SearchBrowseAboutContactDonate
Page Preview
Page 303
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૬ ઉપદેશામૃત રહ્યું?' કંઈ બાકી રહ્યું નથી. કાળદોષ તો, આ છે એવો છે. તે જ દિવસ કહેવાય કે દિવાળી થઈ ! તો ના ન કહેવાય. કોઈથી ઝાલ્યું રહ્યું કે ના અમે નહીં આવીએ ? “સદ્ધ પરમ કુટ્ટા' એ કોઈના હાથમાં નથી–મારા કે તમારા. જેનું કામ જેનાથી થાય તે કરશે; જડનું ચેતન નહીં કરે અને ચેતનનું જડ નહીં કરે. મુખ્ય પાયો શ્રદ્ધા—ગુરુની શ્રદ્ધા, આત્માની શ્રદ્ધા. બધી વાત એમાં છે, અને એ છે પોતાનું રાંઘણું; ચાખી જો, ચઢી ગયું હોય તો ખાઈ જા. વાત જોઈએ આટલી : અધમાધમ અઘિકો પતિત, સકળ જગતમાં હુંય; એ નિશ્ચય આવ્યા વિના, સાઘન કરશે શુંય ?' કૃપાળુનું વચન માન્ય કરો. संजोगा विप्पमुक्कस्स, अणगारस्स भिक्खुणो । विणयं पाउकरिस्सामि, आणुपुब्बिं सुणेह मे ॥ બધાનો સાર વિનય. વનો વેરીને પણ વશ કરે. દીકરો થઈને ખવાય; બાપ થઈને ન ખવાય. વનાની અને લઘુતાની વાત કરે આત્માર્થી પહેલાં વિનયને ઘરમાં લાવશે તો કામ થશે. મોટા કરોડપતિમાં પણ વનો હોય તો તેના દાસ છીએ. ‘લઘુતા તો મેરે મન માની' (ચિદાનંદજી) માન ન હોય તો અહીં જ મોક્ષ છે. તે મુકાણું તો કામ થયું. સમાધિસ્થ બાહુબલજીને તેમની બહેનો–બ્રાહ્મી સુંદરી–એ જંગલમાં જઈને કહ્યું : “વીરા, ગજથકી હેઠા ઊતરો.” ત્યાં બાહુબલજી વિચારમાં પડી ગયા અને જાગ્યા કે ખરી વાત છે, અહંકારરૂપી ગજ ઉપર હું બેઠો છું. નાના ભાઈને હું નમવા હવે તો જાઉં એમ વિચારીને ઊઠ્યા કે તરત કેવળજ્ઞાન થયું. આટલા જ માનના અહંકારથી કેવળજ્ઞાન અટક્યું હતું. આ જીવનું માન-અહંકારે ભૂંડું કર્યું છે. તે મૂક્ય છૂટકો છે. તા. ૯-૧-૩૬, સવારના મોક્ષનું અસંતું સુખ તે મુનિ વીતરાગ ભોગવે છે. અને તે સમકિતી જાણે છે. બઘા ઉપસર્ગ સહન કીધા મુનિઓએ, અને સમભાવનું મોટું સુખ તેમાં જ ઠર્યા. કારણ, બીજું મારું નહીં; “હું” અને “મારું” નીકળી ગયું. એવી વસ્તુ તો કોઈકે જ જાણી. કોણે દેખાડી ? અને કોણ દેખાડે ? એને તો ભેદી મળ્યો છે. વાત જાણીને પકડી લીધી; હવે તે કંઈ થોડો નાખી દે ? એના ઉપર મોટા પુરુષો સ્તવનમાં કહી ગયા છે. હું મારું હૃદયેથી ટાળ, પરમારથમાં પિંડ જ ગાળ.” અને એને (આત્માને) બોલાવ્યો. કૃપાળુદેવે અમદાવાદમાં રાજપર મુકામે દેરાસરમાં અમને બોલાવ્યા, પોતે પણ બારોબાર ત્યાં આવ્યા. અમે તો વાટ જોઈને જ બેઠેલા. વાતો કરતા જાય અને બોઘ પણ થતો જાય વાતોમાં જ. પછી ભોંયરામાં ગયા અને મુનિ દેવકરણજીને પ્રતિમા સામી નિશાનીવૃષ્ટિ કરી કહ્યું કે જુઓ, આ આત્મા. હું ભોળો તે બોલી ઊઠ્યો અને કહ્યું : “ક્યાં છે, બાપજી?” પછી મારી સામું જ જોઈ રહ્યા. કંઈ “હા” કે “ના” ન કીધી. હું તો મુઝાણો કે એમને શું કહેવું હશે ? મને વિકલ્પ ન રહે તેથી મને બોઘમાં જણાવ્યું કે મુનિ, તમે જોશો. માટે ઉતાવળ તેટલી કચાશ છે. છે ખરું, ફિકર શી રાખો છો ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005261
Book TitleUpdeshamrut
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Ashram Agas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2002
Total Pages684
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy