________________
ઉપદેશસંગ્રહ-૧
૨૧૯
કહે છે કે આ ભવમાં જો આત્મભાવમાં રહે તો ઘણાં કર્મ ખપી જાય છે. આ જીવ માત્રને બધાં બંધન કર્મનાં છે. જેટલું મુકાય તેટલું શ્રેષ્ઠ, તે કર્તવ્ય છે. સારા-નબળાનું તો ફળ છે; પણ બંધનથી મુક્ત થવાય એવું સર્વ કરવું, બીજા ભવ ઊભા થાય તેવું ન કરવું. સમાઘિ પામતો હોય, બંધન રહિત થતો હોય તે કરવું. આપણે બેઠા છીએ છૂટવાને માટે, માટે બંધન થાય તેવું ન કરવું. જગત તો એમ કહે કે આ રૂડા છે, આ ભૂંડા છે. તે તરફ કંઈ જોવું નહીં. રૂડા-ભૂંડા કહેવાથી કંઈ તેમ થતું નથી, પણ પોતાના ભાવનું ફળ છે. બધા બેઠા છે તે સૌ આત્મા છે. તેની પાસે સંકલ્પ-વિકલ્પ તો હોય. કોઈ તો ધ્યાન, વૈરાગ્ય, નિવૃત્તિ વગેરેમાં હોય અને કોઈ વિકારમાં હોય. સારા-નબળા કહેવાયાનું ફળ નથી, પણ પોતાના ભાવનું ફળ છે. બીજાના કહેવાથી કંઈ થતું નથી, પોતે કંઈ કરે તો થાય છે. તમે કલ્પના કરશો નહીં. મર ! સારો કહે, નબળો કહે, તેની તમારે જરૂર નથી. આપણે તો આત્માનું, જ્ઞાન-દર્શન-ચારિત્રનું કામ છે. શુભ-અશુભ ભાવ થાય છે તેમ શુદ્ધ ભાવ પણ થાય છે. માટે પોતાના ભાવને વિચારશો. પોતાના ભાવનું ફળ છે.
મુમુક્ષુ—આ જગત સ્વાર્થમય છે. જો જગતની ઇચ્છા પ્રમાણે જીવ વર્તે તો તેને માન આપી હાથી ઉપર બેસાડી દે અને જો તેથી વિરુદ્ધ વર્તે અને તેમનો સ્વાર્થ ન સધાય તો ગધેડા ઉપર બેસાડી દે. માટે જગતની ચિંતા શ્રેષ્ઠ પુરુષો કરતા નથી.
પ્રભુશ્રી—જેણે જેવું કર્યું તેવું થયું. જે દિશા ભણી જોયું તે દિશા દેખાણી. માટે કરે તેનું ફળ છે. ભગવાનનું વચન છે કે જે કરે તે ભોગવે, બીજો ન ભોગવે બાપ કરે તો બાપ ભોગવે, દીકરો કરે તો દીકરો ભોગવે, બીજો ન ભોગવે. બધાય બાંધીને આવ્યા છે તે ભોગવે છે. પોતાનું કરવું છે. કોઈ ગમે તેમ બોલે, તેનો હરખ-શોક ન કરવો. ભલે ! પારસનાથ કહો, રીખવદેવ કહો, શાંતિનાથ કહો, તે તો નામ પાડ્યું; પણ બધા આત્મા. એનું કર્યું એને ફળ, આપણું કર્યું આપણને ફળ. એ તો કરે એ ભોગવે તે પોતાના હાથમાં છે. વીતરાગ માર્ગ અપૂર્વ છે. કરશે તે પામશે. કોઈને કહેવા જેવું નથી. સૌને ચેતવા જેવું છે અને ચેતવું. સમજીને શમાવું. સમજવાનો લક્ષ લેવો.
તા. ૧૨-૧-૩૬, સાંજના
પત્રાંક ૮૪૩ નું વાંચન ઃ—
“શ્રીમદ્ વીતરાગ ભગવતોએ નિશ્ચિતાર્થ કરેલો એવો અચિંત્ય ચિંતામણિસ્વરૂપ, પરમ હિતકારી, પરમ અદ્ભુત, સર્વ દુઃખનો નિઃસંશય આત્યંતિક ક્ષય કરનાર, પરમ અમૃતસ્વરૂપ એવો સર્વોત્કૃષ્ટ શાશ્વત ધર્મ જયવંત વર્તો, ત્રિકાળ જયવંત વર્તો.
""
અલૌકિક વાણી છે, લૌકિક નથી. વીતરાગ માર્ગનું માહાત્મ્ય જીવે લૌકિકમાં કાઢી નાખ્યું. ભવી જીવે માહાત્મ્ય કરી ઘારવું. ગણતરી સમકિતની છે. મિથ્યાત્વ છે ત્યાં સુધી જીવને અજ્ઞાન છે. આત્મજ્ઞાનીએ જાણ્યો છે આત્મા. બીજું કોઈ ઠેકાણું સારું નથી. આ અવસ્થા થઈ ગઈ છે. દુ:ખ અને વેદની બધી. બીજો તેમાં પરિણમી જાય. એને દુ:ખ છે ? વેદની છે ? જેમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org