________________
ઉપદેશસંગ્રહ-૧
૧૮૯ જીવ કલ્પનાઓ કરે છે; અને તેનો તો પાર ન આવ્યો. પોકાર કરું છું, હોં ! બીજી જગ્યાએથી છૂટીને આત્માની જગ્યાએ કેમ બેસાય ? વિશ્વાસ ક્યાં છે ? નહીં તો કહી દઈએ. જ્ઞાનીનાં વચન અંતરમાં કોતરીને, ટાંકીને રાખો. જેમ મા કડવું ઓસડ હિતને માટે પાય તેમ કહેવું છે.
“આતમભાવના ભાવમાં જીવ લહે કેવળજ્ઞાન રે.” આમાં શું કીધું ? પણ તું તે સાંભળ, માન્ય કર. સાંભળ, તો કામ થયું. ભાવ કરે તો કામ થાય. બીજાની ફિકર અને ચિંતા કરે છે, તો આની નહીં ? બેઠો બેઠો કલ્પનાઓ કરશે; પણ તે તો બધા બાંઘેલા સંસ્કાર.
“સહુ સાઘન બંઘન થયાં, રહ્યો ન કોઈ ઉપાય;
સત્સાઘન સમજ્યો નહીં, ત્યાં બંઘન શું જાય ?” આવી વસ્તુ છે; ચમત્કારી લીધી. “સત્સાઘન સમજ્યો નહીં સદ્ગુરુનાં વચન છે, પ્રત્યક્ષ પુરુષની વાણી છે; જેવાં તેવાં નથી, કહી શકાય તેમ નથી–આ તો કાલાવાલા થાય છે. દાળ ચઢી ન હોય ત્યાં સુધી જુદી રહે; ચઢી એટલે થયું, મળી જાય. પ્રભુ, સૌનું સારું કરજો. જેમ ચૂંટીઓ ભરીને, વઢીને, મારીને જગાડે, પછી જુએ; તેમ આ જોવાનું છે. વાણી સપુરુષની સાંભળી નથી. કંઈક મારીને, વઢીને, કહીને, ઠપકો દઈને પણ કરાવવું છે, મુકાવવું છે. અવસર આવ્યો છે ! માટે પોતાને માટે તૈયાર થઈ જાઓ. પોતા માટે છે, બીજા માટે નહીં. આ કહી શકાય તેવું નથી.
સ
તા. ૨૧-૧૧-૩૫, સાંજના જેવી તેવી આંટી નથી. બહુ આંટી આવી છે. પુરુષાર્થનું કામ આવ્યું. “જો ઇચ્છો પરમાર્થ તો કરો સત્ય પુરુષાર્થ.” સમજાય તો સારું; તે વગર નકામું. “કરો સત્ય પુરુષાર્થ' તે શું કીધું?
૧. મુમુક્ષુ-જીવોને સંસારદુઃખથી છૂટવું હોય તો પુરુષાર્થ કરવો. સત્પરુષના આશ્રયે આત્મકલ્યાણનાં સર્વ સાઘન કરવાં તે પુરુષાર્થ.
૨. મુમુક્ષુ–મોક્ષના માર્ગમાં મોટો પહાડ-અંતરાયરૂપી પહાડ આડો પડ્યો હતો, તે કૃપાળુદેવે કાઢીને ફેંકી દીઘો, ઉથલાવી દીઘો, દૂર કરી નાખ્યો. તેમણે કહેલું કે અમારા જેવા તમારે માથે છે તો શી ફિકર છે ? તમો માત્ર પુરુષાર્થ કરો.
૩. મુમુક્ષુ—શાનીનો માર્ગ અંતરનો છે. આ જીવે બાહ્યવૃત્તિથી વિપરીત કલ્પના મોક્ષની કરી તેથી મોક્ષ શું તેની ખબર ના પડી. આત્માનાં અંતર્પરિણામ સદાકાળ સાથે છે, તે જીવે જાણ્યાં નથી. જીવ જો સાચો પુરુષાર્થ કરે તો એને માર્ગ મળે છે. સાચા પુરુષાર્થની ખામી છે. જીવ પોતાની સમજણે માર્યો જાય છે.
પ્રભુશ્રી–સાચો પુરુષાર્થ કરે તો મળે. બધી વાત કીથી તે ઠીક છે, સાચી છે; પણ ખામી આવી, કહેવું એટલું છે કે ભાવ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org