________________
[૧૯] પત્રસમાચારનો નિષેધ હોય એમ જિનાગમથી બને કે કેમ? તે હવે વિચારવા યોગ્ય છે.
એ પ્રકારે વિચારવાથી જિનાગમમાં જ્ઞાન, દર્શન, સંયમના સંરક્ષણાર્થે પત્રસમાચારાદિ વ્યવહાર પણ સ્વીકારવાનો સમાવેશ થાય છે; તથાપિ તે કોઈક કાળ અર્થ, કોઈ મોટા પ્રયોજન, મહાત્મા પુરુષોની આજ્ઞાથી કે કેવળ જીવના કલ્યાણના જ કારણમાં તેનો ઉપયોગ કોઈક પાત્રને અર્થ છે, એમ સમજવા યોગ્ય છે. નિત્ય-પ્રતિ અને સાઘારણ પ્રસંગમાં પત્રસમાચારાદિ વ્યવહાર ઘટે નહીં, જ્ઞાની પુરુષ પ્રત્યે તેની આજ્ઞાએ નિત્યપ્રતિ પત્રાદિ વ્યવહાર ઘટે છે....
...તમને સર્વ પચખાણ હોય તો પછી પત્ર ન લખવાનાં જે પચખાણ સાધુએ આપ્યાં છે તે અપાય નહીં. તથાપિ આપ્યાં તોપણ એમાં હરકત ગણવી નહીં; તે પચખાણ પણ જ્ઞાનીપુરુષની વાણીથી રૂપાંતર થયાં હોત તો હરકત નહોતી, પણ સાઘારણપણે રૂપાંતર થયાં છે તે ઘટારત નથી થયું. મૂળ સ્વાભાવિક પચખાણનો અત્રે વ્યાખ્યા-અવસર નથી, લોકપચખાણની વાતનો અવસર છે; તથાપિ તે પણ સાઘારણપણે પોતાની ઇચ્છાએ તોડવાં ઘટે નહીં, એવો હમણાં તો દ્રઢ વિચાર જ રાખવો. ગુણ પ્રગટવાના સાઘનમાં જ્યારે રોઘ થતો હોય ત્યારે તે પચખાણ જ્ઞાનીપુરુષની વાણીથી કે મુમુક્ષજીવના પ્રસંગથી સહજ આકારફેર થવા દઈ રસ્તા પર લાવવાં, કારણ કે વગર કારણે લોકોમાં અંદેશો થવા દેવાની વાર્તા યોગ્ય નથી....
તમે અંબાલાલને પત્ર લખ્યા વિષેમાં ચર્ચા થઈ તે જોકે ઘટારત થયું નથી. તમને કાંઈ પ્રાયશ્ચિત્ત આપે તો લેવું, પણ કોઈ જ્ઞાનવાર્તા લખવાને બદલે લખાવવામાં તમારે અડચણ કરવી ન જોઈએ, એમ સાથે યથાયોગ્ય નિર્મળ અંતઃકરણથી જણાવવું યોગ્ય છે કે જે વાત માત્ર જીવના હિતને અર્થે કરવા માટે છે.”
એ જ અરસામાં શ્રી અંબાલાલ ઉપર પત્ર શ્રીમદ્જીએ લખ્યો છે તેમાં તે જ વાત વિષે લખી, જણાવે છે : “. કોઈ પણ પ્રકારે સહન કરવું એ સારું છે; એમ નહીં બને તો સહેજ કારણમાં મોટું વિપરીત ક્લેશરૂપ પરિણામ આવે...તેઓ વગર પ્રાયશ્ચિત્તે કદાપિ તે વાત જતી કરે તેવું હોય તોપણ તમારે એટલે સાધુ લલ્લુજીએ ચિત્તમાં એ વાતનો પશ્ચાત્તાપ એટલો તો કરવો ઘટે છે કે આમ પણ કરવું ઘટતું નહોતું. હવે પછીમાં દેવકરણજી સાધુ જેવાની સમક્ષતાથી શ્રાવક ત્યાંથી અમુક લખનાર હોય અને પત્ર લખાવે તો અડચણ નહીં એટલી વ્યવસ્થા તે સંપ્રદાયમાં ચાલ્યા કરે છે તેથી ઘણું કરી લોકો વિરોઘ કરશે નહીં, અને તેમાં પણ વિરોઘ જેવું લાગતું હોય તો હાલ તે વાત માટે પણ ઘીરજ ગ્રહણ કરવી હિતકારી છે. લોકસમુદાયમાં ક્લેશ ઉત્પન્ન ન થાય, એ લક્ષ ચૂકવા યોગ્ય હાલ નથી..”
સં. ૧૯૫૧ નું ચોમાસું શ્રી લલ્લુજીએ સુરતમાં કર્યું, ત્યારે તેમના મોટા સાધુએ માળવામાંથી પત્ર લખી સં. ૧૯૫૨માં તેમને ખંભાત તેડાવ્યા. સં. ૧૯૫રનું ચોમાસું શ્રી લલ્લુજીએ ખંભાતમાં કર્યું ત્યારે શ્રીમજી રાળજ થઈ ખંભાત પધાર્યા હતા અને અઠવાડિયું રહ્યા હતા. તે પ્રસંગે મુનિઓનું તેમના સમાગમમાં જવું થતું તેથી લોકોમાં અને સાધુઓમાં ચર્ચા થતી. અને મોટા સાધુ ભાણજીરખને કાને પણ તે વાત લંબાઈને પહોંચેલી તેથી સં. ૧૯૫૩ ના ફાગણ માસમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org