________________
ઉપદેશસંગ્રહ-૧
૧૯૫ હોય તે વખતે કંઈ થશે? દુઃખ આવશે. કોને રહેવું છે? બઘાય મરી ગયા. બિચારા ધૂળધાણી ને વા-પાણી. “આ દુઃખ-સુખ, વ્યાધિ-પીડા મને થાય છે.” મર ! ભૂંડા તારું શું? તારો આત્મા. તેને કોણ મારનાર છે ? આત્મા કદી મરશે ? કંઈક અવતાર અનંતા થયા અને મૂક્યા; પણ આત્મા મર્યો નથી. ખરો લાભ અહીં આ જગ્યાએ લેવાનો છે. કોણ હવે ચૂકે ? કર્યું તે કામ; લીધો તે લહાવ. પ્રતીતિ આવે, વિશ્વાસ અને પ્રેમ આવે તો કામ થાય. “મન મહિલાનું રે વહાલા ઉપરે, બીજાં કામ કરંત,” તેમ પ્રેમ આવવો જોઈએ.
“જૈસી પ્રીતિ હરામકી, તૈસી હર પર હોય;
ચલ્યો જાય વૈકુંઠમેં, પલ્લો ન પકડે કોય.” ત્યારે શું કરવું? એક વનો (વિનય). તારું ભૂંડું કરે તેનું તારે ભલું કરવું. મૈત્રી, પ્રમોદ, કારુણ્ય, માધ્યસ્થ ભાવના કરવી. માટે લખી લે, મારો તો હવે એ જ માર્ગ, બીજો નહીં. મારે ચાલવાનો રસ્તો એ જ. બાંધેલું મારું મારે કોરે કરવું છે. લો, રાખો તો રહેશે ? નહીં રહે. તમારો દેહ પણ નહીં રહે. માટે સર્વ ખોટું નીકળ્યું. ખરી સંભાળ લેવાની છે આત્માની. તેની સંભાળ લીધી નથી. તે જાણ્યો જ્ઞાનીએ; તે મને માન્ય. સારું, ભૂંડું-માઠું તારું કર્યું નહીં થાય. ત્યાં તો સાત સાંધે અને તેર તૂટે.’ તેની દવા કોણ કરશે? કોઈ કરશે ?
મુમુક્ષુ–પોતાનાં પરિણામ જેવાં થાય તેવું થશે.
પ્રભુશ્રી–ભગવાનનું વચન છે : “પપ્પા જત્તા વિછત્તા' અહીં કોણ લાવ્યું છે તને ? સુખનો અને દુઃખનો કર્તા આત્મા છે. માટે, હે જીવ! આત્માને સંભાળ. સ્નેહી, ભાઈબંઘ, સગાંવહાલાં વગેરેથી પ્રીતિ સંસારમાં જોડી છે, પણ તે કોઈ સુખ આપનાર નથી. અંબાલાલભાઈ, સોભાગભાઈ જેવા બઘા ગયા, પણ હારે કંઈ ગયું ?
મુમુક્ષુ-ધર્મનું આરાધન હતું તે સાથે ગયું. જેવી વાસના અને પરિણામ.
પ્રભુશ્રી–આત્માન સાથે કોઈ નથી. કંઈ છે કે ? તો શું છે ? સમજ. તે ખોટી આવે, સારી આવે. તે પ્રમાણે ગતિ થાય છે. માટે “ભૂલ્યો ત્યાંથી ફેર ગણ.” “સમજ્યો ત્યાંથી સવાર.' આ પકડવા જેવી વાત છે. આ તો કોઈક બેઠા છે અને વાત કરે છે; તેમ ન કર. વાત જ્ઞાનીની છે. આપણે તો જ્યાંથી વસ્તુ મળે ત્યાંથી લઈ લેવી.
તા. ૨૩-૧૧-૩૫, સવારના [ તા.૧૪-૧૧-૩૫ (સં. ૧૯૯૨) ના “જન્મભૂમિ'માંથી પરમકૃપાળુદેવની જયંતી ઉપરનો લેખ વંચાયો.]
આ બઘી આત્માની વાત છે. તે આત્માને સામાન્ય કરી નાખ્યો છે. તે શું છે ? જ્ઞાનીઓએ તેમાં ચમત્કાર ભાળ્યો છે. એ માહાસ્ય જબરું છે. આ બધું વાંચ્યું તે અમે કાણુંબોબડું સાંભળ્યું. આ આશ્ચર્ય તે કોને કહેવું. ? કાંઈ કોઈનામાં કોઈ ઘાલી શકે છે ? એ તો એને પોતાને તૈયાર થવાનું છે; અને એ જ તૈયાર થશે, ખપી થશે, જિજ્ઞાસુ થશે ત્યારે કામ આવશે. તમો બધું કામ છોડીને અહીં આવીને બેસો છો તે ખપને માટે ને? ભાવ છે તો અવાય છે. ભાવનું કારણ કોઈ ચમત્કારી છે ! તે જ્ઞાનીઓએ જોયું છે; કહ્યું જાય તેવું નથી. એ તો તે, એનો ભાવ અને પ્રેમ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org