________________
૨૧૦
ઉપદેશામૃત
આને (જ્ઞાનીને) તો વિકારને ઠેકાણેથી વૈરાગ્ય થાય છે. કૃપાળુદેવે કહ્યું છે કે આ બધું મનને લઈને છે. મન વગર કોઈ ગ્રહણ નહીં કરી શકે.
૧. મુમુક્ષુ—મન કોને લઈને છે ? આત્માને લઈને ?
પ્રભુશ્રી—મન વશ ન વર્તતું હોય તોય આત્મામાં વર્તે છે.
૧. મુમુક્ષુ—આત્માનો ઉપયોગ મનમાં જાય તો કામ કરે છે.
પ્રભુશ્રી–મન, વચન, કાયા ત્રણ જોગ છે. વીતરાગના પ્રતાપે તપો, ઢુંઢિયો, વૈષ્ણવ કાંઈ રહ્યું નથી. આ તો આત્માની વાત. આત્મા વગર મન કંઈ ન કરી શકે. તે તો જડ છે. ચૈતન્ય છે તે ચૈતન્ય છે.
૧. મુમુક્ષુ‘ચંદ્ર ભૂમિને પ્રકાશે છે, તેના કિરણની કાંતિના પ્રભાવથી સમસ્ત ભૂમિ શ્વેત થઈ જાય છે, પણ કંઈ ચંદ્ર ભૂમિરૂપ કોઈ કાળે તેમ થતો નથી, એમ સમસ્ત વિશ્વને પ્રકાશક એવો આ આત્મા તે ક્યારે પણ વિશ્વરૂપ થતો નથી. સદા સર્વદા ચૈતન્યસ્વરૂપ જ રહે છે. વિશ્વમાં જીવ અભેદતા માને છે એ જ ભ્રાંતિ છે.’' —શ્રીમદ્ રાજચંદ્ર
પ્રભુશ્રી—તારો પાયો ક્યાં છે ? હજુ ડોલતું છે.
છે દેહાદિથી ભિન્ન આતમા રે, ઉપયોગી સદા અવિનાશ; મૂળ૦ એમ જાણે સદ્ગુરુ-ઉપદેશથી રે, કહ્યું જ્ઞાન તેનું નામ ખાસ. મૂળ જે જ્ઞાને કરીને જાણિયું રે, તેની વર્તે છે શુદ્ધ પ્રતીત; મૂળ કહ્યું ભગવંતે દર્શન તેહને રે, જેનું બીજું નામ સમકિત. મૂળ॰ જેમ આવી પ્રતીતિ જીવની રે, જાણ્યો સર્વેથી ભિન્ન અસંગ; મૂળ॰ તેવો સ્થિર સ્વભાવ તે ઊપજે રે, નામ ચારિત્ર તે અણલિંગ
Jain Education International
મૂળ મારગ સાંભળો જિનનો રે.'' (શ્રીમદ્ રાજચંદ્ર)
સાંભળ્યા વગર, જાણ્યા વગર શું કહેશે ? સાંભળ્યું તો થયું. પટ ઊભો થઈ જાય. દીવો થાય તેવું છે. ‘વળે નાળે વિજ્ઞળે.' આ તો મંત્ર જેવું છે. સામાન્ય કરી નાખ્યું કે આ તો મને ખબર છે, હું જાણું છું, મેં સાંભળ્યું છે. આ ભોગ મળ્યા આ (આત્મા) તો જ્ઞાનીએ જોયો છે. બીજાને નહીં કહેવાય. જોયો તેણે જોયો. એને લઈને બધું છે. ‘ગોકુલ ગામકો પિંડો હિ ન્યારો !'' બધેથી ન્યારું થવું પડશે. માટે તે કરવાને તૈયાર થઈ જાવ. હથિયાર તમારું પોતાનું જ છે; અને તે કામ આવશે. ઊભો થઈ જા; તારી વારે વાર. આ તો કૃપાળુનું પાણી પાયેલું, તો ખબર પડી. બધી યોગ્યતાની કચાશ છે. આવરણ બઘાં છે; અને તે તો કર્મ છે—આઠ કર્મના પાટા છે. બીજું મનાવવું નથી, બીજાની વાત કરવી નથી. આટલું બોલીશ કે જીવનો જ વાંક છે. આ તો આટલું જાણીએ છીએ તે પણ એના પ્રતાપે. બધાંથી જુદું છે એક સમતિ, અને તે જ મોક્ષે લઈ જવાનું છે. વ્યવહારમાં જેમ મોટા નગરશેઠ જેવા માણસ હોય અને કોઈ માણસ ફાંસી ઉપર ચડેલો હોય ત્યાં તેની ગાડી નીકળી અને દર્શન થયાં કે ફાંસીથી છૂટી જાય; તેમ છે. અહીં તો રુષ કે તુષ કંઈ નથી. તમારી વારે વાર. અમે બધા સાત સાધુ હતા. જેના નસીબમાં હતું તેને આવ્યું. જાણે તે
For Private & Personal Use Only
www.jainelibrary.org