________________
૨૧૬
ઉપદેશામૃત
રહ્યા. બીજું બધું ભલે હોય, પણ મારું નહીં. મારો એક આત્મા. તે જાણનાર છે. બધું ભેદવાળું તેને દેખાય છે, તેને પણ જાણનારો થયો. કેટલું માહાત્મ્ય છે ? એ થયા વગર ખબર નહીં પડે, વાતે વડાં નહીં થાય.
૨. મુમુક્ષુ
“શાસ્ત્ર ઘણાં મતિ થોડલી, મનમોહન મેરે; શિષ્ટ કહે તે પ્રમાણ રે. મનમોહન મેરે.''
માટે તેમાં મતિ પહોંચતી નથી.
પ્રભુશ્રી—આ વાત વિચારવા જેવી છે, કરવા જેવી છે. બધેથી ફરવું પડશે. થયે છૂટકો. “અત્યંત ઉદાસ પરિણામે રહેલું એવું જે ચૈતન્ય, તેને જ્ઞાની પ્રવૃત્તિમાં છતાં તેવું જ રાખે છે.’’ પ્રભુશ્રી—તેણે કર્મ જાણ્યું, તેથી ભિન્ન-અસંગ સ્વરૂપે રહી ભેદ રાખ્યો. વાત તો ભેદજ્ઞાનની છે.
૧. મુમુક્ષુ—જ્ઞાનીઓ આત્મામાં રહે છે; માયાને તો એક ક્ષણ માત્ર પણ હૃદયમાં પેસવા દેતા નથી. માયાનું બળ પણ ઘણું છે અને એવી છે કે જો તેનું મહત્વ લાગે તો સમકિત પણ જતું રહે. ૨. મુમુક્ષુ—ઉદાસ પરિણામ એ અબંધતાનું કારણ છે.
પ્રભુશ્રી—વાત તો કરી પણ તેમાં, બીજામાં જો ભાવ ન હોય તો બંધ નથી; પણ માંહી ભાવ હોય તો બંધ થાય છે.
૩. મુમુક્ષુ—જે રાગવાળો હોય તે બંધ પામે અને જે વૈરાગ્યવાળો હોય તે ઊલટો મુક્ત થાય છે, આ ભગવાને શાસ્ત્રનો સાર કહ્યો છે. માટે તું રાગ ન કર એમ સમયસારમાં એક ઠેકાણે જણાવ્યું છે.
પ્રભુશ્રી—એકનો ભાવ નથી અને એકનો ભાવ છે, તેમાં ફેર પડ્યો. ભાવ વગર બંઘ નથી. ક્રિયા કરે પણ ભાવે બંઘ થાય. મુદ્દે વાત બધી ભાવ ઉપર આવી. ભગવાને કહ્યું કે ભાવે બંધન થાય છે.
Jain Education International
ભાવે જિનવર પૂજિયે, ભાવે દીજે દાન;
ભાવે ભાવના ભાવિયે, ભાવે કેવળ જ્ઞાન.''
માટે ભાવ મોટી વસ્તુ છે. જૈનધર્મનો માહિત હોય તેને કહેવાય કે આ ધર્મ. જીવ–અજીવ, પુદ્ગલ, પર્યાય વગેરે કહીએ તો સમજે; બીજાને કહીએ તો ન માને. તેમ માન્યતામાં ફેર. પકડ્યું તે છોડવું છે. બધાય જીવ માત્રને માનવા ઉપર છે, એમ નક્કી થયું. જેવા ભાવ-પરિણામ તેવું બંઘન થાય, તેવી લેશ્યા થાય અને તેવો ભવ થાય—ચાર ગતિ લેશ્યા પ્રમાણે થાય. ડાહ્યા સમજુ હોય તે જુએ છે કે આનું આવું પરિણામ છે. ચાર ગતિનાં પરિણામ જાણી લે છે. સમજણ જોઈએ, તેમાં કચાશ છે. બીજો બધો સંબંધ છે. ‘જે જાણ્યું તે નવ જાણું અને જે નવિ જાણ્યું તે જાણું.' અહીં આંટી ઊકલી ગઈ. વાત છે માન્યાની. માટે ‘વાની મારી કોયલ,' ‘પંખીના મેળા.’ સૌ સૌને રસ્તે. એકલો આવ્યો અને એકલો જશે, માટે ચેત.
⭑
For Private & Personal Use Only
www.jainelibrary.org