________________
૨૦૦
ઉપદેશામૃત નથી. આટલી ખામી. જગાડવો પડશે. મોટા મોટાએ કામ કર્યા છે, જગાડ્યો ત્યારે—જેમ કુંભકરણને નિદ્રામાંથી જગાડ્યો તેમ. આની પાસે માગો, તેની પાસે માગો, ફલાણાની પાસે માગો તેથી દી નહીં વળે; એક અહીં. “જબ જાએંગે આતમા, તબ લાગેંગે રંગ.” આ વચન જ્ઞાનીનાં છે; ફરે નહીં. માટે કરવા જેવું છે. “સાંભળી સાંભળી ફૂટ્યા કાન, તોય ન આવ્યું બ્રહ્મજ્ઞાન.” આ ને આ શું ? આ શું છે ? ઓળંભા દે છે. બેઠા તો કંઈ સંભળાય. કચાશ છે, ખામી છે, મોટી ખોટ છે. રૂપિયાવાળો વાપરે; ન હોય તે શું કરે ? આ કહેવું થયું છે. જાણ્યું નથી. જેની પાસે હોય તે કરી શકે. આ વસ્તુ સની છે, ગુરુગમની છે. ગુરુનાં દર્શન તથા બોઘ નથી થયાં. આ મોટી ખામી છે. અજબ ગજબ છે ! વાત તો બહુ છે. જ્ઞાની, હે ભગવાન ! અજબ ગજબ ! અપૂર્વ વાત છે ! મનુષ્યભવમાં જેટલું બને તેટલું; ભૂલીશ નહીં, ચૂકીશ નહીં.
તા. ૧-૩૬, સાંજના શિથિલતા અને પ્રમાદ ઝેરરૂપ છે, વૈરી છે, ભૂંડું થયું તેથી. મનુષ્યભવ પામ્યા તો આ લક્ષમાં રાખવાનું છે, પોતા માટે છે. જીવનું ભૂંડું વિષયોએ કર્યું છે; તે દુશ્મન છે. “જાગ્યા ત્યારથી સવાર.”
સમય નીયમ મા પમg' હવે ક્યાં સુઘી પડી રહીશ ? આ બધું માયાનું છે, તે નોય. ખબર લેવી છે આત્માની. તે આત્મા જામ્યો છે જ્ઞાનીએ. તેને માટે સત્સંગ અને બોઘ લેવો જોઈએ, તે સાંભળવું જોઈએ. બઘો વર્ષોનો ભોગવટો છે, કર્મ આવે છે અને જાય છે. કર્માઘાન ક્રોઘ-કષાય આવે, પણ બોઘ હોય તો તેને વાળી દે છે. આ તો “વાની મારી કોયલ,” માટે હવે બે ઘડી બેસ ને સત્સમાગમ કર. આ અવસર જતો રહ્યો તો પછી શું કરીશ ? બધું બીજું જોશે. ઘરડો, જુવાન, રોગી, વાણિયો, બ્રાહ્મણ બધો કલબલાટ છે. જે જોવાનું છે તે નથી જોયું. તે ગુરુગમે જોવાય છે. તારા સ્વચ્છંદથી કરવા જેવું નથી. ગુઆજ્ઞાથી કામ થઈ જાય. ભલા માણસ, લહાવો લેવાનો તો આ છે. વહેવારે પરદેશ કમાવા જાય અને કહે, “આ હું કમાણો'; પણ કર્મ બાંધ્યાં ! તો તે આ નહીં. ગુઆજ્ઞાથી, ગુરુગમથી તો કરેલાં કર્મબંઘ જાય; કર્મ આવવાનાં દ્વાર બંધ થાય. હવે ક્યાં ઊભું રહેવું ? સત્સંગની ઉપાસના કરે, બોઘ સાંભળે તો પછી જાણે કે આ મારી જગ્યા ઊભા રહેવાની; બાકી આ જગતમાં તો પગ મૂકતાં પાપ છે, દ્રષ્ટિમાં ઝેર છે, માથે મરણ રહ્યું છે. તેથી (બોઘથી) દ્રષ્ટિ ફરી જાય.
હોત આસવા પરિવા, નહિ ઇનમેં સંદેહ;
માત્ર તૃષ્ટિકી ભૂલ હૈ, ભૂલ ગયે ગત એહ.” તારી તો કમળાવાળી આંખ છે એટલે પીળું દેખાય. એક દ્રષ્ટિ તો વિકારની છે. અને એક વૈરાગ્યની છે. તારા જો ભાવ ફરી જાય તો કમાણી અપાર છે. આ સંસારમાં તો માયા છે અને તેમાં થોથાં ખાંડ્યા જેવું છે. જીવનું ભૂંડું કરે છે માન. માનનો તો જાણે હોદ્દો લઈ બેઠો છે ! તેને તો મારી નાખ હવે.
“અધમાધમ અઘિકો પતિત, સકળ જગતમાં હંય; એ નિશ્ચય આવ્યા વિના, સાઘન કરશે શુંય ?”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org