________________
ઉપદેશસંગ્રહ–૧
૧૯૯ બીજું નહીં. જ્ઞાનીએ કહી દીધું : “અસંગ-અપ્રતિબંઘ'; પણ તેનું ધ્યાન નહીં. આત્મા કેમ જોવાતો હશે ? કેવો હશે ? હવે આપણે શું કરવું ?
૧. મુમુક્ષ-આત્માનો જેને પરિચય હોય તેનો સમાગમ કરવો, તેની પાસેથી સમજવો, તેના બોઘને વિચારવો, તેવા પ્રકારે પરિણામ લાવવું.
પ્રભુશ્રી–આ તો એક જાતનો ઉદ્યમ આવ્યો. એમ પણ કરી ચૂક્યો; પણ હાથ નથી આવ્યો. ૧. મુમુક્ષુ–એમ કર્યું નથી. નહીં તો હાથ આવે. પ્રભુશ્રી અધૂરાં સીએ મેલ્યાં; પણ પૂરાં કોઈએ કીધાં ? નિવેડો કેમ આવે ? ૨. મુમુક્ષુ–કર્યું ખરું, પણ ભાવ અને પરિણામ તેવાં કીધાં નહીં; માટે કચાશ રહી. પ્રભુશ્રી–હા, એ તો ખામી બતાવી. ઠીક, બધી વાત મૂકો પડતી. એક કંઈક કરવું રહ્યું તે શું? ૨. મુમુક્ષુ સમજણ કરવાની રહી.
પ્રભુશ્રી–અપેક્ષાએ વચન ખોટાં નથી. “પાવે નહિ ગુરુગમ બિના, એહિ અનાદિ સ્થિત'. જે દી તે દી પણ ગુરુ વિના જ્ઞાન નહીં, ગુરુ વિના ધ્યાન નહીં. પછી વાર ન લાગે. મોટાં મોટાં કામ અંતર્મુહૂર્તમાં થયાં. અંતર્મુહૂર્તમાં કેવળજ્ઞાન ! ગુરુ વગર આગળ ચાલે તેમ નથી. તેની જરૂર છે.
૨. મુમુક્ષુ–ગુરુગમ શું છે ? કોઈ વસ્તુ છે ? ક્યાં રહે છે ? પ્રભુશ્રી–પાવે નહિ ગુરૂગમ બિના” તે શું છે ? ૨. મુમુક્ષુ-વ્યાકરણ પ્રમાણે કહું છું, તેનો અર્થ–ગુરુ બતાવે તે.
પ્રભુશ્રી–એટલું તો નક્કી કરો. જગતમાં વસ્તુ છે બે : જડ અને ચેતન. કોઈ કાળે, કોઈ ઠેકાણે સાંભળ્યું છે કે જડ જાણશે ? આત્મા શું છે ? આત્મા છે તેની સાથે વાત થશે, બીજા સાથે થાય ? ભાઈ કહો, દાદા, મામા, બાપ વગેરે કહો–ભૂંડું થયું છે કલ્પનાથી. ક્ષણે ક્ષણે કલ્પના છે. એક આત્માને જાણ્યો એટલે સૌ જાણ્યું. તે ન જાણ્યો તો કંઈ જાણ્યું નહીં. બોલશો નહીં, જ્ઞાની જાણે છે. કચ્યું જાય તેવું નથી. મોટી વાત છે ભાવની. ભાવ વગર કંઈ કરી શકાય નહીં. આ મુદ્દાની વાત કીઘી. અત્યારે આત્મા છે એ જ ગુરૂગમ છે. જડને કશું છે ? એક ભાવ છે. ભાવ વગર મોળું છાણ જેવું મીઠું નાખ્યું ન હોય તો મોળું હોય તેમ. માટે આપણે તો એક જ ભાવ. સૌ સૌના ભાવ પ્રમાણે કામ થાય. રાગ-દ્વેષ, મોહ, શાંતિ, ક્ષમા જેમાં જે પ્રમાણે હોય તે પ્રમાણે બને. ભાવ વગર વાત નથી. બીજાનું પરિણામ આવે તો આનું નહીં ? ભાવ તેવું પરિણામ આવશે. માટે આ કર્તવ્ય છે.
“નિર્દોષ સુખ નિર્દોષ આનંદ લ્યો ગમે ત્યાંથી ભલે;
એ દિવ્યશક્તિમાન જેથી જંજીરેથી નીકળે.' જીવનું પ્રમાદ અને આળસે ભૂંડું કર્યું છે, આ વિઘ છે. શું બતાવ્યું ? સત્સંગમાં જવું. ગમે ત્યાં જાઓ, એક સત્સંગ. તેથી રૂડું છે. પાપનો બાપ જાણો. શું નીકળ્યું ? આને જાણવાનું શું છે ? એક સત્, સત્ અને સત્. આ નીકળ્યું,-આ પરિણામ આવ્યું. “જાગ્યા ત્યાંથી સવાર.” જાગ્યો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org