________________
ઉપદેશસંગ્રહ-૧
૨૦૫ એનાં જ, એને જાણીને ગાય. જાનમાં ગાણાં વરનાં ગાય છે, તેમ પહેલો અહીં આત્મા, તેનાં ગાણાં ગાવાનાં છે તે વાત જ્ઞાનીને ખબર છે. તે જાણે છે. આ બધા ભાઈઓ, બાઈઓ, ઘરડા, જુવાન, બાળક બઘા આત્મા; પણ જાણ્યો નથી. “માત્ર “સત્” મળ્યા નથી, “સત્” સુપ્યું નથી અને “સત્” શ્રધ્યું નથી; અને એ મળે, એ સુણ્ય અને એ શ્રધ્યે જ છૂટવાની વાર્તાનો આત્માથી ભણકાર થશે.” પહેલો આવ્યો આત્મા. જડ અને ચેતન, જેમ છે તેમ બે ભેદ જાણવા જોઈશે. જીવ-અજીવ તત્ત્વ શાસ્ત્રમાંથી ભણે છે, વાંચે છે; પણ અહીં શું આડું રહ્યું ? અહીં તો ભેદનો ભેદ જાણવો છે. ભેદનો ભેદ સમજ્યા હો તો કહો.
૧. મુમુક્ષુ–ભેદના ભેદની વાત આવી ત્યાં હવે અમારે બોલવાનું બંઘ થયું.
પ્રભુશ્રી–કેમ, બોલો ને હવે ! બોલાય તો બોલો. ભેદનો ભેદ કહેનાર થયો, ત્યાં બીજું જડ થયું. “હું તો ન જાણું; પણ જ્ઞાનીએ જાણ્યું,' એમ માથે રાખે અને વાત કરે તો કર્મનો બંધ ન થાય. ભેદનો ભેદ જાણો તો આમ થાય છે. કહેવું પડશે, આત્મા છે. આત્મા છે, નિત્ય છે, કર્તા છે, ભોક્તા છે, મોક્ષ છે અને મોક્ષનો ઉપાય છે. ભેદનો ભેદ તો જાણવો પડશે .
૧. મુમુક્ષુ—ભેદનો ભેદ સમજાય શી રીતે ?
૪. મુમુક્ષ–એક બાળકના માથા ઉપર દશ મણનો બોજો મૂકે તો તે દબાઈ જ જાય. તેમ અમારું તો એ ગજું નથી. કેઈ કઈ મર ગયા ગોતાં.'
પ્રભુશ્રી એ તો જ્ઞાની જાણે.
૧. મુમુક્ષુ–જ્ઞાનીએ જાણ્યું હવે અમે પણ તેની પાસેથી જ જાણીશું; ત્યાં સુધી ઊઠવાના નથી, જાણવાના જ.
પ્રભુશ્રી–આત્મા જાણશે, જડ તો નહીં જાણે, તે જ જવાબ દેશે; આત્મા સિવાય જવાબ દેનાર કોઈ નથી. માટે તે જ કરવાનું છે. કૃપાળુદેવે મને કહ્યું કે જવાબ મળશે. હું તો વિચારમાં પડી ગયો કે આ શું કહ્યું ! અને અંદર ઊથલપાથલ થાય કે હવે ક્યાં જાઉં ? કોની પાસે જાઉં ? પછી સમજાણું. માટે યોગ્યતાની ખામી છે. આ બધું આવરણ છે, તે ખસવાથી જ થશે. “એ મળે, એ સુયે અને એ શ્રધ્યે જ છૂટવાની વાર્તાનો આત્માથી ભણકાર થશે.” હજુ એ જોયું નથી, નમસ્કાર થયા નથી. બધું તુંબડીમાં કાંકરા જેવું. માટે કંઈક કરવું પડશે અને કંઈક છે ખરું. આ જીવને આડે આવે છે તે કોરે કરવું પડશે.
૨. મુમુક્ષુ–“ભારી, પીળો, ચીકણો એક જ કનક અભંગ રે;” પણ પર્યાયવૃષ્ટિ ખસે ત્યારે ને? પ્રભુશ્રી–પર્યાયવૃષ્ટિ, બધો સંબંઘ છે. માટે મૂક્યા વગર છૂટકો નથી. કરવું પડશે.
૨. મુમુક્ષુ-હવે આની તો દયા જ કરો. કૃપાળુદેવે સૌભાગ્યભાઈ ઉપર ઘણી દયા કરી છે, તો મારી પણ આ અરજ છે, બાપજી.
પ્રભુશ્રી–વાર કોની છે ? તારી વારે વાર. મને પણ કૃપાળુદેવે કહેલું કે મુનિ, તમારી વારે વાર; એટલે હું તો ગભરાખો. ત્યારે કૃપાનાથ કહે કે “હવે શાના ગભરાઓ છો ? હવે શું છે? હવે શું બાકી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org