________________
૨૦૪
ઉપદેશામૃત પ્રભુશ્રી–તે તો ના ન કહું, પણ વાત છે ભાવ ઉપર. કરવું જોઈશે. ભાવ વઘારે તો આત્મા અને ઘટાડે તોય આત્મા. આત્માને ભાવ છે. પહેલી જોઈએ ઓળખાણ; તે વગર કચાશ છે, સવ, નાળે, વિન્નાઓ.” વિજ્ઞાનપણું આવે તો પૂછવા જવું ન પડે. જેનું કામ છે તેનું છે, બીજાનું નહીં. “જબ જાએંગે આતમા, તબ લાગેંગે રંગ.” કહી શકાય નહીં તેવું છે. વાત તો હદપાર કરી છે ! યોગ્યતાની ખામી છે અને તાળાં ઊઘડ્યાં નથી. બઘાં જ્ઞાન, કેવળ સુઘી એક આત્માને જ થશે. અહીં આગળ કામ વિચારવાનું છે; બીજાનું નથી, આત્માનું છે. ગોળ ખાશે તેને ગળ્યું લાગશે. હવે આનો ઉપાય જોઈએ ને ? – કે આ રસ્તો. માટે કહો, શો રસ્તો?
૩. મુમુક્ષુસપુરુષના સમાગમે બોઘ શ્રવણ કરી સન્દુરુષાર્થ કરવો.
પ્રભુશ્રી–વાત તો ઠીક કીધી; પણ, “પણ” આવ્યું ત્યાં બાકી રહ્યું. કોઈને અપમાન ફેમ દેવાય? માટે પણ કહ્યું તો કંઈક કહેવું પડશે. અત્યારે બરાબર કહેવડાવું છું, માટે કહો.
૪. મુમુક્ષુ પણ કહ્યું એટલે ત્યાં પરિણમવું જોઈએ; તે બાકી છે.
૧. મુમુક્ષુ–હું તો કૃપાળુદેવનું વચન કહું છું : “ભાવ અપ્રતિબદ્ધતાથી નિરંતર વિચરે છે એવા જ્ઞાની પુરુષનાં ચરણારવિંદ તે પ્રત્યે અચળ પ્રેમ થયા વિના અને સમ્યક્ પ્રતીતિ આવ્યા વિના સસ્વરૂપની પ્રાપ્તિ થતી નથી અને આબેથી અવશ્ય તે મુમુક્ષુ જેનાં ચરણારવિંદ તેણે સેવ્યાં છે તેની દશાને પામે છે.”
પ્રભુશ્રી–આ વાત તો રોમ રોમ સાચી; કોણ ના કહે છે? ૧. મુમુક્ષુ—ત્યારે શું કરીએ ? શું કરવું ? માથે ઘણી રાખીને પરિણમવું. ૨. મુમુક્ષુ–સપુરુષના વચનમાં શ્રદ્ધા કરવી. બીજું નહીં.
પ્રભુશ્રી–કંઈ ઉથાપવું છે? તે તો પરમ કુર્જહીં. ત્યાં પણ કંઈક બાકી રહ્યું. ભાવ વગર પરિણામ નહીં થાય.
“ભાવે જિનવર પૂજિયે, ભાવે દીજે દાન;
ભાવે ભાવના ભાવિયે, ભાવે કેવળ જ્ઞાન.”
આતમભાવના ભાવમાં જીવ લહે કેવળ જ્ઞાન રે.” ૧. મુમુક્ષુ–આત્મભાવના ભાવીએ તોય બીજું, તે નહીં, તો શું કરવું ? પ્રભુશ્રી–એમ કહેવાય છે કે સમજીને ગા; ત્યાં છૂટકો.
મારું ગાયું ગાશે તે ઝાઝા ગોદા ખાશે;
સમજીને ગાશે તે વહેલો વૈકુંઠ જાશે.” (નરસિંહ મહેતા) ૧. મુમુક્ષ–અનાદિકાળથી મિથ્યાત્વના, અજ્ઞાનતાના ભાવ છે, તે શી રીતે જાય ? પ્રભુશ્રી–પણ તે મળી આવશે. ૧. મુમુક્ષુ—તો બસ, એ જ જોઈએ છે; બીજું નહીં. તો થયું.
પ્રભુશ્રી–જીવનું અવલંબન જ્ઞાનીએ જાણ્યું. પહેલા ભાવ ફરે છે તે મોટી વસ્તુ છે; તેથી બધું થશે. ‘ભાવે જિનવર પૂજિયે.’ જિનવર તે આત્મા, તેને પહેલો લીઘો; અને ગાણાં ગાય તો પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org