________________
ઉપદેશસંગ્રહ-૧
૧૯૭ તેની જ હોંશ. મનમાં લાગ્યું કે આમાં કંઈક છે ખરું, અને પછી બધું બેસી ગયું. હવે ક્યાં જઈશ ? બકરાંના ટોળામાં સિંહ હોય પણ પોતાને બકરું માની ફર્યા કરે. પણ જાતિભાઈ મળી ચેતાવે અને જણાવે કે તું તો સિંહ છે, નોય બકરું. સિંહ હોય એને ચેત્યા પછી તેની ગણતરી ન રહે. પછી તો, એનાં વચન પડ્યાં અને વધારે વાત સંભળાણી; તેથી પાકું થતું ગયું તે થયું. પણ આ સાચી વાત કોઈને કહેવાય નહીં–બધા મોટા મોટા સાધુ થઈ બેઠેલા.
લો, આ ચમત્કાર કોણે કર્યો ? કોણે કહ્યું? માટે, તેમાં પૂર્વકૃત અને પુરુષાર્થ જોઈશે. આ મનુષ્યભવ તે પૂર્વકૃત. હવે તેનાથી પુરુષાર્થ કર્તવ્ય છે. માટે તૈયાર થવાનું છે પોતાને. એની વારે વાર. એ છાનું નહીં રહે. વઘારે કહેવાય નહીં. કહેવાથી તેમાં ખામી આવી જાય છે. કોઈ બે ભવે અથવા કોઈ એક ભવે મોક્ષે જશે; તેની ખબર હોય, પણ કહેવાય નહીં. આ પ્રારબ્ધમાં “દહીંનો ઘોડો' અને ફાલકાની માફક ફરે છે; તે તો કર્મ છે તે ભોગવ્ય છૂટકો. જાણવાનું જે છે તે જ કર્તવ્ય છે; માટે નક્કી, ચોક્કસ, પર્ક કરી લેવા જેવું છે. ખાનગી કહેવાનું, દબાવીને, ચાંપીને પણ આ જ ઘાલી દેવાનું છે. પૂનામાં ભગવાન આગળ બધા ભાઈઓને પોકાર કરીને કહ્યું હતું, એ ને એ જ; અત્યારે પણ એ જ આ ચિત્રપટ. આને બીજું બધું મુકાવવું છે અને કરાવવું છે એક આત્માનું. તૈયાર છે? તારી વારે વાર. બધાય મુમુક્ષુઓને માનવા લાયક છે. જોજે હોં, પકડ ન છોડીશ અને બીજું ન જોઈશ. એક પકડ અને માન્યતા કર. એક આત્મા જોવો છે.
૧. એણધેણની રમતમાં દાવવાળો છોકરો.
૨. એક ધનાઢય શેઠને જિનરક્ષિત અને જિનપાલિત એમ બે દીકરા હતા. તે મોટી ઉંમરના થયા, ત્યારે વેપાર કરી સ્વાવલંબનથી ઘન કમાઈ આત્મસંતોષ મેળવવા ઇચ્છા થતાં માતાપિતાના પ્રેમ અને ઘેર રહેવાના આગ્રહને અવગણી હઠ કરી પરદેશ ગયા. ઘણો માલ ભરી, વહાણ દૂર દેશમાં લઈ જઈ વેચી ત્યાંથી મસાલા વગેરે ઉત્તમ વસ્તુઓ ખરીદી. પાછા દેશમાં આવવા નીકળ્યા. રસ્તામાં તોફાનથી વહાણ ભાંગી ગયાં. પણ એક બેટ ઉપર બન્ને આવી ચઢ્યા. ત્યાં એક રયણાદેવી રહેતી હતી. તેણે બન્નેને લલચાવી પોતાને સ્થાને રાખ્યા. ઘણા વિલાસમાં તેમને મગ્ન કરી દીધા. ઘર પણ ન સાંભરે તેમ તેમના ઉપર કૃત્રિમ પ્રેમ દર્શાવી વિષયસુખમાં લીન કરી દીધા. એક દિવસે ઇન્દ્રની આજ્ઞા મળતાં તેને સમુદ્ર સાફ કરવા જવાનું કામ આવી પડ્યું. એટલે તે બન્ને ભાઈઓને કહ્યું કે ખાસ કામ અર્થે મારે ત્રણ દિવસ જવાનું છે. પણ તમને અહીં કંઈ અડચણ પડવાની નથી; જ્યાં બેટમાં ફરવું હોય ત્યાં ફરવું, પણ એક ઉત્તર દિશામાં ન જવું. એમ કહી તે કામે ચાલી ગઈ.
બન્ને ભાઈઓ બધે ફરીને બાગ આદિ સ્થળો જોઈ રહ્યા એટલે ઉત્તર તરફ જવા નિષેઘ કરેલો તેથી જ ખાસ જિજ્ઞાસા થઈ કે જોઈએ તો ખરા ત્યાં શું છે. એમ ઘારી તે દિશામાં ચાલ્યા. ત્યાં હાડકાં આદિ દુર્ગથી પદાર્થોના ઢગલા જણાયા. દૂર જતાં એક માણસને શૂળી ઉપર ચઢાવેલો હતો તેથી બૂમો પાડતો હતો, તેની પાસે તે બન્ને પહોંચી ગયા, તેનો અંત નજીક જણાતો હતો. તે બન્નેએ પૂછ્યું, “આપનું અમે શું હિત કરીએ ?” તેણે કહ્યું, “ભાઈ, હું હવે મરણની નજીક છું, તેથી બચી શકું તેમ નથી. પણ તમારી આવી જ દશા થનારી છે. તમારી પેઠે મેં બહુ વિલાસ એ રયણાદેવી સંગે ભોગવ્યા, પણ તેને દરિયો સાફ કરવાનો પ્રસંગ આવ્યો ત્યારે તમે તેને મળી ગયા એટલે મારી આ દશા તેણે કરી. હાલ તે નથી એટલે જ તમે આ પ્રદેશમાં આવ્યા લાગો, છો. બીજા કોઈ મળતાં તમે પણ શૂળીના ભોગને પ્રાપ્ત થશો.” આ સાંભળી બન્નેએ તેને હાથ જોડી વિનંતિ કરી કે કોઈ ઉપાય અમારા છુટકારાનો હોય તો કૃપા કરી જણાવો. તેણે કહ્યું કે દરિયા કિનારે એક યક્ષ રહે છે, તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org