________________
ઉપદેશસંગ્રહ–૧
૨૧૭
તા. ૧૨-૧–૩૬, સવારના [યતિ જિનચંદ્ર અને મુનિ માનસાગર આવેલા. પ્રભુશ્રીને તેમની ઓળખાણ કરાવીને નામ જણાવ્યાં.]
પ્રભુશ્રી–આત્મા છે–આ જીવને ઓળખાણ કરવાની છે. જિનચંદ્રને કહો, આપે વચનામૃત વાંચ્યું છે ?
જિન થોડું ઘણું વાંચ્યું છે.
માન–મેં નથી વાંચ્યું. [પત્રાંક ૩૭ નું વાંચન
મુમુક્ષુ–-માનસાગરને) આમાં શું સમજાય છે ? માન–જગતમાં અનંતવાર ભમ્યા, પણ શુદ્ધ સમ્યદ્રષ્ટિ નથી થઈ, તેથી પરિભ્રમણ થાય છે.
મુમુક્ષુ–અનાદિ કાળથી તે દ્રષ્ટિ કેમ નથી આવી? કારણથી કાર્ય થાય છે અને વ્રતપચખાણ બધું છૂટવા માટે કરે છે તો શું રહ્યું ?
માન–સંસારની વાસના અનંતકાળથી લાગેલી છે તે દૂર કરવાનો તો આ પ્રયત્ન છે. પણ કર્મનો ઉછાળો આવે છે, તેનો ખ્યાલ નથી રહેતો. તે રહે તો કંઈક થવા યોગ્ય છે. બાહ્ય ભાવ છોડીને અંતરભાવમાં આવે તો થાય.
મુમુક્ષુ—ત્યારે કારણ સેવવામાં ભૂલ શું છે ?
માન–શુદ્ધ દ્રષ્ટિ નથી આવી. તે આવવાનું કારણ તો હોવું જોઈએ, તે મહારાજને (પ્રભુશ્રીને) પૂછો.
| [પ્રભુશ્રીને ઓછું સંભળાતું હોવાથી આ વાત સાંભળી નહોતી.] પ્રભુશ્રી સાથુજીને એમ પૂછો કે અનંતવાર સાઘુપણું આવ્યું છે અને વ્રતપચખાણ કર્યા છે તો પછી શું રહી ગયું છે ?
માન—દ્રવ્યથી તો સાધુપણું અનંતવાર આવ્યું છે. પ્રભુશ્રી–જીવને બાકી શું રહ્યું?
માનપદ્ગલિક સુખ માટે સાધુપણું માન્યું કે સુખશાતા મળે, માનકીર્તિ મળે; આવા ભાવને બદલે શુદ્ધ સાધુપણું આવે અને બાહ્યભાવમાં તલ્લીન ન થાય તો કલ્યાણ થાય. અભવ્યને સમકિત હોતું નથી, તોપણ સાધુપણું લે છે; અને એવી ઉત્કૃષ્ટ ક્રિયા કરે છે કે નવમા ગ્રેવેયક સુધી જાય છે; પણ તે બધું બીજાને રંજન કરવા માટે છે; પોતાના આત્માને માટે કંઈ નથી કર્યું. તેણે આત્માનું સ્વરૂપ ઓળખ્યું નથી. પ્રભુશ્રી– “જિહાં લગે આતમદ્રવ્યનું લક્ષણ નવિ જાણ્યું;
તિહાં લગે ગુણઠાણું ભલું કેમ આવે તાણ્યું ?” મુમુક્ષુ–ભૂલ એ થાય છે તે આત્મતત્ત્વ જાણવામાં જ થાય છે. સર્વ દર્શન આત્માની જુદી જુદી કલ્પના કરે છે. જેમકે, ક્ષણિકવાદી, શૂન્યતાવાદી, ક્રિયાવાદી, જડવાદી વગેરે.
પ્રભુશ્રી–મોક્ષ ગયા તે તો આત્માને જાણીને ગયા. તે શી રીતે ગયા? અને શી રીતે કીધું? આ જીવે અનંતવાર સાધુપણું, જપ, તપ, ક્રિયા, વગેરે કર્યા. “વહ સાઘન બાર અનંત કિયો,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org