________________
ઉપદેશસંગ્રહ-૧
૨૦૯ લહાવ.” જબરી વાત કહી ! પણ વિશ્વાસ ક્યાં? અને કોને આવે ? તેની બહુ જરૂર છે; બેડો પાર થાય તેવું છે ભલે પાપકર્મ કરતો હોય પણ સવળું થઈ જશે, અજ્ઞાન ફીટીને જ્ઞાન થઈ જશે. ખરો આત્માર્થી હોય તે તો ન જ ભૂલે. જ્ઞાનીએ જોયો તે જ મને માન્ય; તે જ મારો આત્મા. ક્યાંથી મળે ? જેનાં પૂર્ણ ભાગ્ય તેને જ ચોંટે, જેમ મજીઠનો રંગ થાય છે, ફાટે પણ ફીટે નહીં મજીઠનો રંગ ન જાય. આટલું કહેવું છે કે સૌનું હિત થાય. માનવું ન માનવું પોતાનું કામ છે. અત્રે તો જ્ઞાનીનું કહેલું કહેવું છે. જ્યાં આત્માર્થ હોય ત્યાં આત્માર્થે ખોટી થવું–બરછી અને ભાલા વરસતા હોય તો પણ ત્યાં ખોટી થવું; પણ અસત્સંગમાં મોતીના વરસાદ વરસતા હોય તો પણ ન જવું.
વિરલા જ સપુરુષ વિચરે છે. તે સમાગમનો લાભ અપૂર્વ છે, એમ જાણીને જીવે મોક્ષમાર્ગની પ્રતીતિ કરી, તે માર્ગનું નિરંતર આરાઘન કરવું યોગ્ય છે.”
આ જેવું તેવું નથી, સમજવા જેવું છે. ક્યાંથી હાથ આવે ? જબરી વાત છે ! આટલું સમજે તો પણ કામનું છે. પુણ્યનાં દળિયાં બંઘાય! આ તો કંદોઈની દુકાનની ખાજાંની ભૂકરી, સપુરુષનાં વચનામૃત છે તે સિદ્ધાંતના સારનો સાર, ચિંતામણિ જેવાં. જો બે વચન ગ્રહણ કર્યા તો અનંતો લાભ છે. માનશે તેનું કામ થશે. એક વચન પણ ક્યાંથી ? મળવું બહુ કઠણ. આવો જોગ સત્સંગનો ક્યાંથી હોય ?
સહુ સાઘન બંધન થયાં, રહ્યો ન કોઈ ઉપાય;
સત્સાઘન સમજ્યો નહીં, ત્યાં બંધન શું જાય ?” સી બંધનનો નાશ થવાનો અવસર આવ્યો છે. ભિખારીના હાથમાં ઘેબર આવ્યું છે ! અનંતા કાળથી ભટકતો આવ્યો છે. માટે હવે સમજવાથી કામ થશે. પૈસા ટકા વગેરેની દ્રષ્ટિ છે તે તો ઝેર છે; હવે મારી આ દ્રષ્ટિ (આત્માની), એમ થવું જોઈએ. પોતાની હારે એક ઘર્મ આવશે, બીજું કંઈ નહીં આવે. “સવળે નાણે વિન્નાથે' તેનું કામ થઈ ગયું. જેવી તેવી વાત નથી. અજાણમાં જાય છે. વિશ્વાસ અને પ્રતીતિ નથી આવી. વાંચે પણ અલૌકિક દ્રષ્ટિ નહીં, લોકિક ને લૌકિક. તેમાં ગુરુગમ જોઈએ. એના જ ગુણગ્રામ, એની જ સ્તુતિ. એક મનુષ્યભવ પામીને કરવા જેવું શું છે? કહો.
મુમુક્ષુ સમકિત.
પ્રભુશ્રી–ભક્તિ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ છે, મુકામે જવાનો રસ્તો છે. ભક્તિભાવથી કલ્યાણ થાય છે; પણ ઘેર બેઠે ન થાય. આ ભાવ કરો. ફરીથી દાવ નહીં આવે, માટે ભક્તિ કરવાની છે.
તા. ૧૦-૧-૩૬, સવારના આંટી ઊકલી જાય તો ખબર પડે. માટે વિચાર કરવા જેવું ખરું. કોણ સાંભળશે ? એ જ (આત્મા), બીજો સાંભળશે નહીં. જડને કંઈ વિચાર થશે? શાંતિ આવશે? એને આત્માને) મૂકો તો બધું પડ્યું રહે. નથી દેખાતું; કારણ આંખમાં કમળો છે. હું તો આ સમજવાને માટે કહું છું. કમળો હોય તો બીજું દેખાય. જે ઠેકાણેથી વૈરાગ્ય થવો જોઈએ તે ઠેકાણેથી વિકાર થાય છે. અને
14
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org