________________
૨૧૪
ઉપદેશામૃત પ્રભુશ્રી–બંઘ તે બંઘ છે; મોક્ષ તે મોક્ષ છે. જેટલો બંઘ છે તે મૂકવો પડશે. મૂકતાં વાર શી? પણ ફરી ગ્રહણ ન કરે તો થાય. પણ પહેલાં તો તે ગ્રહે છે, માટે શું બને?
૨. મુમુક્ષુ-જે માન્યતાથી કર્મ બંઘાય છે તે માન્યતા કેવી રીતે જાય? નવાં કર્મ ન બંઘાય તેવી માન્યતા જ્યારે થાય, ત્યારે પુરુષનો બોઘ સમજાય.
સરુના ઉપદેશ વણ, સમજાય ન જિનરૂપ;
સમજ્યા વણ ઉપકાર શો ? સમજ્ય જિનસ્વરૂપ.” નથી બાંધવું પણ બંઘાય છે.
પ્રભુશ્રી–પકડ નથી, સમજણ નથી. તે થાય તો સહેલ છે. જીવને ભાવ થયો નથી. તે આત્મભાવમાં હોય ત્યાં બંધ ક્યાં છે ? એટલે જ્ઞાનીઓ બંઘાતા નથી. તે કેમ હશે ? તેમણે શું કર્યું? ખબર હોય તો કહો.
૧. મુમુક્ષુ–જગતમાં બે પ્રકારના જીવો છે : જ્ઞાની અને અજ્ઞાની. હવે તેમાંથી એક “અ” કાઢી નાખ્યો એટલે જ્ઞાની થાય.
પ્રભુશ્રી–આવું તે હોય ? અને કહેવાય? કાઢવાનું તો “હું” અને “મારું' છે. તેને કાઢ્યું તો ગયું અજ્ઞાન. તે કાઢ્યું નથી ત્યાં અજ્ઞાન છે.
૨. મુમુક્ષુઅબંઘપણાનો હેતુ અવિષમભાવ છે. માટે અહીંયા પણ “અ” કાઢી નાખો. (મુમુક્ષુ પ્રત્યે) “અ” કાઢવાથી તો ઊલટો અહીં અનર્થ થયો, એટલે વિષમભાવ થયો.
૧. મુમુક્ષુ-બથે “અ” કઢાતો નથી. ક્યાંક કઢાય અને ક્યાંક ન કઢાય એવો વ્યાકરણનો નિયમ છે.
પ્રભુશ્રી–ગપ્પાં મારો નહીં. કંઈ આશ્ચર્ય છે ? તુલના નથી થઈ. જ્ઞાની કર્મ ન બાંધે તે શું ? ૧. મુમુક્ષુ ત્યાં વૃષ્ટિ ફરે છે. જેમ આપ કહો છો ને ? કે,
હોત આસવા પરિસવા, નહિ ઇનમેં સંદેહ;
માત્ર દૃષ્ટિકી ભૂલ હૈ, ભૂલ ગયે ગત એહ.” પ્રભુશ્રી એ જ સમજો હવે. દ્રષ્ટિની ભૂલ તે શું ?
૧. મુમુક્ષુ–એક કહે છે, “મારું છે,” અને બીજો કહે છે, “મારું નથી; પણ જાય છે.” આ બેમાં કેટલો બધો ફેર છે ?
પ્રભુશ્રી–આ જ કહ્યું ને ? તો પછી હવે જ્યાં બંઘ નથી ત્યાં શું છે?
૧. મુમુક્ષુ–ત્યાં શુદ્ધ આત્મા છે; સંસાર નથી. જ્ઞાની ત્યાં જ્ઞાનરૂપે જ છે. બાકી અમને તો કંઈ ખબર નથી પડતી.
૨. મુમુક્ષુ જ્યાં સુધી કચરો છે, ત્યાં સુધી ઉપાધિ છે અને રહેશે. તે કાઢવો પડશે. પછી કિંઈ કરવાપણું નહીં રહે. પરભાવમાં પોતાપણું જે થયું છે તે મૂકવું પડશે. સંસારરૂપી મહેલનો પાયો પરને પોતાનું માનવું તે છે અને મોક્ષમહેલનો પાયો પોતાને પોતાનું માનવું તે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org