________________
૧૯O
ઉપદેશામૃત “ભાવે જિનવર પૂજિયે, ભાવે દીજે દાન;
ભાવે ભાવના ભાવિયે, ભાવે કેવળજ્ઞાન.” બઘા પાપનો બાપ ભાવ છે. જેને જે કંઈ ભાવ આવ્યો તે, ના ન પડાય. બીજા ભાવ કરે છે, તેથી બીજું થાય છે. આત્મભાવ નથી કર્યો. ભાવ કરશે ત્યાં પરિણામ થશે. દાળ મેલી છે તો ચઢશે, તો તેની પાછળ ઢોકળી પણ ચઢશે. પરિણામથી છે. પણ “ભાવ બડો સંસારમેં.” મોટા પુરુષોએ વાત કરી છે તેનું કોઈને ભાન નથી. બેસતા-ઊઠતાં, ખાતાં-પીતાં, જોતાં-કરતાં એક એ જ (આત્મા), તે ભાવની ખબર નથી. બીજું થઈ જાય છે. બીજું બાહ્યમાં જોઈને બાહ્ય ભાવ થાય છે, પણ જોવાનું રહી ગયું. જે કહ્યો છે તે ભાવની ખબર નથી. આટલી જ વાત.
૨. મુમુક્ષુ–આત્મભાવ કહ્યો ને ?
પ્રભુશ્રી–નામ લેતાં “સાકર, સાકર' થયું ગળ્યું ? લાગ્યું ? ઘડપણ આવ્યું-ડોહા થયા; સાદ ભારે થયો છે, બોલાતું નથી. ગાડાને બધી સામગ્રી હોય ત્યારે ગાડુ કે'વાણું અને ત્યારે ચાલે છે “આત્મભાવ' નામ તો ચોખ્ખું રૂપાળું દીધું; કોણ ના પાડે છે ? પણ તેની તને ક્યાં ખબર છે ? કંઈ આડું આવ્યું, તો હવે શું કરવું? પુરુષાર્થ અનંતી વાર કર્યો, તેનાં ફળ મળ્યાં; પણ દી વળ્યો નહીં.
૨. મુમુક્ષુ—હવે તો તે લેતા જવાના છીએ.
પ્રભુશ્રી બોબડું તોતડું, ગાંડું ઘેલું, મર ! સૂઝે તેવું દેખાય. તે બધું બહારનું જોશે. “જ્યાં લગી આતમાં તત્ત્વ ચિન્યો નહીં, ત્યાં લગી સાઘના સર્વ જૂઠી. મૂંડ મુડાવ્યું, જટા રાખી, રાખ ચોળી, તપ તપ્યો–પુરુષાર્થમાં બાકી ન રાખી; પણ જે કરવાનું છે તે શું ? અને શાથી થાય ? ૨. મુમુક્ષુ– “વહ સાઘન બાર અનંત કિયો,
તદપિ કછુ હાથ હજુ ન પર્યો; અબ કય ન બિચારત હૈ મનમેં,
કછુ ઔર રહા ઉન સાઘનસેં.” પ્રભુશ્રી-સાકર નાખે તો ગળ્યું થાય; મીઠું નાખે તો તો ખારું થાય. આ તો થપ્પડ મારીને ગોદો મેલ્યો છે : “અબ ક્યોં ન બિચારત હૈ મનસેં.” કોઈ વિચારતા જ નથી. આનો અર્થ નથી સમજાણો અને કોણ કહે એમ છે ? “મુખ આગલ હૈ, કહ બાત કહે !” એ શું ? કહી દો.
૨. મુમુક્ષુ—જ્ઞાનીએ જાણ્યો, દેખ્યો તે આત્મા. પ્રભુશ્રી—કોણ ના પાડે છે ? એ જ આત્મા. દિવસ ઊગ્યો તો એ જ ઊગ્યો.
૨. મુમુક્ષુ—એમ તો માથું ફોડતાં પણ પત્તો લાગતો નથી, અને મતિ થાકી જાય છે. કંઈ ઉપાય ચાલતો નથી.
પ્રભુશ્રી—“ચુનીભાઈ, ચુનીભાઈ,” કહ્યા કરીએ, પણ ભાળ્યા ન હોય તો ન ઓળખાય; ત્યાં સુધી કચાશ છે, ખામી છે. “પાવે નહિ ગુરુગમ બિના એહિ અનાદિ સ્થિત.” તે વગર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org