________________
ઉપદેશામૃત
પ્રભુશ્રીવિચાર જ નથી થયો. કંઈક છે. કંઈ જ કરે નહીં, તો બેઠા બેઠા ક્યાંથી ખવાય ? આત્મા ન હોય તો બધાં મડદાં; માટે કંઈક છે તો ખરું. માબાપ વગર દીકરો ક્યાંથી થાય ? મા છે તો દીકરો છે. ભગવાને પાંચ સમવાય કારણ કહ્યાં છે—કાળ, સ્વભાવ, નિયતિ, પૂર્વકૃત અને પુરુષાર્થ એક હાથે તાળી ન પડે, બેઉ હાથ જોઈએ. દેહને ઝૂરવી નાખીને, તપ-જપ કરીને, બાળીઝાળીને પણ આખરે આત્માનો મોક્ષ થયો. તે પણ એના ભાવે જ.
૨૧૨
૧. મુમુક્ષુ—હાથીના હોદ્દે કેવળજ્ઞાન થયું. તો ત્યાં તેણે શું કર્યું ?
પ્રભુશ્રી—એ જ. હાથીને હોદ્દે થઈ ગયું તે જ કર્યું છે. લૂગડું મેલું હોય પણ ઘોઈ આવે તો ઊજળું થાય. કર્યા વગર નહીં બને; કરવું પડશે. એક પૈડે ગાડી ન ચાલે; બે પૈડાં જોઈએ. એક પૈડે ચાલ્યું તો તેનો કરનારો તો હતો ને ? અહીં બેઠા છો, તો તે પણ કંઈક કરીને આવ્યા છો તો ને ? ચિત્ર-વિચિત્ર બધો દેખાવ દે છે અને થાય છે. પણ એ વગર નહીં. પણ છે. ભેદનો ભેદ જાણવો છે.
૧. મુમુક્ષુ—પરમ દહાડે આપ કહેતા હતા કે ભેદનો ભેદ જાણવો; પણ આજ સુધી અમને તો એનો અંશ માત્ર પણ જણાતો નથી.
પ્રભુશ્રી—હવે શું સમજવું ? અને ભેદનો ભેદ કેમ ?
૨. મુમુક્ષુ ભેદનો ભેદ તો પર્યાયસૃષ્ટિ ખસે ત્યારે જણાય ને ?
પ્રભુશ્રી—ભેદનો ભેદ કહી ચૂક્યા છીએ. બધું શું દેખાય છે ? પર્યાય. તે પણ વસ્તુ (આત્મા) વગર દેખાશે ? ભગવાને કહ્યું કે અરૂપી. તેને પછી દેખશો ? ભલે કહો જોઈએ ‘કાકા’. દેખાશે ? નહીં દેખાય. માટે કરી લે એક ઓળખાણ. ‘એક આત્માને જાણ, તેની કરી લે ઓળખાણ.'
૨. મુમુક્ષુ દિવ્યચક્ષુ આપો ત્યારે ને ?
પ્રભુશ્રી કૃપા જોઈએ; તે તો કૃપાળુની કૃપાથી કલ્યાણ થશે. રાજાની રહેમ નજરથી જેમ ૨ળી ખાય છે; તેમ જીવને થવું જોઈએ. રહેમ નજર મેળવવી જોઈએ. એ જ નજર. કરી લે ઓળખાણ. ‘એક મત આપડી કે ઊભે માર્ગે તાપડી.' ચમત્કાર છે, પ્રભુ ! ‘આતમભાવના ભાવતાં જીવ લહે કેવળજ્ઞાન રે.'' બાળકથી બોજો નહીં ઊપડે, ગજા પ્રમાણે ઊપડે. “બાળધૂલિઘર-લીલા સરખી, ભવચેષ્ટા ઇહાં ભાસે રે.’” માટે હવે તો એક જ ભજો. તૈયાર થાઓ; કેડ બાંધો. હવે શું ? મારાથી હવે વધારે બોલાતું પણ નથી.
..
૧. મુમુક્ષુ આપે હમણાં કહ્યું કે મારાથી બોલાતું પણ નથી; પરંતુ કૃપાળુદેવ લખે છે કે નિગ્રંથ મહાત્માનાં દર્શન-સમાગમ મોક્ષની પ્રતીતિ કરાવે છે. માટે ન બોલો તો પણ આમ છે.
પ્રભુશ્રી—કહું ? અને કહેવું પડશે કે વાંચ્યું નથી, ઉકેલ્યું નથી અને દર્શન પણ થયું નથી. આ કહ્યું, તો તે માટે કંઈક ખામી હશે. બહુ ભૂલ છે. જેમ બાળક ભૂલે છે એટલી ભૂલ આવી છે અને ભૂલમાં જ છે. કોઈને ડાહ્યું થવા જેવું નથી. કૃપાળુદેવે મને કહ્યું કે જોયા કરો ને ! પણ આ જીવ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org