________________
[૧૭]
એક દિવસે તે સાંકેતિક આમ્રવૃક્ષ નીચે સાતે મુનિઓ સાથે શ્રીમદ્ભુ બિરાજ્યા હતા ત્યારે મુનિ મોહનલાલજીએ શ્રીમદ્ન ફરિયાદ કરી “આહાર કરી રહ્યા પછી મને મુહપત્તી બાંઘતાં વાર લાગે છે તેથી મહારાજ (શ્રી લલ્લુજી ) મને દંડ આપે છે.’
શ્રીમદ્ભુએ કહ્યું, “બધા મુહપત્તી કાઢી નાખો. અને ઈડરની આસપાસ વીસ ગાઉ સુઘી બાંધશો નહીં. કોઈ આવીને પૂછે તો શાંતિથી વાતચીત કરીને તેના મનનું સમાધાન કરવું.’
કલ્પવૃક્ષ સમાન એ આમ્રવૃક્ષ નીચે છેલ્લે દિવસે સાતે મુનિઓ વહેલા આવીને શ્રીમદ્જીની રાહ જોતા હતા એટલામાં પોતે પધાર્યા. અને વિકટ રસ્તે સર્વને દોરીને ચાલવા લાગ્યા. વેલસીરખ નામે એક વૃદ્ધ મુનિ બોલ્યા,‘આજે મંડળમાંથી એકાદ જણને અહીં મૂકીને જશે કે શું ? આ ઉપર જવાનો માર્ગ બહુ વિકટ છે. અને આપણને તો અત્યારથી અંતર પડે છે. તેઓશ્રી તો ઘણા ઉતાવળા ઉપર ચઢે છે.''
શ્રીમદ્ભુ વહેલા ઉપર પહોંચી એક વિશાળ શિલા ઉપર બિરાજ્યા, પછી સાતે મુનિઓ આવીને સન્મુખ બેઠા. શ્રીમદ્ બોલ્યા, “અહીં નજીકમાં એક વાઘ રહે છે, પણ તમે સર્વ નિર્ભય રહેજો.'’ સિદ્ધશિલા અને સિદ્ધસ્વરૂપની વાત ચર્ચાયા પછી શ્રીમદે પૂછ્યું, “આપણે આટલે ઊંચે બેઠા છીએ, તે કોઈ નીચેનો માણસ તળેટી ઉપરથી દેખી શકે?''
શ્રી લલ્લુજીએ કહ્યું, “ના, ન દેખી શકે.’’
શ્રીમદે કહ્યું,, “તેમજ નીચેની દશાનો જીવ ઊંચી દશાવાળા જ્ઞાનીનું સ્વરૂપ જાણી શકતો નથી. પણ યોગ્યતા પ્રાપ્ત થાય, અને ઉચ્ચ દશામાં આવે તો દેખી શકે. આપણે ડુંગર ઉપર ઉચ્ચ સ્થાને હોવાથી આખું શહેર અને દૂર સુધી જોઈ શકીએ છીએ. પણ નીચે ભૂમિ ઉપર ઊભેલો માત્ર તેટલી ભૂમિને દેખી શકે છે. તેથી જ્ઞાની ઉચ્ચ દશાએ રહી નીચેનાને કહે છે, ‘તું થોડે ઊંચે આવ, પછી જો; તને ખબર પડશે.'
,,,
પછી શ્રીમદ્ભુએ બધા મુનિઓને કહ્યું, ‘“તમે પદ્માસન વાળી બેસી જાઓ અને જિનમુદ્રાવત્ બની ‘દ્રવ્યસંગ્રહ’ની ગાથાઓનો અર્થ ઉપયોગમાં લો.’' તે પ્રમાણે બધા બેસી ગયા. પછી શ્રીમદ્જી ‘દ્રવ્યસંગ્રહ’ની ગાથાઓ મોટા અવાજે બોલવા લાગ્યા અને તેનો અર્થ પણ કરતા, પછી પરમાર્થ કહેતા. એમ આખો ‘દ્રવ્યસંગ્રહ' ગ્રંથ પરિપૂર્ણ સંભળાવ્યો, સમજાવ્યો, ત્યાં સુધી તે જ આસને બધા મુનિઓ અચળપણે રહ્યા.
શ્રી દેવકરણજી ઉલ્લાસમાં આવીને બોલી ઊઠ્યા : “અત્યાર સુધીમાં જે જે સમાગમ પરમગુરુનો થયો તેમાં આ સમાગમ, અહો ! સર્વોપરી થયો. જેમ દેરાસરના શિખર ઉપર કળશ ચઢાવવામાં આવે છે તેમ આ પ્રસંગથી થયું છે.’
પછી શ્રીમદે કહ્યું, “આત્માનુશાસન ગ્રંથના કર્તા શ્રી ગુણભદ્રાચાર્ય તે ગ્રંથના પાછળના ભાગમાં અતિ અદ્ભુત જ્ઞાનમાં રેલ્યા છે; આત્માના સ્વરૂપનું વિશેષ વર્ણન સ્પષ્ટ બતાવે છે. '' એમ કહી તે ભાગ પણ વાંચી સંભળાવ્યો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org