________________
૧૯૪
ઉપદેશામૃત
કોઈએ વાત કરી નથી, દેખાડ્યો નથી; પણ નક્કી છે, જરૂર છે. લાખો રૂપિયા આપો તોય મડદું બોલશે ? જડ બોલશે ? શું છે ? છે; ભાન નથી. આ કહેવું છે. અલોકિક વાત કહેવાય છે. રોજ રોજ એનું એ જ કહે છે', એમ થાય; પણ એક છે તો બીજું શું કહીએ ? જવા દે હવે અને આનો લક્ષ લે. આગમ જેમાં બઘાં સમાયાં તે વસ્તુ શું છે ? આત્મસિદ્ધિજી. વિચારની બહુ ખામી છે. એનો વિચાર કર્યો નથી. “જો જાણે સો માણે... બીજાને ખબર નથી. હીરાની કિસ્મત તો ઝવેરી જાણે. બીજો ન જાણે. માટે કર્તવ્ય છે. વાત ભેદીની અને જ્ઞાનીની છે, બીજાની નોવે. પકડી લેવા જેવી છે.
તા. ૨૨-૧૧-૩૫, સાંજના ઉપદેશછાયા' આંક ૧૧ માંથી વાંચન :
શરીર ઠીક રહે તે પણ એક જાતની સમાધિ. મન ઠીક રહે તે પણ એક જાતની સમાધિ. સહજ સમાઘિ એટલે બાહ્ય કારણો વગરની સમાધિ. તેનાથી પ્રમાદાદિ નાશ થાય. જેને આ સમાધિ વર્તે છે, તેને પુત્રમરણાદિથી પણ અસમાધિ થાય નહીં, તેમ તેને કોઈ લાખ રૂપિયા આપે તો આનંદ થાય નહીં, કે કોઈ પડાવી લે તો ખેદ થાય નહીં. જેને શાતા અશાતા બન્ને સમાન છે તેને સહજ સમાધિ કહી. સમકિતવૃષ્ટિને અલ્પ હર્ષ, અલ્પ શોક ક્વચિત્ થઈ આવે પણ પાછો સમાવેશ પામી જાય, અંગનો હર્ષ ન રહે, ખેદ થાય તેવો ખેંચી લે. તે “આમ થવું ન ઘટે' એમ વિચારે છે, અને આત્માને નિંદે છે. હર્ષશોક થાય તો પણ તેનું (સમકિતનું) મૂળ જાય નહીં. સમકિતવૃષ્ટિને અંશે સહજપ્રતીતિ પ્રમાણે સદાય સમાધિ છે. કનકવાની દોરી જેમ હાથમાં છે તેમ સમકિતવૃષ્ટિના હાથમાં તેની વૃત્તિરૂપી દોરી છે. સમકિતવૃષ્ટિ જીવને સહજ સમાધિ છે. સત્તામાં કર્મ રહ્યાં હોય, પણ પોતાને સહજ સમાધિ છે. બહારનાં કારણોથી તેને સમાધિ નથી, આત્મામાંથી મોહ ગયો તે જ સમાધિ છે.” (શ્રીમદ્ રાજચંદ્ર)
આ બધી વાત છે તે શું છે ? સમજ આવ્યે સમજવાનું છે. તરવાર બાંધીને ફરે છે; પણ મારે તેની તરવાર.' મનુષ્યભવ ચિંતામણિ છે, જેવો તેવો નથી. કેમ ગાફલ રહ્યો ? ગાફલ રહ્યો તો માર ખાય છે. ચેત્યો તો પછી માર ન ખાય. થોથાં ખાંડ્યામાં કાળ જાય છે. લીધો કે લેશે થઈ રહ્યું છે. કોઈ વાત સત્સમાગમમાં પકડી, તો તે જ મારે તેની તલવાર કહેવાણી. આ જગતમાં તરવાનું છે ત્યાગથી. બીજું બધું મોહમમત્વ, મારું તારું કર્યું તે મિથ્યાત્વ. બધું મૂકીને જવાનું છે. કોઈ હારે (સાથે) નહીં આવે. એકલો જશે. “હું અને મારું કરે છે કે “મને દુઃખ થયું, “મને સુખ થયું, પણ તારું કંઈ નથી. આત્મા એકલો આવ્યો અને એકલો જશે. કોઈનું કંઈ થયું નથી. મેલ્યા વગર છૂટકો નથી; માટે સમજીને મૂકી દે ને ! લીઘો તે લહાવ. આ જીવને કર્તવ્ય શું છે ? સત્સંગ. સદ્ગોઘની ખામી છે; માટે તે ભાવના રાખવી. ક્યાં મળશે?
નિર્દોષ સુખ નિર્દોષ આનંદ, લ્યો ગમે ત્યાંથી ભલે,
એ દિવ્ય શક્તિમાન જેથી જંજીરેથી નીકળે.” આ વચન ચમત્કારી છે–જીવને પકડી રાખવા લાયક. જે પાણીથી તરસ છીપે તે કામનું. પાણી વગર મરી જવાય. આ જગતમાં પુરુષોનો બોઘ તે પાણી છે. તે કામ કાઢી નાખશે; માંદો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org