________________
[૧૬]
લગભગ અડધા કલાક સુધી ગાથાની ધૂન ચાલુ રહી પછી પોતે સમાધિસ્થ થયા. સર્વત્ર શાંતિ પ્રસરી. કલાક પછી ‘‘વિચારશો’’ એટલું બોલી ત્યાંથી ચાલી નીકળ્યા. લઘુશંકાદિ કારણે જતા હશે એમ ધારી મુનિઓ થોડી વાર થોભ્યા. પણ તે પાછા ફર્યા નહીં. એટલે મુનિઓ ઉપાશ્રયે પાછા આવ્યા. આહારપાણી લાવી, પરવારીને બેઠા હતા, તે વખતે ભાઈ ઠાકરશી ઉપાશ્રયમાં આવ્યા. તેમને શ્રી લલ્લુજી સ્વામીએ પૂછ્યું, “દેવકરણજીને પત્ર લખવા સંબંધી શું થયું?'' ઠાકરશીએ કહ્યું, “પત્ર લખેલ છે, પણ રવાના કર્યો નથી.''
તે જ દિવસે સાંજના શ્રી દેવકરણજી વગેરે ઈડર આવી પહોંચ્યાં. શ્રીમદે સાતે મુનિઓને ડુંગર પરનાં શ્વેતાંબર અને દિગંબર બન્ને દેરાસર ઉઘડાવી દર્શન કરાવવા ઠાકરશીને મોકલ્યા. આ સાતે સ્થાનકવાસી મુનિઓએ સદ્ગુરુ આજ્ઞાથી જિનપ્રતિમાનાં દર્શન પ્રથમ ઈડરમાં કર્યાં. તે નિમિત્તે તેમને અપૂર્વ ઉલ્લાસ થયો. ડુંગર ઉપરનાં શ્રીમદે જણાવેલાં બધાં સ્થળો ઠાકરશીએ બધા મુનિઓને બતાવ્યાં. એક ટેકરી ઉપર દિગંબર મુનિઓના સમાધિસ્થાન તથા સ્મરણસ્તૂપો છે તથા નજીકમાં સ્મશાન, કુંડ, ગુફા છે તે પણ જોવા મુનિઓને મોકલ્યા હતા.
ત્રીજે દિવસે તે જ આંબા નીચે આવવાની આજ્ઞા થયેલી તે પ્રમાણે સાતે મુનિઓ રાહ જોતા હતા; તેવામાં શ્રીમદ્જી પધાર્યા. શિયાળાની ઠંડી પણ હતી અને શ્રી દેવકરણજીનું શરીર અશક્ત હતું. તેથી તે ધ્રૂજતા જણાયા એટલે લક્ષ્મીચંદજી મુનિએ શ્રી દેવકરણજીને પોતાનું ઓઢેલું કપડું ઓરાઢ્યું. તે જોઈ શ્રીમદ્ઘ બાલ્યા : ‘ટાઢ વાય છે ? ટાઢ ઉરાડવી છે ?’’ એમ કહી તે એકદમ ત્વરાથી ચાલવા લાગ્યા. બધા પાછળ ઝડપથી ચાલ્યા. કાંટા, કાંકરા, ઝાંખરાં વટાવી શ્રીમદ્ભુ થોડે દૂર એક ઊંચી શિલા હતી ત્યાં જઈ પૂર્વ તરફ મુખ રાખીને બિરાજ્યા. બધા મુનિઓ સન્મુખ આવીને બેઠા.
ઈડરના પુસ્તકભંડારને ઘણાં વર્ષોથી શ્વેતાંબર, દિગંબરોની માલિકી સંબંઘી તકરારને લઈને તાળાં વાસેલાં રહ્યાં હતાં. તે ભંડાર જોવાની તક શ્રીમદ્ભુને ઈડરના મહારાજાની ઓળખાણથી મળી હતી. તેમાંથી ‘દ્રવ્યસંગ્રહ' ગ્રંથ હસ્તાક્ષરે લખેલો શ્રીમદ્ઘ અત્ર લાવ્યા હતા. તે અર્ધો ગ્રંથ અહીં સર્વને વાંચી સંભળાવ્યો. એટલામાં શ્રી દેવકરણજી બાલી ઊઠ્યા : “હવે અમારે ગામમાં જવાની શી જરૂર છે ?’’
શ્રીમદે કહ્યું, ‘‘કોણ કહે છે કે જાઓ ?''
શ્રી દેવકરણજીએ કહ્યું, “શું કરીએ ? પેટ પડ્યું છે.''
શ્રીમદે કહ્યું, “મુનિઓને પેટ છે તે જગતના કલ્યાણને અર્થે છે. મુનિને પેટ ન હોત તો ગામમાં ન જતાં પહાડની ગુફામાં વસી કેવળ વીતરાગ ભાવે રહી જંગલમાં જ વિચરત. તેથી જગતના કલ્યાણરૂપ થઈ. શકત નહીં. તેથી મુનિનું પેટ જગતના હિતાર્થે છે.’’
ધ્યાનનો વિષય ચર્ચતાં શ્રીમદ્ભુએ કહ્યું : “ઘ્યાનની અંદર જેવું ચિંતવે તેવું યોગાભ્યાસીને દેખાય. દૃષ્ટાંત તરીકે, ધ્યાનમાં આત્માને પાડા જેવો ચિંતવી આ પહાડ જેવડું પૂછડું હોવાનું ચિંતવે તો તેને આત્મા તેરૂપે ભાસે છે. પણ વસ્તુતઃ તે આત્મા નથી. પણ તેને જાણનાર જે છે તે આત્મા છે.’’
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org