________________
[૧૩] ૧. સાત વ્યસનના ત્યાગનો નિયમ કરાવવો. ૨. લીલોતરીનો ત્યાગ કરાવવો. ૩. કંદમૂળનો ત્યાગ કરાવવો. ૪. અભક્ષ્ય પદાર્થોનો ત્યાગ કરાવવો. ૫. રાત્રિભોજનનો ત્યાગ કરાવવો. ૬. પાંચ માળા ફેરવવાનો નિયમ કરાવવો. ૭. સ્મરણ-મંત્ર બતાવવો. ૮. ક્ષમાપનાનો પાઠ અને વીસ દોહરાનું પઠન, મનન નિત્ય કરવા જણાવવું. ૯. સત્સમાગમ અને સલ્ફાસ્ત્રનું સેવન કરવા જણાવવું.”
શ્રીમદે લખેલ આત્યંતર નોંધપોથીમાંથી અમુક ભાગ શ્રી લલ્લુજીને લાભકારક હતો તે ઉતારી લેવા તે નોંધપોથી શ્રીમદે શ્રી લલ્લુજીને એક દિવસે આપી. તે ભાગ ઉપરાંત બીજી નોંઘ વાંચતાં તે આકર્ષક લાગતાં છૂટાં પાન ઉપર તેમાંની બીજી નોંઘો પણ ઉતારી લીધી, અને સવારે દર્શનાર્થે જઈશું ત્યારે તેમની આજ્ઞા લઈશું, એમ વિચાર્યું કારણ કે રાત્રે મુનિથી બહાર જવાય નહીં. સવારે શ્રીમદ્ પાસે જઈને તેમણે જણાવેલી નોંઘવાળાં તેમજ વઘારે ઉતારો કરી લીઘેલાં પાનાં મૂકી શ્રી લલ્લુજીએ જણાવ્યું કે “રાત્રિ પડી ગઈ એટલે આજ્ઞા લેવા અવાયું નહીં, અને માસ પૂરો થવા આવ્યો હોવાથી પછી વખતે નહીં મળે જાણી વગર આજ્ઞાએ થોડી નોંધોના ઉતારા કરી લીઘા છે.” - તે સાંભળી શ્રીમદે બઘાં પાન અને નોંધપોથી પોતાની પાસે રાખી લીઘાં, તેમને કંઈ આપ્યું નહીં. તેથી તેમને ઘણો પસ્તાવો થયો અને શ્રી અંબાલાલને તે વાત જણાવી, તેમણે પણ શ્રી લલ્લુજીને આજ્ઞા વગર ઉતારો કર્યા બદલ ઠપકો આપ્યો. પણ હવે આજ્ઞા કરેલાં પાન અપાવવા શ્રી અંબાલાલ દ્વારા શ્રીમને વિનંતિ જણાવી. શ્રીમદે શ્રી અંબાલાલને થોડાં પાન આપી સારા અક્ષરે લખી શ્રી લલ્લુજીને આપવા જણાવ્યું. તે પ્રમાણે તેમણે ઉતારો કરી આપ્યો. તેમાં આજ્ઞા કરેલ તેમજ થોડી બીજી નોંધો પણ હતી. તેનું ધ્યાન કરવા શ્રી લલ્લુજીને શ્રીમદે આજ્ઞા કરી. ઘણી તીવ્ર પિપાસા પછી પ્રાપ્ત થયેલ આ સાઘનથી શ્રી લલ્લુજીને પરમ શાંતિ પ્રાપ્ત થઈ હતી.
છેલ્લે દિવસે શ્રી લલ્લુજીને એકાંતમાં શ્રીમદ્જીએ એક કલાક બોઘ આપ્યો અને દૃષ્ટિરાગ પલટાવી આત્મદ્રષ્ટિ કરાવી. શ્રી લલ્લુજીને તે આશય સમજાયો ત્યારે શ્રીમદ્જી બોલતા અટકી
ગયો.
વસોમાં એક માસ પૂર્ણ થયો તે દિવસ શ્રીમદે શ્રી લલ્લુજીને કહ્યું, “કેમ મુનિ, તમારી માગણી પૂરી થઈ ? એક માસની તમારી માગણી પ્રમાણે રહ્યા.” શ્રી લલ્લુજીને મનમાં લાગ્યું કે વિશેષ માગણી કરી હોત તો સારું. પછી સર્વ મુનિઓને જાગૃતિનો ઉપદેશ આપતાં શ્રીમદે જણાવ્યું, “હે મુનિઓ ! અત્યારે જ્ઞાની પુરુષના પ્રત્યક્ષ સમાગમમાં પ્રમાદ કરો છો. પણ જ્ઞાની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org