________________
૧૯૮
ઉપદેશામૃત
તા. ૨૩-૧૧-૩૫, સાંજના ઉપદેશછાયા'માંથી વાંચન :
આત્માને નિંદવો; અને એવો ખેદ કરવો કે જેથી વૈરાગ્ય આવે, સંસાર ખોટો લાગે. ગમે તે મરણ પામે, પણ જેની આંખમાંથી આંસુ આવે, સંસાર અસાર જાણી જન્મ, જરા, મરણ મહા ભયંકર જાણી વૈરાગ્ય પામી આંસુ આવે તે ઉત્તમ છે. પોતાનો છોકરો મરણ પામે, ને રુએ તેમાં કાંઈ વિશેષ નથી, તે તો મોહનું કારણ છે.'
પોતાની વાત છે. વાત આત્માની જ છે. તે નથી કર્યું. જીવને ખરેખરું કર્તવ્ય એ જ છે. બીજે પ્રેમ-પ્રીતિ કરે છે. પુરુષાર્થ તો કરે છે; પણ બહારનો, આનો નહીં. આત્મા ઉપર જેની દ્રષ્ટિ પડી તેનો બેડો પાર. પરિણામ શું નીકળે ? સમકિત; વિશેષ પુરુષાર્થ કરે તો કેવળી થાય. જન્મ-જરામરણ થઈ રહ્યાં છે, તેમાં સુખ અને દુઃખ, બીજું નથી. “પ્રીતિ અનંતી પર થકી, જે તોડે તે જોડે એહ.” આ બધું મૂક ! મૂક્યા વગર છૂટકો નથી. વહેલું મોડું મુકાય છે. કામ કરવાનું પડ્યું રહ્યું ! બહારના કામમાં જશે; પણ આ વિષેનું ભાન નથી. આ ભુલવણી કેવી ? કાળનો ભરોસો નથી. આપણી નજરે કૈંક ચાલ્યા ગયા તેનો વિચાર નથી.
“હું કોણ છું? ક્યાંથી થયો? શું સ્વરૂપ છે મારું ખરું? કોના સંબંધે વળગણા છે ? રાખું કે એ પરહરું ?”
(અમૂલ્ય તત્ત્વવિચાર, “મોક્ષમાળા') તેનો વિચાર નથી. આ બીજું બધું શું છે? તે આત્મા નથી. આમાં વાત વૈરાગ્યની છે. બીજું મૂકવું છે–પરનો ત્યાગ. વિચાર નથી થયો. છે અસંગ તેની સંભાળ નથી લીધી. ખરું તો દરરોજ બપોરે પોકારે છે કે કોને તારું, કોને પાર ઉતારું ? તે વખતે તેનું શરણ ગ્રહણ કરી, “આપ ગમે તે કહેશો તે માટે માન્ય છે. પણ મને બચાવો અને અમારે દેશ પહોંચાડો” આમ કહેવાથી તે મચ્છનું રૂપ ધારણ કરી તમને પીઠ પર બેસાડશે અને સૂચના આપશે તે પાળશો તો સાગર ઓળંગી સ્વદેશ પહોંચશો. -
આ ઉપાય અજમાવવા તે બીજે દિવસે ગયા. યક્ષને વિનંતિ કરી ત્યારે તેણે કહ્યું કે તમને લલચાવવા રયણાદેવી આવશે પણ તેના સામું પણ જોશો નહીં. જે તેના પ્રત્યે પ્રેમવંત બની લલચાશે તેના મનને જાણી લઈ હું પીઠ ઉપરથી ઉછાળી તેને દરિયામાં નાખી દઈશ. બન્નેએ એક તરવાના લક્ષથી તેની શરત કબૂલ કરી. ત્યાં તો તે મચ્છ થઈ કિનારે આવ્યો એટલે બન્ને તેની પીઠ ઉપર બેસી ગયા અને સપાટાભેર દરિયો કાપવા લાગ્યા. - ત્રીજે દિવસે રયણાદેવી આવી ત્યારે તેમને ઘેર દીઠા નહીં તેથી જાણી ગઈ કે તેમને કોઈ ભેદી મળ્યો છે. તેથી તેમની શોઘમાં તે દરિયામાં ચાલી અને આકાશમાં રહીને વિલાપ કરતી બન્નેને વીનવવા લાગી.
જિનરક્ષિત ગંભીર અને સમજુ હતો. તે તો તેના તરફ પીઠ દઈને બેઠો, ગમે તેવા ચાળા કે વિનવણી કરે તેની કાળજી કરી નહીં. મરણરૂપ જ તેની કપટજાળ તે લેખતો. તે તો નહીં જ ફસાય એમ ખાતરી થવાથી તે હવે માત્ર જિનપાલિતનું નામ દઈ વારંવાર કહેવા લાગી : “મેં તમને શું દુઃખ દીધું છે? મારા સામું જરા જોવાથી મને આશ્વાસન મળશે. પૂર્વની વાત સંભારી કૃપા કરી મારો સ્નેહ યાદ કરી, આવા નિષ્ફર ન થાઓ; અબળા ઉપર દયા લાવો.” એવાં વચનોથી નાનો જિનપાલિત લલચાયો; “બિચારી આટલું કલ્પાંત કરે છે તો તેના સામું જોવામાં શો દોષ છે?” એમ કરી જ્યાં દ્રષ્ટિ કરી ત્યાં યક્ષે તેને ઉછાળી નાખી દીધો કે તરત તેની નીચે ત્રિશૂલ મૂકી દેવીએ તેના ત્રિશૂલથી કટકેકટકા કરી દરિયામાં નાખી દીધો. પણ જિનરક્ષિત લલચાયો નહીં, તો સ્વદેશ પહોંચી ગયો.
આ ઉપરથી બોધ લેવાનો કે જગતની માયા, પુદગલ અનેક રીતે ભોળવી તેની પ્રીતિમાં આ આત્માને ફસાવે છે; પણ પોતે ન ઠગાતાં, એક મારો આત્મા જ સાચો છે એમ જાણી, તેને જ ખરો માનવો. બાકી સર્વ માયા છે.
દેહાદિ પરવસ્તુમાં મોહ ન કરવો. Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org