________________
[૧૪] પુરુષ નહીં હોય ત્યારે પશ્ચાત્તાપ પામશો. પાંચસો પાંચસો ગાઉ પર્યટન કરવા છતાં જ્ઞાનીનો સમાગમ થશે નહીં.”
શ્રીમદ્ વસોથી ઉત્તરસંડા વનક્ષેત્રે એક માસ રહી ખેડા પધાર્યા અને શ્રી દેવકરણજી મુનિને ત્રેવીસ દિવસ સમાગમ કરાવ્યો તેનું વર્ણન કરતાં શ્રી લલ્લુજીને એક પત્રમાં તેઓ લખે છે :
“ઉત્તરાધ્યયન'ના બત્રીસમા અધ્યયનનો બોઘ થતાં અસગુરુની ભ્રાંતિ ગઈ, સદ્ગુરુની પરિપૂર્ણ પ્રતીતિ થઈ. અત્યંત નિશ્ચય થયો, રોમાંચ ઉલ્લક્ષ્યાં; સત્પષની પ્રતીતિનો દ્રઢ નિશ્ચય રોમ રોમ ઊતરી ગયો. આજ્ઞાવશ વૃત્તિ થઈ...
આપે કહ્યું તેમ જ થયું–ફળ પાક્યું, રસ ચાખ્યો, શાંત થયા. આજ્ઞાવડીએ હંમેશાં શાંત રહીશું. એવી વૃત્તિ ચાલે છે કે જાણે પુરુષના ચરણમાં મોક્ષ પ્રત્યક્ષ નજરે આવે છે. પરમકૃપાળુદેવે પૂર્ણ કૃપા કરી છે...
અમે એક આહારનો વખત એળે ગુમાવીએ છીએ; બાકી તો સદ્ગસેવામાં કાળ વ્યતીત થાય છે, એટલે બસ છે. તેનું તે જ વાક્ય તે જ મુખમાંથી જ્યારે શ્રવણ કરીએ છીએ ત્યારે નવું જ દીસે છે....
સર્વોપરી ઉપદેશમાં એમ આવ્યા કરે છે કે શરીર કુશ કરી, માંહેનું તત્ત્વ શોઘી, કલેવરને ફેંકીને ચાલ્યા જાઓ; વિષય-કષાયરૂપ ચોરને અંદરથી બહાર કાઢી, બાળી-જાળી ફૂંકી મૂકી તેનું સ્નાનસૂતક કરી, દહાડો પવાડો કરી શાંત થાઓ, છૂટી જાઓ, શમાઈ જાઓ; શાંતિ, શાંતિ, શાંતિ થાઓ; વહેલા વહેલા તાકીદ કરો; જ્ઞાની સદ્ગુરુનાં ઉપદેશેલાં વચનો સાંભળીને એક વચન પણ પૂર્ણ પ્રેમથી ગ્રહણ કરે, એક પણ સદ્ગુરુ વચનનું પૂર્ણ પ્રેમથી આરાઘન કરે તો તે આરાઘના એ જ મોક્ષ છે, મોક્ષ બતાવે છે.”
ચાતુર્માસ પૂરો થતાં સર્વ સાતે મુનિઓ નડિયાદ એકત્ર થયા. ત્યાં આશરે દોઢ માસ સુધી અલ્પ આહાર, અલ્પ નિદ્રા વગેરે નિયમોનું પાલન કરી દિવસનો ઘણો ખરો કાળ પુસ્તકવાચન, મનન, ભક્તિ, ધ્યાનાદિમાં ગાળતા. ખેડા તેમજ વસોમાં શ્રીમદ્જીનાં સમાગમ-બોઘ થયેલ તેનું વિવેચન સ્મરણ કરી પરસ્પર વિનિમય (આપ લે) કરતા.
નડિયાદથી શ્રી દેવકરણજી આદિ અમદાવાદ તરફ વિહાર કરવાના હતા અને શ્રી લલ્લુજી આદિ ખંભાત તરફ પધારવાના હતા. તેવામાં સમાચાર મળ્યા કે શ્રીમદ્જી મુંબઈથી ઈડર નિવૃત્તિ અર્થે આજે પધાર્યા. એટલે શ્રી લલ્લુજીએ ખંભાત જવાનું બંધ રાખી ઈડર તરફ વિહાર કર્યો; કારણ કે વસોમાં ઘણા માણસોનો પરિચય રહેવાથી બરાબર બોઘનો લાભ નહીં મળેલો તેનો મનમાં તેમને ખેદ રહેલો હતો.
શ્રી દેવકરણજીએ શ્રી લલ્લુજીને કહ્યું, “અમારે પણ બોઘનો લાભ લેવો છે. ઘણા દિવસ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org