________________
[૧૨] લલ્લુજીએ અંબાલાલનું નામ ન લેતાં કહ્યું, “મેં પત્ર લખ્યો હતો.’’ શ્રીમદે કહ્યું, “આ બધું કામ અંબાલાલનું છે, તમારું નથી.’’
શ્રી લલ્લુજી ગામમાં આહારપાણી લેવા જતા ત્યારે ગામના અમીન વગેરે મોટા મોટા માણસોને કહેતા કે મુંબઈથી એક મહાત્મા પધાર્યા છે, તે બહુ વિદ્વાન છે. તેમનું વ્યાખ્યાન સાંભળશો તો બહુ લાભ થશે. તેથી ઘણા માણસો શ્રીમદ્ પાસે આવતા, અને જ્ઞાનવાર્તાનો લાભ લેતા. શ્રી લલ્લુજીને શ્રીમદે કહ્યું, “તમારે બધા મુનિઓએ બધા લોક આવે ત્યારે ન આવવું.’’ તેથી તેમને ઘણો પસ્તાવો થયો કે એક માસના સમાગમની માગણી કરી હતી, પણ આમ અંતરાય આવી પડ્યો. તેથી બોધની પિપાસા બહુ વધી. માત્ર વનમાં શ્રીમદ્ બહાર જતા ત્યારે બધા મુનિઓને જ્ઞાનવાર્તાનો લાભ મળતો.
એક દિવસ વનમાં વાવ પાસે શ્રીમદ્ મુનિઓ સાથે વાત કરતા બેઠા હતા. ચતુરલાલજી મુનિ તરફ જોઈને શ્રીમદે પૂછ્યું, “તમે સંયમ ગ્રહણ કર્યો ત્યારથી આજ સુઘીમાં શું કર્યું?'' ચતુરલાલજીએ કહ્યું, “સવારે ચાનું પાત્ર ભરી લાવીએ છીએ તે પીએ છીએ; તે પછી છીંકણી વહોરી લાવીએ તે સૂંઘીએ છીએ; પછી આહારના વખતે આહા૨પાણી વહોરી લાવીએ છીએ. તે આહારપાણી વાપર્યા પછી સૂઈ રહીએ છીએ. સાંજે પ્રતિક્રમણ કરીએ છીએ અને રાત્રે સૂઈ રહીએ છીએ.’’
શ્રીમદે વિનોદમાં કહ્યું, “ચા અને છીંકણી વહોરી લાવવી અને આહારપાણી કરી સૂઈ રહેવું તેનું નામ જ્ઞાન, દર્શન, ચારિત્ર ?’’
પછી આત્મજાગૃતિ અર્થે બોધ આપી શ્રી લલ્લુજીને ભલામણ કરતાં શ્રીમદે કહ્યું, ‘બીજા મુનિઓનો પ્રમાદ છોડાવી ભણવા તથા વાંચવામાં, સ્વાઘ્યાય-ધ્યાનમાં કાળ વ્યતીત કરાવવો અને તમારે સર્વેએ એક વખત દિવસમાં આહાર કરવો. ચા તથા છીંકણી વિનાકારણે હંમેશાં લાવવાં નહીં. તમારે સંસ્કૃતનો અભ્યાસ કરવો.''
મુનિશ્રી મોહનલાલજીએ પૂછ્યું, “મહારાજશ્રી તથા દેવકરણજીની અવસ્થા થઈ છે અને ભણવાનો જોગ ક્યાંથી બને ? ''
શ્રીમદે તેના ઉત્તરમાં જણાવ્યું, “યોગ બની આવ્યેથી અભ્યાસ કરવો અને તે થઈ શકે છે; કેમકે વિક્ટોરિયા રાણીની વૃદ્ધ અવસ્થા છતાં બીજા દેશની ભાષાનો અભ્યાસ કરે છે.’’
એક વખત મુનિશ્રી મોહનલાલજીએ શ્રીમદ્ન પૂછ્યું, “મારે ધ્યાન શી રીતે કરવું ?’’
શ્રીમદે ઉત્તર આપ્યો, ‘શ્રી લલ્લુજી મહારાજ ભક્તિ કરે તે વખતે તમારે કાયોત્સર્ગ કરી સાંભળ્યા કરવું, અર્થનું ચિંતન કરવું.’'
શ્રી લલ્લુજી સ્વામીને શ્રીમદે જણાવ્યું, “જે કોઈ મુમુક્ષુભાઈઓ તેમજ બહેનો તમારી પાસે આત્માર્થસાધન માગે તેને આ પ્રમાણે આત્મહિતનાં સાધન બતાવવાં :
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org