________________
૧૯૬
ઉપદેશામૃત
જેમ રંગની ચટકી હોય તેવું છે. કયું કથાય તેમ નથી. આવું છે તો હવે શું કરવું ? મનુષ્યભવ પામીને કર્તવ્ય છે રંગ વિશ્વાસનો, પ્રતીતિનો, શ્રદ્ધાનો, આસ્થાનો; તેમાં જ તણાઓ. કોઈ કપડાને રંગમાં બોળે, બે, ચાર, પાંચ, આઠ વખત બોળે ત્યારે રંગે રંગ ચઢતો જાય છે. એક વખત બોળવાથી રંગ નથી ચઢતો, વધારે બોળાય તો ચઢે છે. માટે વાત સાંભળો, ફરી ફરીને સાંભળો. કહેવાનું કે જેને બહુ શ્રદ્ધા પ્રતીતિ આવી છે તેનું કામ થશે. સૌને વિશ્વાસ, પ્રતીતિ અને શ્રદ્ધાનું કામ છે. જોઈ જોઈને જોયું તો આ આવ્યું. બધી સામગ્રી જોઈએ છે. બહુ અજબગજબ છે ! સમજવાની વાત ખરેખરી છે; તેમાં વિઘ્ર ઘણાં હોય. બહુ ખામી છે માટે સમજજો. બોલવા જેવું રહ્યું નથી; શું કહીએ ? કછ્યું જાય તેવું નથી. “જબ જાગેંગે આતમા, તબ લાગેંગે રંગ.'' માટે જાગો. આ મતિશ્રુત છે પણ તેની ન્યૂનતા છે અને તેના ભેદ ઘણા છે. જિન, તેની તો અપૂર્વ વાત છે !—મન:પર્યવ જિન ! અવધિ જિન ! તેની ખબર નથી, તે હોય તો જાણે. માટે કરવું જોઈશે. આ કોઈનો દોષ જોવો નથી, ખામી કાઢવાની છે; પણ કરશે તો એ જ (આત્મા) પોતે.
હવે આ સહજ વાત કરું છું, સમજવા માટે :
સંસારમાં પૈસો ટકો, હોદ્દો, ખાવાપીવાનું, બધી મોજ હતી. તે છોડીને દીક્ષા લીધી. તેમાં શ્વેતાંબર, દિગંબર તે નહીં; અમે તો એક ઢુંઢિયા એમ થયું. અને તેમાં અહંકાર અને માન વધ્યું કે અમે સાધુ થયા છીએ, બધું ત્યાગ્યું છે. આવું થયું અને તેવું જ કરીને બેઠા અને તેમાં ને તેમાં જ અદ્ધર ઘક્કે પાંચ વરસ થઈ ગયાં. એકાંતરિયા ઉપવાસ વગેરે ત્યાગની ક્રિયા કરીએ; પણ કંઈ ન મળે—અહંકાર અને માન વધ્યું. મોટાં મોટાં શ્રાવક-શ્રાવિકાઓ બહુમાન, પૂજા-સત્કાર કરે. શાસ્ત્રનું બડબડ બોલી જઈએ, વાંચી જઈએતેનો વળી મનમાં અહંકાર રાખીને. લો, આવાં કામ કર્યાં ! કહેવાની મતલબ કે કોઈ અક્કરચક્કર વાત બની. નહીં વાત, નહીં વિગત; ઓળખાણ નહીં, પિછાણ નહીં; પણ સૂર્ય ઊગે અને પહેલાં ભાંભરડું (પ્રભાત) થાય તેમ પહેલાં સાંભળ્યું. પૂરો સૂર્ય ઊગે ત્યારે દિવસ થાય. અંબાલાલભાઈ પાસેથી પરમકૃપાળુદેવ સંબંધી જૂઠાભાઈની વાતો સાંભળી. પણ તેમાં હજુ અહંકાર અને અભિમાન પોતાનું ઊભું જે હતું. મનમાં થયું કે વાત તો એની જ છે; પણ આવું કંઈ ન મળે. છતાં વિશ્વાસ તો બેઠેલો કે કંઈક છે. તેમાંથી સહજ મળતાં અંબાલાલભાઈ બેઠેલા અને અચાનક કૃપાળુદેવની વાત કરી, અમે કાન ધર્યો અને સાંભળી. આ શું છે ? કોને કહે છે ? બીજી વાત સાંભળીએ તેમ આ પણ સાંભળી અને સાંભળતાંની સાથે જ વાત જુદી થઈ ગઈ ! આ હું મારી જાત-અનુભવની વાત કરું છું. જેમ સંસાર છોડીને દીક્ષા લીધી હતી તેમજ આ વાત સાંભળતાં જ બધું ફરી ગયું ! પછી તો, તે વાતો જ સાંભળ્યા કરી. જૂઠાભાઈનો પત્ર વંચાણો. તે વાંચીને પછી મનમાં થયું કે જઈશ ક્યાં ? ત્યારથી ફર્યું તે ફર્યું, તે આજની ઘડી અને કાલનો દહાડો. નહીં બોધ, નહીં સમાગમ કે નહીં કંઈ કહેવું; પણ તરત એકલો નીકળી પડ્યો, સંઘ વગેરે બધાથી જુદો પડ્યો. આમને (જેસંગભાઈ શેઠને) જોયેલા અને મળેલા, બાકી જૂઠાભાઈને ભાળેલા પણ તે વખતે કંઈ ભાન નહીં. પછીથી ઉગરીબાને ઓળખું, પહેલાં ખબર નહીં; કારણ બાઈની હારે શું કામ હોય ? વાત તો પૂછવાની અને સાંભળવાની હોય, અને
૧. એક દિવસ ઉપવાસ અને એક દિવસ આહાર એમ વારાફરતી ઉપવાસ-આહાર કરવાનું વ્રત.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org