________________
૨૦૨
ઉપદેશામૃત કર્યો એટલે તે જ આત્મા. આ કચાશ છે તેની યોગ્યતાની, તેથી નથી કહી શકતા. ખબર નથી, ઓળખાણ નથી.
૧. મુમુક્ષુ– “છે દેહાદિથી ભિન્ન આતમા રે, ઉપયોગી સદા અવિનાશ; પ્રભુશ્રી– “એમ જાણે સગુરૂઉપદેશથી રે, કહ્યું જ્ઞાન તેનું નામ ખાસ,''
ખાસ, ખાસ. આવા પુરુષોને કોણ માને ! કર્મ ફૂટ્યાં તારાં ! વાત કોની હતી ? તો કે આત્માની અને આત્માની ઓળખાણ તો પડી નથી. તે છે, જ્ઞાની પાસે છે; ક્ષણવાર પણ તેથી જુદો નથી.
૧. મુમુક્ષ–“સપુરુષ એ જ કે નિશદિન જેને આત્માનો ઉપયોગ છે; શાસ્ત્રમાં નથી અને સાંભળ્યામાં નથી, છતાં અનુભવમાં આવે તેવું જેનું કથન છે; અંતરંગ સ્પૃહા નથી એવી જેની ગુપ્ત આચરણા છે. બાકી તો કંઈ કહ્યું જાય તેમ નથી.”
પ્રભુશ્રી–આને ઓળખનાર કોણ ? ઘન્યભાગ્ય કે જે એને જાણશે. કહેવાની વાત એક આત્મા. બીજું બધું જોયું પણ આત્મા નથી જોયો. ને બીજું બધું જોયું તે પણ આત્માએ જ જોયું.
૧. મુમુક્ષુ-આપ અમને જુઓ અને અમે તમને ન જોઈએ અને અમનેય ન જોઈએ એ કેવી ખૂબીની વાત !
પ્રભુશ્રી–અંજન થવું જોઈએ. તે નથી થયું. ૩. મુમુક્ષુ –ત્યારે ચશ્માં ફેરવી આપો, ઊંધાંનાં સવળાં કરી આપો.
પ્રભુશ્રી–પ્રભુની કૃપાળુની કૃપા છે ! આપ મોટા છો. રહેતે રહેતે એવો થઈ ગયો; મારો વહાલો જબરો છે ! - આ બધું કોણ દેખશે ? આત્મા : જ્ઞાની, અજ્ઞાની. ભુલવણી છે કે આત્મા છે તેને જાણ્યો નથી. જાણવાથી આમ્રવનો સંવર થાય છે અને સંવર તે આત્મા છે.
“પુદ્ગલ ખાણો, પુદ્ગલ પીણો, પુદ્ગલથુંથી કાયા, વર્ણ સંઘ રસ સ્પર્શ સહુ એ, પુદ્ગલકી માયા.
સંતો દેખિયે વે પરગટ પુદ્ગલ-જાલતમાસા.” મોટા પુરુષો બિચારા પોકાર કરીને વહ્યા ગયા. જેણે જાણ્યું છે એવો ભેદી મળશે તો કામ થઈ જશે. તે વગર છૂટકો નથી. સાટું જેમ વહેવારમાં કરે છે, તેવું થવું જોઈશે; તે વગર છૂટકો નથી.
તા. ૮-૧-૩૬, સાંજના આ જીવ તો પૈસાન, પૂજા, માન વગેરેનો ભિખારી છે. પણ જે ચૈતન્ય પોતાનો આત્મા છે, તેનું તો ભાન નથી, કાળજી પણ નથી. તેનો શો ઘર્મ છે તે જાણવો જોઈએ. તેથી કામ થાય, દેવગતિ થાય. વહેવારમાં કમાઈ કરીને જે ભેગું કરે છે તે પણ કર્મમાં હોય તો જ રહે. બધું અજ્ઞાનથી અને મિથ્યાત્વથી ભૂંડું થયું છે. તે મારું નહીં. ‘વાની મારી કોયલ.” આત્માની સાથે એક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org