________________
ઉપદેશસંગ્રહ-૧
૨૦૧ લઘુતા આવે તો પછી કેવું કામ થાય ? આ તો માનમાં ને મનમાં રહ્યો, કે આને કંઈ આવડતું નથી, આ કંઈ જાણતો નથી; લાવોને હું વાત કરું. ભૂંડું કરી નાખ્યું છે. સત્સંગની તો બલિહારી છે ! આ અવસર આવ્યો છે, ચેતવા જેવું છે. કૂંચી નથી તો તાળાં શી રીતે ઊઘડે ? તે આવવું જોઈએ. તેમ ગુરુ વિના જ્ઞાન નથી અને થાય નહીં. બીજે જાઓ, ભલે ! ભટકો–તેથી તો તાળાં ભટકાય પણ ઊઘડે નહીં. તે ગુરુ પાસેથી મળશે. હવે ક્યારે લેવાશે ?
“અઘમામ અધિકો પતિત, સકલ જગતમાં હુંય; એ નિશ્ચય આવ્યા વિના, સાઘન કરશે શું ? પ્રભુ, પ્રભુ લય લાગી નહીં, પડ્યો ન સદ્ગરુપાય;
દિીઠા નહિ નિજ દોષ તો, તરિકે કોણ ઉપાય ?' માટે લઘુતા જોઈએ. આ જીવને અનંત કાળચક્રથી માન મુકાણું નથી; તે હવે મૂકી દે અને પાણીથી પાતળો થઈ જા. અહંકારથી કરીશ તો તે લેખામાં નહીં આવે. હું સામાયિક કરી આવ્યો, હું અપાસરે ગયો–આમ કર્યું, તેમ કર્યું. અને ત્યાંથી નવરો પડ્યો એટલે પછી બધું બીજું ન કરવાનું કરે ! “નવરો બેઠો નખોદ વાળે.' નખોદ વળ્યું છે અણસમજણથી.
“સરુના ઉપદેશ વણ, સમજાય ન જિનરૂપ; .
સમજ્યા વણ ઉપકાર શો ? સમયે જિનસ્વરૂપ.' બાપ થઈને ખવાય ? ન ખવાય; પણ દીકરો થઈને ખવાય. તેમ લોકમાં કહેવાય છે ને ? આ તો સંઘવી છે, મોટા છે, ડાહ્યા છે, જાણકાર છે; શું અમે નથી સમજતા ? આ બધું માન પૂજા છે, અહંકાર છે. ઘર્મ ક્યાં છે ?
ઘર ઘરમ કરતો જગ સહુ ફિરે, ઘરમ ન જાણે હો મર્મ, જિનેસર; ઘરમ જિનેસર ચરણ ગ્રહ્યા પછી, કોઈ ન બાંધે હો કર્મ, જિનેસર.
ઘર્મ જિનેસર ગાઉં રંગશું.” ગુફામાં હજારો વર્ષનું અંઘારું હોય, પણ દીવો આવે એટલે અજવાળું. આ તે કંઈ વાત ! ચમત્કાર છે !
૧. મુમુક્ષુ–જિનેશ્વરના ચરણ એટલે શું કે જેથી કર્મ ન બાંધે ?
૨. મુમુક્ષુ ચરણનો અર્થ અહીં જ્ઞાની પુરુષની યથાર્થ આજ્ઞાનું આચરણ-આરાધન. તે પ્રમાણે થાય તો કર્મ બંધાતું નથી; તેથી વિમુખ હોય તો બંધાય.
૧. મુમુક્ષુ ચરણ ગ્રહણ થયા પછી, “પ્રવચન અંજન જો સદ્ગુરુ કરે દેખે પરમ નિશાન જિનેસર.' તે અંજન શું ?
પ્રભુશ્રી–ગુરુગમ આવી તો તેમાં બધું આવ્યું; પણ મર્મ સમજાણો નથી. ૧. મુમુક્ષુ-મર્મ શું?
પ્રભુશ્રી યોગ્યતાની કચાશ છે. ચરણમાં જ્ઞાનીનાં આચરણ વગેરે કહ્યું, તોપણ હવે બેસ. એ તો યથાતથ્ય ઓળખાણ થયે જો તે તેના ઉપયોગમાં આવ્યો, યથાતથ્ય બોઘ થયો અને તે ગ્રહણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org