________________
ઉપદેશસંગ્રહ–૧
૨૧૫ ૧. મુમુક્ષુ–પ્રભુ, હવે તો આપ કહો કે શું બાકી રહી જાય છે ?
પ્રભુશ્રીકંઈક તો રહે છે. મેલીને આવ, ચોખો થઈને આવ એમ કહ્યું તો તે ઊલટો લઈને આવે છે. એટલે શું બને ? આટલું જ, મેલ્ય છૂટકો છે. મેલવું પડશે. ત્યાં પછી બીજું શું કહેવાય? દેવકરણજી મુનિને કૃપાળુદેવે કહ્યું કે જુઓ, આ આત્મા. તો વચમાં તરત મેં કહ્યું કે ક્યાં છે પ્રભુ? પછી કૃપાળુદેવ મારી સામે જોઈ જ રહ્યા અને કંઈ ન બોલ્યા. પછી મને પશ્ચાત્તાપ થયો. પછી બોઘમાં જણાવ્યું કે મુનિ, આત્મા જોશો, ત્યારે ઠંડક વળી. એ તો એની સાને સમજાય તેવું છે. પ્રજ્ઞાવાળાને સમજાય અને કહેવાય. તે વિનાનાને શું કહેવાય?
તા. ૧૧-૧-૩૬, સાંજના પત્રાંક ૩૨૧ નું વાંચન –
“અત્યંત ઉદાસ પરિણામે રહેલું એવું જે ચૈતન્ય, તેને જ્ઞાની પ્રવૃત્તિમાં છતાં તેવું જ રાખે છે.” ૧. મુમુક્ષુ જ્ઞાની સર્વ અવસ્થામાં અબંઘપરિણામી છે, તે કેમ હશે ?
પ્રભુશ્રી–જ્ઞાની જ્ઞાનમાં રહે છે. બીજી અવસ્થામાં હોય તો પણ બંધ નથી. શુભ-અશુભથી બંઘ તો થાય છે તેમાંનો એકે જ્ઞાનીને નહીં. માટે એવું એને શું આવી ગયું અને શું છે એવું ?
૧. મુમુક્ષ-વૈદ્ય હોય અને ઝેર ખાય તોય મરે નહીં, બીજો કોઈ ખાય તો દેહ છૂટી જાય. તેમ જ્ઞાની પ્રવૃત્તિમાં હોય પણ પ્રવૃત્તિનો ઉપાય જે નિવૃત્તિ તેને તે બરોબર જાણે છે; અને પ્રવૃત્તિ પણ કર્મભનિત છે, કર્મ છે એવી દૃઢ માન્યતા છે તેથી તેમને તેમાં કર્તાપણું નથી, અહં-મમત્વ નથી. તેથી કર્મ ચોટતાં નથી; કારણ રાગ-દ્વેષ તેમને નથી.
૨. મુમુક્ષુ જ્ઞાની જ્ઞાની કહેવાય છે. તેમણે આત્મા જામ્યો છે. માટે આત્માને જાણ્યો તો ઉપયોગમાં રહી શકે છે; પરભાવનો સ્વામી નથી, એટલે બંઘ નથી. માટે જ્ઞાનીની ગતિ તો જ્ઞાની જ જાણે. શબ્દોમાં કહી શકાય તેવું નથી.
૩. મુમુક્ષુ–અનુભવી પુરુષની માન્યતા દૃઢતાપૂર્વક ફરી ગઈ, માટે બીજું માનતા નથી. તે
૨. મુમુક્ષુ સમ્યકત્વ આત્માને બંઘ થવા દેતું નથી. પરિણામ અને ભાવથી બંઘ-મોક્ષ થાય છે. પરિણામ જે ફરી ગયાં છે અને સવળાં થયાં છે તે અબંઘનું કારણ છે.
૧. મુમુક્ષુ–પોતાના સ્વરૂપમાં જ્ઞાની છે તેથી મોક્ષ સ્વરૂપ છે, ત્યાં બંઘ નથી. જ્યાં પોતાના સ્વરૂપથી વિમુખતા છે, ત્યાં બંઘ છે. - ૨. મુમુક્ષુ–સમ્યકત્વની અપેક્ષાએ બંઘ નથી; બાકીનાં મોહપરિણામની અપેક્ષાએ બંઘ છે. ઠેઠ સુધીની દશા થાય પછી બંઘ નથી, અબંધ પરિણામ છે. ભાવ ઉપર જ પરિણામની ઘારા છે.
પ્રભુશ્રી–ભાવ તો મુખ્ય કારણ છે–જેવો ભાવ તેવું બંઘન. બંઘન રાગદ્વેષથી થાય છે. હાસ્ય, રતિ-અરતિ, ઊંઘ-આળસ તે બઘાં કર્મ અને બંઘન. તેનું નામ પાડ્યું પુદ્ગળ; તેના પર્યાય, પરિણામ હોય તેને ગ્રહે છે તે બંઘ. જ્ઞાનીનું બળ કેવું છે કે તે ગ્રહણ ન કરે ? કારણ, અસંગ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org