવું થાય. ‘દેહ છૂટી જશે,’ ‘હું મરી જઈશ' એમ ભય રાખે છે; પણ અનંતી વાર દેહ છોડ્યો છતાં જન્મ-મરણથી છૂટ્યો નથી. તે શાથી છૂટે ? તો કે સમિતથી. આ પહેલું પામ્યો તો ગતિ સારી થઈ; પછી નરક-તિર્યંચમાં જવું ન થાય, જેવી તેવી કમાણી નથી. માટે ગફલતમાં ન રહે. ‘મારું મારું' કરીને મરી રહ્યો છે. ગુરુચેલા, હાટ હવેલી, પૈસો ટકો, છોકરાં છૈયાં તે તારું નથી; બધું મૂકવાનું છે. માટે ‘મારું, મારું' કરે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org