________________
[૧૮] તે સાંકેતિક આંબા નીચે શ્રીમદ્જીએ મુનિઓને કહ્યું, “મુનિઓ, જીવની વૃત્તિ તીવ્રપણાથી પણ પડી જાય છે. અંબાલાલની વૃત્તિ અને દશા પ્રથમ ભક્તિ અને વૈરાગ્યાદિ કારણે ઉચ્ચ થતાં તેને એવી લબ્ધિ પ્રગટ થઈ હતી કે અમે ત્રણ ચાર કલાક બોઘ કર્યો હોય તે બીજે દિવસે કે ત્રીજે દિવસે લખી લાવવાનું કહીએ તો તે સંપૂર્ણ અને અમારા શબ્દોમાં લખી લાવતા હતા. હાલ પ્રમાદ અને લોભ આદિના કારણે વૃત્તિ શિથિલ થઈ છે. તે દોષ તેનામાં પ્રગટ થશે એમ અમે બાર માસ પહેલાં જાણતા હતા.”
શ્રી લલ્લુજીને તે સાંભળી ખેદ થયો, તેથી શ્રીમદ્જીને પૂછ્યું, “શું તે એમ જ રહેશે ?” શ્રીમદ્જીએ કહ્યું, “મુનિ, ખેદ કરશો નહીં. જેમ નદીના પ્રવાહમાં તણાતું પાંદડું એક જાળા આડે અટકી જાય, પણ ફરી પૂર-પ્રવાહના વહનમાં જાળાથી જુદું પડીને મહાસમુદ્રમાં જઈને મળે છે, તેમ તેનો પ્રમાદ અમારાથી દૂર થશે અને પરમપદને પામશે.”
બે-અઢી માસ પર્યત ઈડરની આજુબાજુના પ્રદેશમાં શ્રી લલ્લુજી વિચર્યા. પછી ખેરાળુ થઈ નડિયાદ આવી સં. ૧૯૫૫ નું ચાતુર્માસ ત્યાં જ કર્યું.
મુંબઈમાં શ્રી લલ્લુજી સ્વામીનું ચોમાસું થયા પછી શ્રીમદ્જી સાથેનો પરિચય તથા પત્રવ્યવહાર વઘી ગયો અને સદ્ગુરુ પ્રત્યેના પ્રેમની વૃદ્ધિ છુપાવી છૂપી રહે તેમ નહોતી. શ્રી યશોવિજયજીએ સુમતિનાથ પ્રભુના સ્તવનમાં કહ્યું છે તેમ બન્યું હતું –
“સજ્જનશું છે પ્રીતડીજી, છાની તે ન રખાય; પરિમલ કસ્તૂરી તણોજી, મહીમાંહે મહકાય;
સોભાગી જિનશું લાગ્યો અવિહડ રંગ. ઢાંકી ઇશ્ક પાલગુંજી, ન રહે લહી વિસ્તાર,
વાચક યશ કહે પ્રભુતણોજી, તિમ મુજ પ્રેમ-પ્રકાર–સોભાગી” સુરત, કઠોર થઈ સં. ૧૯૫૨ માં ખંભાતમાં શ્રી લલ્લુજીએ ચોમાસું કર્યું તે પહેલાં પણ સં. ૧૯૫૦ માં પત્ર-વ્યવહાર સંબંધે ખંભાત સંઘાડામાં ચર્ચા ચાલેલી તેથી શ્રીમજીને એક પત્રમાં નીચે પ્રમાણે શ્રી લલ્લુજી પ્રત્યે જણાવવું થયું હતું –
લોક-સમાગમ વધે, પ્રીતિ અપ્રીતિનાં કારણો વધે, સ્ત્રીઆદિના પરિચયમાં આવવાનો હેતુ થાય, સંયમ ઢીલો થાય, તે તે પ્રકારનો પરિગ્રહ વિના કારણે અંગીકૃત થાય, એવાં સાન્નિપાતિક અનંત કારણો દેખી પત્રાદિનો નિષેઘ કર્યો છે, તથાપિ તે પણ અપવાદરહિત છે...કોઈ જ્ઞાની પુરુષનું દૂર રહેવું થતું હોય, તેમનો સમાગમ થવો મુશ્કેલ હોય અને પત્ર-સમાચાર સિવાય બીજો કોઈ ઉપાય ન હોય તો પછી આત્મહિત સિવાય બીજા સર્વ પ્રકારની બુદ્ધિનો ત્યાગ કરી તેવા જ્ઞાની પુરુષની આજ્ઞાએ કે કોઈ મુમુક્ષુ સત્સંગીની સામાન્ય આજ્ઞાએ તેમ કરવાનો જિનાગમથી નિષેઘ થતો નથી, એમ જણાય છે; કારણ કે પત્ર-સમાચાર લખવાથી આત્મહિત નાશ પામતું હતું, ત્યાં જ તે ના સમજાવી છે. જ્યાં આત્મહિત પત્રસમાચાર નહીં હોવાથી નાશ પામતું હોય, ત્યાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org