________________
ઉપદેશસંગ્રહ-૧
૨૦૩ સોય પણ નહીં જાય. મૂરખો હોય તે ન ચેતે. ખાસ ઊંડી દાઝ રાખીને ચેતવાનું છે. વેરી અને દુશ્મન તો કર્મ છે, તે આત્માની ઘાત કરનાર છે; અને તેની હારે જ ભાઈબંઘી રાખી છે ? કુસંગ થઈ ગયો છે. જવા દે હવે, લાગ આવ્યો છે. મનુષ્યભવ દુર્લભ છે. બીજા અવતારમાં નહીં સંભળાય. મનુષ્યભવ દુર્લભ કીઘો, તે લેખામાં ન આણે તો પશુવત્ છે. આ સંસારમાં મનુષ્યભવ પામીને શું કીધું ? બીજું બધું ચિત્ર-વિચિત્ર, આત્મા નોય, બધું પુદ્ગલ. સંતો, દેખિયે વે પુગલજાલ તમાશા. એ નો'ય તારું; માટે સમજ, ચેતી લે. ગણતરી કર પોતાના આત્મા માટે. છોકરાં-છૈયાં તારાં નથી અને થવાનાં પણ નથી; આખર એકલો જશે. માટે વિચાર કરવા જેવું છે. ભૂલ્યો ત્યાંથી ફેર ગણ. અવસર આવ્યો છે. આ બધા બેઠા છે અને સાંભળે છે, તેમાંય પુણ્યના દળિયાં. તેની કોઈને ખબર નથી. તે ખબર હોય તો કામ થઈ જાય. બહુ ભૂલ છે અને ખોટમાં જાય છે. અજાણ્યો ને આંધળો ! જગત અજાણ્યું અને આંધળું છે. ખપી થશે તેના કામનું છે. આવનામાંથી આમાં જેટલો કાળ ગયો તેટલો લેખામાં છે. જાણેઅજાણે પણ આમાં કાળ જશે તે લેખાનો છે. પણ સામાન્યપણામાં કાઢી નાખ્યું. બધું એકસરખું ભરડી નાખે છે તે અજ્ઞાન છે. માટે આ કરવાનું છે તેમાં કાળજી રાખ. એને સંભારે તો કામ નીકળી જાય. આ તો બધું ભેળસેળ કરી નાખ્યું; માટે ચેતો. આવો દાવ ફરી ક્યાંથી આવે ? બહુ લાભ છે; કરવા જેવો અવસર આવ્યો અને કરે નહીં તો પછી શું? ગફલતમાં ગયું તો થઈ રહ્યું ! વૃત્તિનું સ્વરૂપ નથી જાણ્યું. જ્ઞાનીએ તો ઘણું કહ્યું. ભણી જાય છે; પણ ગણ્યું નથી. જે પળ જાય છે તે ફરી નહીં આવે. “સમયે યમ મા પાણ’ આ બોલ્યા તેઓ શું ગાંડા હતા ? “સપુરુષ એ જ કે નિશદિન જેને આત્માનો ઉપયોગ છે.” તે બોલો.
૧. મુમુક્ષુ- “સપુરુષ એ જ કે નિશદિન જેને આત્માનો ઉપયોગ છે. શાસ્ત્રમાં નથી અને સાંભળ્યામાં નથી, છતાં અનુભવમાં આવે તેવું જેનું કથન છે; અંતરંગ સ્પૃહા નથી એવી જેની ગુપ્ત આચરણા છે. બાકી તો કંઈ કહ્યું જાય તેમ નથી.”
પ્રભુશ્રી–આ બધું તુંબડીમાં કાંકરા. આનો મરમ નથી જાણ્યો, ભેદ નથી જાણ્યો, સમજાણું નથી. આ ચમત્કારી વાત છે ! આ તો મહાન મંત્ર છે; કથા નથી. પહેલાં વિશ્વાસ પુરુષનો રાખ, પછી માન્ય કરીને જેમ જગતનાં કામ કરે છે, તેમ આ કામ કર. આ બધું બતાવ્યું તેમાં એક માનવાપણું કર. બીજું કાંઈ શોઘ મા. માત્ર એક સત્પરુષને શોધીને તેના ચરણકમળમાં સર્વ ભાવ અર્પણ કરી દઈ વર્યો જા. પછી જો મોક્ષ ન મળે તો મારી પાસેથી લેજે.” લો, આ બધા સંસારને માથે વજમય તાળાં દીઘાં કે ફરી ઊઘડે નહીં, અને ઝેર ઉતારે તેવું છે.
સપુરુષ શું ? ૧. મુમુક્ષુ–આત્મા. પ્રભુશ્રી_સપુરુષ કોણ ? ૨. મુમુક્ષુ–“મળ્યો છે એક ભેદી રે, કહેલી ગતિ તે તણી' પ્રભુશ્રી બારોબાર. ઉઘાડો, ઉઘાડો. ૨. મુમુક્ષુ–આપને ભેદી મળ્યો છે, એ તો નક્કી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org