________________
ઉપદેશસંગ્રહ-૧
૨૧૧ માણે. માટે એ કર્તવ્ય રહ્યું. અને આ જ કરવું છે. હવે બીજે રસ્તે જવું નથી અને જવાય પણ શી રીતે ? ન જ જવાય. અને બીજો રસ્તો હવે છે જ ક્યાં ? બધી વાતો પણ એની એ જ. ઠામ ઠામ આત્મા, આત્મા ને આત્મા જ ! પછી બીજું કંઈ માનો તો તમે જાણો. એ જ કર્તવ્ય છે.
૨. મુમુક્ષુ કૃપાળુદેવે બધા મુનિઓમાંથી આપને કહ્યું કે મુનિ, તમે આત્મા જોશો. માટે કોઈક ઉપર કૃપા કરજો.
પ્રભુશ્રી–વાત તો ખરેખરી ! તે વાત સૌએ સાંભળી અને અમે પણ સાંભળી. આ જીવને સમજ છે અને તે આત્માને છે. આ બધા બેઠા છે તે પણ આત્મા જ છે ને ? સૌ સાંભળે છે; પણ બઘાનું સરખું નથી. કેટલો ફેર પડ્યો છે ? માટે ઊઠ; તે આવવું જોઈએ. એ સુશ્કે, એ સમયે અને એ શ્રધ્યે જ છૂટવાની વાર્તાનો આત્માથી ભણકાર થશે. બે અક્ષરમાં માર્ગ ! કોઈ ભાવિક આત્મા આ વચન સાંભળી પ્રતીતિ અને શ્રદ્ધા રાખશે, તો ચાંલ્લો છે. શી ફિકર પછી ? તે પણ કોના હાથમાં છે ? પોતાના. માટે તૈયાર થઈ જાઓ. આ તે કંઈ કોઈના માટે થોડું છે ? પોતાના માટે છે. છોડવું તો પડશે. મૂક્યા વગર છૂટકો નથી. અપ્રતિબંઘ અને અસંગ ! તે જ આપણો રસ્તો. બાકી બીજું તો કર્મ છે. કરવું છે પોતાના આત્માને જ માટે.
તા. ૧૦-૧-૩૬, સાંજના પત્રાંક ૯૩૫ નું વાંચન :
“ચક્રવર્તીની સમસ્ત સંપત્તિ કરતાં પણ જેનો એક સમયમાત્ર પણ વિશેષ મૂલ્યવાન છે એવો આ મનુષ્યદેહ અને પરમાર્થને અનુકૂળ એવા યોગ સંપ્રાપ્ત છતાં જો જન્મમરણથી રહિત એવા પરમપદનું ધ્યાન રહ્યું નહીં તો આ મનુષ્યત્વને અધિષ્ઠિત એવા આત્માને અનંત વાર ધિક્કાર હો !
જેમણે પ્રમાદનો જય કર્યો તેમણે પરમપદનો જય કર્યો.”
વાત શું આવી ? કરવું, કરવું અને કરવું. કર્યા વગર નહીં થાય. મનુષ્યભવનો એક સમય ચક્રવર્તીની રિદ્ધિ કરતાં પણ દુર્લભ કહ્યો. જન્મ-મરણમાંથી છૂટવા આ જીવને ચેતવા જેવું છે. કંઈક સમું કરવું પડે. કર્યા વગર છૂટકો નથી. રાજાએ ભોંયરામાં કેટલાકને ઉતાર્યા હતા, અને બધા ભૂખ્યા-તરસ્યા બેસી રહ્યા હતા. પણ તેમાંથી એક ઉદ્યમી હતો. તેણે ઉદ્યમ કર્યો તો શોઘતાં ખાવાનો ડબો અને પાણી મળ્યાં. મોટા શેઠની નોકરીમાં ઘણાં માણસો હોય; પણ શેઠે ય કંઈક કરેલું તો ખરું ને?
૧. મુમુક્ષુ-આપ તથા અનંતા જ્ઞાનીઓ વચન કહો છો તે યથાતથ્ય, જેમ છે તેમ છે અને ગ્રહણ કરવા જેવાં જ છે. પણ આ હૃદય તે તરફ વળતું નથી અને કરવાની ઇચ્છા થતી નથી તેનું શું કારણ ?
પ્રભુશ્રી વિચારો, કંઈક જોઈએ ને ? ૧. મુમુક્ષુ-કારણ શોધીએ છીએ તો જડતું નથી. અને વિચાર પણ ચાલતો નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org