________________
[૧૫]
બોધ દીઘો છે. તમારે આત્મહિત કરવું છે, શું અમારે નથી કરવું?'' એમ કહી તેમનું શરીર નરમ હોવા છતાં ઘીમે ઘીમે તે પણ ઈડર તરફ વિહાર કરવા લાગ્યા.
શ્રી લલ્લુજી, શ્રી મોહનલાલજી અને શ્રી નરસિંહરખ એ ત્રણે ઉતાવળે વિહાર કરી ઈડર વહેલાં પહોચ્યાં. શ્રી લલ્લુજી શ્રીમદ્ઘના ઉતારાની તપાસ કરવા પ્રાણજીવન ડૉક્ટરના દવાખાના તરફ ગયા. શ્રીમદ્ભુએ દૂરથી મુનિશ્રીને જોઈને તેમની સેવામાં રહેલા ભાઈ ઠાકરશીને કહ્યું કે તેમને વનમાં લઈ જા. પાછળ પોતે પણ ત્યાં ગયા. એક આંબાના ઝાડ નીચે મુનિશ્રીને પોતે બોલાવી ગયા અને પૂછીને જાણી લીધું કે ત્રણ મુનિઓ પહેલા આવી પહોંચ્યાં છે અને ચાર પાછળ આવે છે. તે જાણી શ્રીમદ્ સહજ ખિજાઈને બોલ્યા, “તમે શા માટે પાછળ પડ્યા છો ? હવે શું છે? તમને જે સમજવાનું હતું તે જણાવ્યું છે. તમે હવે કાલે વિહાર કરી ચાલ્યા જાઓ. દેવકરણજીને અમે ખબર આપીએ છીએ તેથી તે આ સ્થળે નહીં આવતાં બીજા સ્થાને વિહાર કરી પાછા જશે. અમે અહીં ગુપ્ત રીતે રહીએ છીએ; કોઈના પરિચયમાં અમે આવવા ઇચ્છતા નથી; અપ્રસિદ્ધ રહીએ છીએ. ડૉક્ટરના તરફ આહાર લેવા નહીં આવતા; બીજા સ્થાનેથી લેજો. કાલે વિહાર કરી જવું.''
શ્રી લલ્લુજીએ વિનંતિ કરી : “આપની આજ્ઞા પ્રમાણે ચાલ્યા જઈશું. પરંતુ મોહનલાલજી અને નરસિંહરખને અહીં આપનાં દર્શન થયાં નથી. માટે આપ આજ્ઞા કરો તો એક દિવસ રોકાઈ, પછી વિહાર કરીએ.''
શ્રીમદે જણાવ્યું, ‘‘ભલે તેમ કરજો.’
બીજે દિવસે તે જ આંબા નીચે ત્રણે મુનિઓ ગયા. શ્રીમદ્જી પણ ત્યાં પધાર્યા, તે વખતે ‘દ્રવ્યસંગ્રહ'ની નીચેની ગાથાઓ તેઓશ્રી મોટા અવાજે બોલતા બોલતા આવ્યા હતા; તે ઘણા વખત સુધી નીચે બેઠા પછી પણ બોલ્યા જ કરી.
१" मा मुज्झह मा रज्जह मा दुस्सह इट्ठणिट्ठ अट्ठेसु । थिरमिच्छह जइ चित्तं विचित्तज्झाणप्पसिद्धिए ।। जं किंचिवि चितंतो णिरीहवित्ती हवे जदा साहु । लद्धूणय एयत्तं तदाहु तं तस्स णिच्छयं ज्झाणं ॥ मा चिट्ठह, मा जंपह, मा चिंतह किंवि जेण होइ थिरो । अप्पा अप्पम्मि रओ इणमेव परं हवे ज्झाणं ॥ "
૧. અર્થ : વિચિત્ત=અનેક પ્રકારનાં કે નિર્વિકલ્પ-ધ્યાનની સિદ્ધિ ઇચ્છતા હો તો ઇષ્ટ-અનિષ્ટ પદાર્થોમાં રાગ-દ્વેષ મોહ ન કરો. (૪૮)
કોઈ પણ પ્રકારનું ચિંતવન કરતાં જ્યારે મુનિ એકાગ્રપણું પામીને નિઃસ્પૃહવૃત્તિવાળા થાય ત્યારે તેમને નિશ્ચય ધ્યાનની પ્રાપ્તિ કહી છે. (૫૫)
કોઈ પણ પ્રકારની (શરીરની) ચેષ્ટા ન કરો; કોઈ પણ પ્રકારે (વચનનો) ઉચ્ચાર ન કરો; કોઈ પણ પ્રકારે (મનથી) વિચાર ન કરો; તો તમે સ્થિર થશો. એમ આત્મા આત્મામાં ૨મણતા કરે તે પ્રકાર પરમ ધ્યાનનો છે. (૫૬)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org