________________
ઉપદેશસંગ્રહ-૧
૨૧૩ માંહ્ય માથું ઘાલી દે છે, તો પછી શીંગડામાં ભરાય ને ?
૧. મુમુક્ષુ આપને કૃપાળુદેવે કહ્યું કે જોયા કરો, તો આપ શું જોતા હતા ?
પ્રભુશ્રીને કહ્યું એ. કરવું તો જોઈએ. એ સુણે, એ શ્રધ્યે જ છૂટવાની વાતનો આત્માથી ભણકાર થશે; યોગ્યતાની ખામી છે. માટે તૈયાર થઈ જાઓ.
તા. ૧૧-૧-૩૬, સવારના પત્રાંક ૬૪ માંથી વાંચન :
पक्षपातो न मे वीरे, न द्वेषः कपिलादिषु । युक्तिमद्वचनं यस्य, तस्य कार्यः परिग्रहः ॥
-શ્રી હરિભદ્રાચાર્ય ૧. મુમુક્ષુ તું ગમે તે ઘર્મ માનતો હોય તેનો મને પક્ષપાત નથી; પણ જેથી આત્મા આત્મભાવ પામે તે ઘર્મ આત્માનો છે.
પ્રભુશ્રી–આત્મા છે. તૈયાર થઈ જવાનું છે. તે જૂનો કે નવો નથી, ડાહ્યો કે ગાંડો નથી; તેમ ભણાવવો પણ નથી. જે માન્યું છે તે મૂકવાનું છે. હવે ટૂંકો હિસાબ શું છે? છે ખબર ? હોય તો કહો.
૧. મુમુક્ષુ–સમકિત કરી લેવું તથા શ્રદ્ધા કરવી.
૨. મુમુક્ષુ-“જે જે પ્રકારે આત્મા આત્મભાવ પામે છે તે પ્રકાર ઘર્મના છે.” તે કરી લેવાનું છે. બાકી બીજું પરરૂપ છે.
પ્રભુશ્રી મૂકવું હોય તો મુકાય છે. મૂક્યા વગર છૂટકો નથી. મુકાશે ત્યારે કામ થશે.
૨. મુમુક્ષુ–મુકાય તો છે પણ પાછાં નવાં બંઘાય છે તે દુઃખ છે. હાથી હોય તે નાહીને ચોખ્ખો થાય અને પાછો શરીર ઉપર ધૂળ નાખે અને મેલો થાય તેવું છે.
પ્રભુશ્રી–ગ્રહવાથી બંઘાય છે, તે મૂકી દે.
૩. મુમુક્ષુ–વસોમાં કૃપાળુદેવને કોઈ વ્યક્તિએ કહ્યું કે ભગવાન, તમે અમારાં બધાં કર્મ લઈ લો. તો કૃપાળુદેવે કહ્યું કે હા, ફરી નવાં ન બાંધો તો. કાવિઠામાં પણ એવું જ બનેલું. એકે કહ્યું કે મને હવે મુક્ત કરો. તો કૃપાળુદેવ કહે કે એક જ ઠેકાણે બેસી રહો અને ભક્તિ કરો. બીજે ક્યાંય બહાર જવું નહીં. બારીમાં પણ જોવા જવું નહીં. તેવું બનશે ? તો તે ભાઈ કહે, પ્રભુ એમ તે કેમ બને કે ક્યાંય જવું નહીં? કૃપાળુદેવે કહ્યું, તો થયું !
૧. એક શેઠ દરરોજ દાતણ કરવા ઓટલા ઉપર બેસતા. ત્યારે ભેંસો પાણી પીવા જાય. તેમાંથી એક ભેંસનાં શીંગડાં બહુ ગોળ હતાં તે જોઈને શેઠને રોજ વિચાર આવે કે આમાં માથું આવે કે નહીં ? રોજ છ મહિના સુધી એ ને એ વિચાર થયા કર્યો. પછી એક દિવસ નક્કી કર્યું કે માથું ઘાલી જ જોઉં. પછી ઊઠીને સામે જઈને તે ભેંસના શીંગડામાં માથું ઘાલ્યું. એટલે ભેંસ તો ભડકીને દોડી, શેઠ ઘસડાયા. પછી લોકોએ એમને છોડાવ્યા અને ઠપકો આપ્યો કે ભલા માણસ, વિચાર તો કરવો 'તો કે આમ થાય ? શેઠે કહ્યું કે છ મહિનાથી હું વિચાર કરતો હતો, વિચાર કરીને તો કર્યું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org